IPL 2021 CSKvsRR: ચેન્નાઈની ટીમે રાજસ્થાનને જીતવા આપ્યો 189 રનનો ટાર્ગેટ, ચેતન સાકરિયાની ધારદાર બોલિંગ

|

Apr 19, 2021 | 9:26 PM

IPL 2021ની આજે 12મી મેચ રમાઈ રહી છે. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો,

IPL 2021 CSKvsRR: ચેન્નાઈની ટીમે રાજસ્થાનને જીતવા આપ્યો 189 રનનો ટાર્ગેટ, ચેતન સાકરિયાની ધારદાર બોલિંગ

Follow us on

IPL 2021ની આજે 12મી મેચ રમાઈ રહી છે. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમે 100 રનમાં જ 5 વિકેટ ગુમાવી હતી, રૈના અને રાયડૂએ ધમાકેદાર બેટિંગ કરી હતી પણ બંને બેટસમેનને ચેતન સાકરિયાએ એક જ ઓવરમાં આઉટ કર્યા હતા. ચેન્નાઈની ટીમે 9 વિકેટ ગુમાવીને 188 રન કર્યા હતા.

 

ચેન્નાઈની બેટિંગ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ચેન્નાઈએ બેટિંગની શરૂઆત સારી કરી હતી, ત્યારે 25 રનના સ્કોર પર ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ 10 રન પર આઉટ થયો હતો, ત્યારબાદ 45 રનના સ્કોર પર ડૂ પ્લેસીસ પણ ક્રિસ મોરિસના બોલિંગમાં રિયાન પરાગના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારે મોઈન અલી 26 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ રૈના 18 રન કરીને અને રાયડુ 27 રન કરીને ચેતન સાકરિયાના બોલ પર આઉટ થયા હતા. ત્યારે કેપ્ટન ધોની પણ આજે 18 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. રવિન્દ્ર જાડેજા પણ આજે નિષ્ફળ નિવડ્યો, તે માત્ર 8 કરીને આઉટ થયો, ત્યારે સેમ કરન અને શાર્દુલ ઠાકુર રનઆઉટ થયા હતા. પરિણામે ચેન્નાઈનો સ્કોર 188 રન રહ્યો હતો.

 

રાજસ્થાનની બોલિંગ

રાજસ્થાને આજે સાવચેતીપૂર્વકની બોલિંગ કરી હતી અને ચેન્નાઈની 9 વિકેટ લીધી હતી. ચેતન સાકરિયા સૌથી વધુ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. સાકરિયાએ રૈના, રાયડુ અને ધોનીની વિકેટ લીધી, ક્રિસ મોરિસે પણ 2 વિકેટ ઝડપી હતી. તે સિવાય રહેમાન અને રાહુલ તિવેટિયા પણ 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. યુવા ખેલાડી રિયાન પરાગે આજે સૌથી વધુ કેચ પકડ્યા હતા. પરાગે ડુ પ્લેસીસી, મોઈન અલી અને અંબાતી રાયડુનો કેચ ઝડપ્યો હતો.

Next Article