IPL 2021 CSKvsSRH: ચેન્નાઈ સામે હૈદરાબાદે 171 રન ફટકાર્યા, વોર્નર અને મનિષની ફીફટી

|

Apr 28, 2021 | 9:26 PM

ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કેપ્ટન વોર્નરે કર્યો હતો. મેદાને ઉતરેલા વોર્નર અને જોની બેયરિસ્ટોએ રમતની શરુઆત કરી હતી.

IPL 2021 CSKvsSRH: ચેન્નાઈ સામે હૈદરાબાદે 171 રન ફટકાર્યા, વોર્નર અને મનિષની ફીફટી
Chennai vs Hyderabad,

Follow us on

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ (Arun Jaitley Stadium) ખાતે આઈપીએલની 23મી મેચ રમાઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ  (Chennai Super Kings) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ રહેલી મેચમાં ડેવિડ વોર્નરે (David Warner) ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન વોર્નર અને મનિષ પાંડે (Manish Pandey)એ ફિફટી ફટકારી હતી. બંની શતકીય ભાગીદારીને લઈને 20 ઓવરના અંતે, 3 વિકેટે 171 રન કર્યા હતા.

 

સનરાઈઝર્સ હૈદરાબાદની બેટીંગ

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કેપ્ટન વોર્નરે કર્યો હતો. મેદાને ઉતરેલા વોર્નર અને જોની બેયરિસ્ટોએ રમતની શરુઆત કરી હતી. બેયરિસ્ટોએ 7 રન કરીને જ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ક્રિઝ પર આવેલા મનિષ પાંડે અને વોર્નરે રમત ને આગળ વધારતા બંને એ શતકિય ભાગીદારી રમત રમી હતી. વોર્નરે 55 બોલમાં 57 રન કરીને વિકેટ ગુમાવી હતી. પાંડેએ 46 બોલમાં 61 રન કર્યા હતા. ત્યારબાદ કેન વિલિયમસને 10 બોલમાં 26 રન અણનમ કર્યા હતા, જ્યારે કેદાર જાદવે 4 બોલમાં અણનમ 12 રન કર્યા હતા.

 

ચેન્નાઈ સુપર કિંગ્સની બોલીંગ

લુંગૂી એનગીડીએ 4 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. સેમ કરને 4 ઓવર કરીને એક વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુરે 4 ઓવર કરીને 44 રન આપ્યા હતા. મોઈન અલીએ 2 ઓવર કરીને 16 આપ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 3 ઓવરમાં 23 રન આપ્યા હતા.

Next Article