IPL 2021 CSKvsSRH: હૈદરાબાદની ચેન્નાઈ સામે હારની પરંપરા જારી, ચેન્નાઈની સતત 5મી જીત

|

Apr 28, 2021 | 11:12 PM

કેપ્ટન વોર્નર અને મનિષ પાંડે (Manish Pandey)એ શતકીય ભાગીદારીને લઈને 20 ઓવરના અંતે 3 વિકેટે 171 રન કર્યા હતા. જવાબમાં 3 વિકેટ ગુમાવીને ચેન્નાઈએ 18.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 173 રન કર્યા હતા.

IPL 2021 CSKvsSRH: હૈદરાબાદની ચેન્નાઈ સામે હારની પરંપરા જારી, ચેન્નાઈની સતત 5મી જીત
Chennai vs Hyderabad

Follow us on

આઇપીએલ 2021ની 23મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ (Arun Jaitley Stadium) ખાતે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ હતી. મેચને ચેન્નાઇ સુપર કિંગ્સે 7 વિકેટે જીતી લીધી હતી. મેચમાં ડેવિડ વોર્નરે (David Warner) ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન વોર્નર અને મનિષ પાંડે (Manish Pandey)એ શતકીય ભાગીદારીને લઈને 20 ઓવરના અંતે 3 વિકેટે 171 રન કર્યા હતા. જવાબમાં 3 વિકેટ ગુમાવીને ચેન્નાઈએ 18.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 173 રન કર્યા હતા. આમ સિઝનમાં સતત પાંચમી વાર હૈદરાબાદે હાર મેળવી હતી.

 

ચેન્નાઈ સુપર કિંગ્સની બેટીંગ

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

ચેન્નાઈએ શરુઆત સારી કરીને મેચને શરુથી જ એક તરફી બનાવી દીધી હતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે 129 રનની ભાગીદારી રમત રમી હતી. બંનેએ ઝડપ થી મકક્મતા પૂર્ણ રમત રમીને ચેન્નાઈની જીતને પાકી કરાવી લીધી હતી.

 

ચેન્નાઈએ પ્રથમ વિકેટ 129 રનના સ્કોર પર 12. 6 ઓવરે ગુમાવી હતી. ઋતુરાજે 44 બોલમાં 75 રન કર્યા હતા. ડુ પ્લેસિસે 38 બોલમાં 56 રન કર્યા હતા. મોઈન અલીએ 8 બોલમાં 15 રન કર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ અણનમ 7 રન અને સુરેશ રૈનાએ અણનમ 17 રન કર્યા હતા.

 

સનરાઈઝર્સ હૈદરાબાદની બોલીંગ

એક માત્ર રાશિદ ખાનને વિકેટ નસીબ થઈ હતી. ચેન્નાઈની ટીમની તમામ ત્રણ વિકેટ રાશિદ ખાને ઝડપી હતી. રાશિદ ખાને 4 ઓવર કરીને 36 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જગદીશા સુચિથ આજે ખૂબ ખર્ચાળ સાબિત થયો હતો. તેણે 3 જ ઓવરમાં 45 રન લુટાવ્યા હતા. ખલિલ અહેમદે 4 ઓવર કરીને 36 રન આપ્યા હતા. સિધ્ધાર્થ કૌલે 4 ઓવર માં 32 રન આપ્યા હતા. સંદિપ શર્માએ 3.3 ઓવરમાં 24 રન આપ્યા હતા.

 

સનરાઈઝર્સ હૈદરાબાદની બેટીંગ

ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કેપ્ટન વોર્નરે કર્યો હતો. મેદાને ઉતરેલા વોર્નર અને જોની બેયરિસ્ટોએ રમતની શરુઆત કરી હતી. બેયરિસ્ટોએ 7 રન કરીને જ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ક્રિઝ પર આવેલા મનિષ પાંડે અને વોર્નરે રમત ને આગળ વધારતા બંને એ શતકિય ભાગીદારી રમત રમી હતી. વોર્નરે 55 બોલમાં 57 રન કરીને વિકેટ ગુમાવી હતી. પાંડેએ 46 બોલમાં 61 રન કર્યા હતા. ત્યારબાદ કેન વિલિયમસને 10 બોલમાં 26 રન અણનમ કર્યા હતા, જ્યારે કેદાર જાદવે 4 બોલમાં અણનમ 12 રન કર્યા હતા.

 

ચેન્નાઇ સુપર કિંગ્સની બોલીંગ

લુંગૂી એનગીડીએ 4 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. સેમ કરને 4 ઓવર કરીને એક વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુરે 4 ઓવર કરીને 44 રન આપ્યા હતા. મોઈન અલીએ 2 ઓવર કરીને 16 આપ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 3 ઓવરમાં 23 રન આપ્યા હતા.

Next Article