IPL 2021 CSKvsRCB: ચેન્નાઈ સુપર કિંગ્સ સામે વિરાટ સેના પરાસ્ત, CSKની સતત ચોથી જીત

|

Apr 25, 2021 | 7:30 PM

આઈપીએલ 2021ની 19મી મેચ આજે મુંબઈમાં ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે રમાઈ હતી. જેને ચેન્નાઈએ આસાનીથી જીતી લીધી હતી.

IPL 2021 CSKvsRCB: ચેન્નાઈ સુપર કિંગ્સ સામે વિરાટ સેના પરાસ્ત, CSKની સતત ચોથી જીત
Chennai vs Bangalore,

Follow us on

આઈપીએલ 2021ની 19મી મેચ આજે મુંબઈમાં ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે રમાઈ હતી. જેને ચેન્નાઈએ આસાનીથી જીતી લીધી હતી. બેંગ્લોરે તેની સતત ચાર મેચ જીત્યા બાદ આજે સિઝનની પ્રથમ મેચ હાર્યુ હતુ. ટોસ જીતીને એમએસ ધોની (MS Dhoni)એ પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. રવિન્દ્ર જાડેજાએ બેટીંગમાં કમાલ કર્યા બાદ બોલીંગમાં 3 વિકેટ ઝડપી હતી. 20 ઓવરમાં ચેન્નાઈએ 4 વિકેટ ગુમાવીને 191 રન કર્યા હતા, જેના જવાબમાં બેંગ્લોરે 9 વિકેટે 122 રન કર્યા હતા. આમ 69 રને ચેન્નાઈએ જીત મેળવી હતી.

 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બેટીંગ

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આરસીબીના બેટ્સમેનો આજે ચેન્નાઈ સામે ઘુંટણીયે પડવા જેવી સ્થિતી સર્જાઈ હતી. ઓપનીંગમાં દેવદત્ત પડીક્કલે 34 રન સાથે સારી શરુઆત કરી હતી. પરંતુ 44 રને આરસીબીએ તેની પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ એક બાદ એક ખેલાડીઓ પેવેલિયન પરત ફરવા લાગ્યા હતા. આમ એક તરફી જીત તરફ ચેન્નાઈ આગળ વધવા લાગ્યુ હતુ. વિરાટ કોહલી 8 રન, વોશિંગ્ટન સુંદર 7, મેક્સવેલે 22 અને એબી ડિવિલીયર્સ 4 રન, ડેનિયલ ક્રિશ્ર્વન એક રન, હર્ષલ પટેલ શૂન્ય રન, નવદિપ સૈની 2 રન કરીને પેવિલિયન પરત ફર્યા હતા. આરસીબીએ પ્રથમ વિકેટ 44 રને ગુમાવ્યા બાદ 94 રનના સ્કોર સુધીમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. આમ આરસીબી મુશ્કેલ સ્થિતીમાં મુકાઈ ચુક્યુ હતુ.

 

ચેન્નાઈ સુપર કિંગ્સની બોલીંગ

રવિન્દ્ર જાડેજાનો આજે દિવસ હતો. તેણે બેટીંગમાં કમાલ કર્યા બાદ, બોલીંગમાં પણ કમાલ કર્યો હતો. જાડેજાએ 4 ઓવર કરીને એક મેઈડન ઓવર સાથે 13 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે એક રન આઉટ પણ જબરદસ્ત કર્યો હતો. ઈમરાન તાહિરે 4 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. સેમ કરન અને શાર્દુલ ઠાકુરે એક એક વિકેટ ઝડપી હતી.

 

ચેન્નાઇ સુપર કિંગ્સ બેટીંગ

ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરનારી ચેન્નાઈની ટીમે શરુઆત સારી કરી હતી. ઓપનર ઋુતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે 74 રનની પ્રથમ વિકેટ માટે ભાગીદારી રમત રમી હતી. ગાયકવાડે 25 બોલમાં 33 રન કર્યા હતા. પ્લેસિસે 41 બોલમાં 50 રન કર્યા હતા, તે હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. સુરેશ રૈનાએ 18 બોલમાં 24 રન કર્યા હતા. અંબાતી રાયડૂએ 7 બોલમાં 14 રન કર્યા હતા.

રવિન્દ્ર જાડેજાએ અંતિમ ઓવરમાં સળંગ ફોર સાથે પાંચ છગ્ગા હર્ષલ પટેલની ઓવરમાં લગાવી દીધા હતા. આમ કુલ પાંચ છગ્ગા અને એક ચોગ્ગા સાથે કુલ 37 રન મળ્યા હતા. આમ 19 ઓવરના અંતે ચેન્નાઈ 154 રન હતા, જે 20 ઓવરના અંતે 191 રનનો સ્કોર થઈ ગયો હતો.

 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બોલીંગ

બેંગ્લોરના બોલરોની બોલીંગની ધાર જાણે વિકેટ માટે ખાસ જણાઈ નહોતી. હર્ષલ પટેલે તેની પ્રથમ બે ઓવરમાં 9 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે 4 ઓવરના અંતે તેણે 51 રન ગુમાવ્યા હતા. જાડેજા સામે ઓવર કરતા એક ફ્રિ હિટ સાથે તેણે 37 રન એક જ ઓવરમાં ગુમાવ્યા હતા. જ્યારે યુઝવેન્દ્ર ચહલે 3 ઓવરમાં 24 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

Next Article