IPL 2021 CSK vs DC: ગુરુ સામે શિષ્યની જીત, દિલ્હી કેપિટલ્સનો 7 વિકેટે વિજય, પૃથ્વી-ધવનની ફીફટી

|

Apr 10, 2021 | 11:25 PM

ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals vs Chennai Super Kings) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં IPL 2021ની બીજી મેચના રુપમાં રમાઈ હતી. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે (Rishabh Pant) ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

IPL 2021 CSK vs DC: ગુરુ સામે શિષ્યની જીત, દિલ્હી કેપિટલ્સનો 7 વિકેટે વિજય, પૃથ્વી-ધવનની ફીફટી
prithvi Shaw- Shikhar dhawan

Follow us on

ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals vs Chennai Super Kings) વચ્ચે મુંબઈના વાનખેડે
સ્ટેડિયમમાં IPL 2021ની બીજી મેચના રુપમાં રમાઈ હતી. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે (Rishabh Pant) ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની કેપ્ટનશીપ ધરાવતી ચેન્નાઈ સુપર કિંગ્સે સુરેશ રૈના (Suresh Raina)શાનદાર અર્ધશતક સાથે 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 188 રન કર્યા હતા. જેના જવાબમાં પૃથ્વી શો (Prithvi Shaw) અને શિખર ધવન (Shikhar Dhawan)ની શાનદાર 138 રનની ભાગીદારી સાથે લક્ષ્યાંકનો શાનદાર પીછો કર્યો હતો. 18.4 ઓવરમાં જ જીત મેળવી 190 રન કર્યા હતા. કેપ્ટન પંતે વિજયી ચોગ્ગો લગાવ્યો હતો.

 

દિલ્હી કેપિટલ્સ બેટીંગ

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ટીમ દિલ્હીએ શાનદાર રમતની શરુઆત કરી હતી. પહેલી ઓવરથી શાનદાર રમત દર્શાવીને લક્ષ્યાંકનો પીછો શરુ કર્યો હતો. શિખર ધવન અને પૃથ્વી શોએ 138 રનની જબરદસ્ત ભાગીદારી રમત રમી હતી. પૃથ્વી શોએ 9 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 38 બોલમાં 72 રનની ઈનીંગ રમી હતી. શિખર ધવને પણ અર્ધશતક લગાવ્યુ હતુ. આ દરમ્યાન તેણે 600 ચોગ્ગા પૂરા કરવાની ઉપલબ્ધી મેળવી હતી. આઈપીએલમાં તે આમ કરનારો પ્રથમ બેટ્સમેન બન્યો છે.

 

તેના પછીના ખેલાડી ખૂબ પાછળ છે, આ મામલામાં ધવને 54 બોલમાં 85 રન કર્યા હતા. આ માટે તેણે 10 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા હતા. તેણે દિલ્હીને જીતની નજીક લાવી દીધુ હતુ. માર્કસ સ્ટોઈનીસે 9 બોલમાં 14 રન બનાવ્યા હતા. જ્યારે ઋષભ પંતે જીત માટેની ઔપચારીકતા પુરી કરતી રમત ત્રીજા ક્રમે આવીને રમી હતી. તેણે 12 બોલમાં 15 રન કર્યા હતા, તેણે વિજયી ચોગ્ગો લગાવ્યો હતો.

 

ચેન્નાઈ સુપર કિંગ્સની બોલીંગ
ટીમ ચેન્નાઈ દિલ્હીના ઓપનરની જોડીને તોડવા માટે ખૂબ પરસેવો વહાવી લેવા છતાં જલદી સફળતા મળી નહોતી. 13મી ઓવરમાં પૃથ્વી શોની વિકેટ ઝડપી ત્યાં સુધીમાં ઓપનર જોડીએ મોટી ભાગીદારી નોંધાવી હતી. ડ્વેન બ્રાવોએ ઓપનર જોડીને તોડી પૃથ્વીની વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 28 રન આપ્યા હતા. શાર્દુલ ઠાકુરે સૌથી વધુ ખર્ચાળ સાબિત થયો હતો, જોકે તે 2 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. પરંતુ 15ની ઈકોનોમીથી તેણે 50થી વધુ રન તેની ચોથી ઓવર સુધીમાં આપી દીધા હતા. દિપક ચાહરે 4 ઓવર પૂરી કરીને 36 રન વિના કોઇ વિકેટે આપ્યા હતા.

 

ચેન્નાઇ સુપર કિંગ્સ બેટીંગ ઇનીંગ

જેમ ચેન્નાઈની ગઈ સિઝન ખરાબ રહી હતી, એમ જ આ સિઝનની ટીમની પ્રથમ ઈનીંગની શરુઆત પણ ખરાબ રહી હતી. બંને ઓપનરે 7 રનના સ્કોર પર જ વિકેટ ગુમાવી દીધી હતી. ઋતુરાજ ગાયકવાડ 5 રન અને ફાફ ડૂ પ્લેસીસ શૂન્ય રને પેવેલિયન પરત ફર્યા હતા. 2020ના વર્ષની સિઝનથી દુર રહેનાર સુરેશ રૈનાએ શાનદાર રીતે આઈપીએલમાં પરત ફરતી ફીફટી ફટકારી હતી. તેણે 36 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 54 રન ફટકાર્યા હતા. તે કમનસીબે રન આઉટ થયો હતો. કેપ્ટન એમએસ ધોની પણ શૂન્ય રન પર જ ક્લીન બોલ્ડ થઈ વિકેટ ગુમાવી બેઠો હતો. આવેશ ખાને તેને બોલ્ડ કર્યો હતો.

 

મોઈન અલીએ 24 બોલમાં 36 રન ત્રીજા ક્રમે આવીને કર્યા હતા. અંબાતી રાયડૂએ 16 બોલમાં 23 રન કર્યા હતા. રવિન્દ્ર જાડેજા પણ લાંબા સમયે રમતમાં જોવા મળ્યો હતો. ટોમ કરને 15 બોલમાં 34 રન કર્યા હતા અને ઈનીંગના અંતિમ બોલે બોલ્ડ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ 17 બોલમાં 26 રન કર્યા હતા.

 

દિલ્હી કેપિટલ્સ બોલીંગ

આવેશ ખાને શાનદાર બોલીંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ ઝડપ હતી. ક્રિસ વોક્સે 3 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ટોમ કરને સેમ કરન સામે બોલીંગ કરતા 23 રન 19મી ઓવરમાં ગુમાવ્યા હતા. ટોમે એક વિકેટ ઝડપી ને 4 ઓવરમાં 39 રન આપ્યા હતા. રવિચંદ્રન અશ્વિને 4 ઓવરમાં 47 ગુમાવીને 1 વિકેટ ઝડપી હતી. અમિત મિશ્રાએ 3 ઓવરમાં 27 રન આપ્યા હતા.

Next Article