IPL 2021 CSK vs DC: ગુરુ-શિષ્ય વચ્ચેની મેચ ગણાવી કોચ રવિ શાસ્ત્રીએ ઋષભ પંત અને ધોનીની મજા લીધી, જુઓ

|

Apr 10, 2021 | 6:16 PM

આજે IPL 2021નો સુપરહિટ મુકાબલો રમાનારો છે. દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ (Delhi Capitals vs Chennai Super Kings) વચ્ચે થનારો જંગ આજે રોમાંચથી ભરપૂર રહી શકે છે. બંને ટીમો વચ્ચે આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાનાર છે.

IPL 2021 CSK vs DC: ગુરુ-શિષ્ય વચ્ચેની મેચ ગણાવી કોચ રવિ શાસ્ત્રીએ ઋષભ પંત અને ધોનીની મજા લીધી, જુઓ
Ravi Shastri-Rishabh Pant-MSDhoni

Follow us on

આજે IPL 2021 નો સુપરહિટ મુકાબલો રમાનારો છે. દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ (Delhi Capitals vs Chennai Super Kings) વચ્ચે થનારો જંગ આજે રોમાંચ થી ભરપૂર રહી શકે છે. બંને ટીમો વચ્ચે આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાનાર છે. દિલ્હી ની ટીમ સિઝનની શરુઆત પહેલા થી મોટો ઝટકો સહન કરી ચુકી છે. કારણ કે તેના કેપ્ટન શ્રેયસ ઐયરને ખભાની ઇજા પહોંચી હતી, અને તે સિઝન માટે બહાર થઇ ગયા હતા. હવે તેની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ આઇપીએલ 2021 માટે ઋષભ પંત (Rishabh Pant) ને કેપ્ટન ઘોષિત કરવામાં આવ્યો હતો. પંતની આગેવાનીમાં આજે દિલ્હી તેના અધૂરા સપનાને પુરુ કરવા માટે મેદાનમાં ઉતરશે. તેનો મુકાબલો અનુભવી અને દિગ્ગજ કેપ્ટન તેમજ તેના ગુરુ ગણાતા એમએસ ધોની (MS Dhoni) સામે થનારો છે. જેને લઇને ટીમ ઇન્ડીયાના હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ જબરદસ્ત ટ્વીટ કરી હતી.

હેડ કોચ રવિ શાસ્ત્રી એ ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, ગુરુ vs શિષ્ય. ખૂબ મજા આવશે આજે. સ્ટંપ માઇક પણ સાંભળશે જરુર. અહી શાસ્ત્રીએ ધોની અને પંતની જોડીને ગુરુ-શિષ્યની જોડી બતાવી છે. બતાવી દઇએ કે બંને ખેલાડીઓ વિકેટ પાછળ પોતાના મજેદાર કોમેન્ટ માટે ખૂબ જ મશહૂર છે. બંને ખેલાડીઓ તેના થી ટીમના ખેલાડીઓનુ મનોરંજન કરતા રહે છે. તેમના મજેદાર કોમેન્ટ અનેક વાર સ્ટંમ્પ માઇકમાં કેદ થયા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બંને ટીમો ના પ્રદર્શનની વાત કરવામાં આવે તો દિલ્હી એ પાછળના વર્ષે આઇપીએલ 2020 ની ફાઇનલ સુધીનો પ્રવાસ ખેડ્યો હતો. જોકે ફાઇનલ મેચમાં રોહિત શર્માની ટીમ મુંબઇ ઇન્ડીયન્સ સામે હાર સહન કરવી પડી હતી. જોકે દિલ્હી કેપિટલ્સ માટે તે આઇપીએલના ઇતિહાસનુ સૌથી જબરદસ્ત પ્રદર્શન હતુ. તો ચેન્નાઇ સુપર કિંગ્સ ના પ્રદર્શન ને જોવામાં આવે તો પાછળની સિઝન એક ખરાબ સપના સમાન સાબિત થયુ હતુ. જ્યાં ટીમ પ્રથમ વખત પ્લેઓફમાં સ્થાન બનાવવા થી દુર રહ્યુ હતુ. આમ તો ચેન્નાઇએ મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં અત્યાર સુધીમાં ત્રણ વખત આઇપીએલ ટ્રોફી જીતી છે.

Next Article