IPL 2021: હાર્દિક પંડ્યા દ્વારા બોલીંગ કરી શકવાને લઈ ચિંતા, ઝહિર ખાને ફિટનેસને લઈને આપ્યું નિવદન

|

Apr 13, 2021 | 8:28 PM

હાર્દિક પંડ્યા (Hardik Pandya)ના ખભાને લઈને ચિંતાનું વાતાવરણ મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians)ની ટીમમાં ફેલાયુ છે. અગાઉ પણ પીઠમાં સર્જરી બાદથી તે બોલીંગથી સતત દુર રહી રહ્યો છે.

IPL 2021: હાર્દિક પંડ્યા દ્વારા બોલીંગ કરી શકવાને લઈ ચિંતા, ઝહિર ખાને ફિટનેસને લઈને આપ્યું નિવદન
Zaheer Khan-Hardik Pandya

Follow us on

હાર્દિક પંડ્યા (Hardik Pandya)ના ખભાને લઈને ચિંતાનું વાતાવરણ મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians)ની ટીમમાં ફેલાયુ છે. અગાઉ પણ પીઠમાં સર્જરી બાદથી તે બોલીંગથી સતત દુર રહી રહ્યો છે. આઈપીએલ 2020ની સિઝનમાં પણ તેણે બોલીંગથી દુર રહ્યો હતો. ત્યારબાદ તેણે IPL 2021ની નવી સીઝનની પ્રથમ મેચમાં પણ બોલીંગ કરી નહોતી. આ દરમ્યાન હવે તેના ખભાને લઈને મુંબઈ ઈન્ડીયન્સની છાવણીમાં ચિંતા છવાયેલી છે. આમ છતાં પણ મુંબઈ ઈન્ડીયન્સના ક્રિકેટ ડાયરેક્ટર ઝહિર ખાન (Zaheer Khan)નું માનવુ છે કે, પંડ્યા ખૂબ જલ્દીથી બોલીંગ કરતો નજર આવશે. જોકે જે રીતે પ્રથમ મેચમાં હાર્દિકે ફિલ્ડીંગ દરમ્યાન અંડર આર્મ થ્રો કર્યા હતા, તેને લઈને ફ્રેન્ચાઇઝીની સાથે સાથે ટીમ ઈન્ડીયાનું ટેન્શન વધારે વધી ચુક્યુ છે.

 

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

પંડ્યાએ ગત વર્ષે દરમ્યાન કમરમાં સર્જરી કરાવી હતી. ત્યારબાદ તે ગઈ સિઝનમાં નજર આવ્યો હતો. પરંતુ તેણે બોલીંગ કરવાનું ટાળ્યુ હતુ. હાલમાં જ ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી T20 સિરીઝમાં તે બોલીંગ કરતો જોવા મળ્યો હતો. તેણે 5 મેચોની T20 સિરીઝ અને 3 મેચોની વન ડે સિરીઝ દરમ્યાન કુલ 17 ઓવર કરી હતી. જોકે આઈપીએલની પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યાએ બોલીંગ કરી નહોતી.

 

ઝહિરે કહ્યુ હતુ કે, તમે એને જલ્દીથી બોલીંગ કરતો જોઈ શકશો. પરંતુ ક્યારે અને કેવી રીતે એ તો તમારે ફિઝીયોને પુછવુ પડશે. એક બોલરના રુપમાં હાર્દિક પંડ્યાનું આ ટુર્નામેન્ટમાં આવવાને લઈને અમને આશા છે કે, તે બોલની સાથે પોતાનુ યોગદાન આપે.

 

ઝહિર ખાને કહ્યુ હતુ કે, એક પેકેજના રુપમાં હાર્દિક પંડ્યા ખૂબ જ કિંમતી છે. પાછળની રમતમાં જે પણ થયુ તે વર્કલોડથી સંબંધિત હતુ. તેણે ઈંગ્લેન્ડ સામે પુરી સિરીઝમાં બોલીંગ કરી હતી. તેણે એ દરમ્યાન લગભગ નવ ઓવર કરી હતી અને જેને લઈને અમારે ફિઝીયોની સલાહ લેવી પડી હતી અને આમ કરવુ પડ્યુ હતુ. ખભાને લઈને કંઈક વાત છે પણ મને નથી લાગતુ કે તે ચિંતાજનક છે.

 

આ પણ વાંચો: KKR VS MI LIVE SCORE, IPL 2021 : મુંબઇ ઇન્ડિયન્સની શરૂઆત નબળી, બીજી ઓવરમાં ડિકોક આઉટ

Next Article