IPL 2021: હરપ્રિત બ્રારની તુલના અક્ષય કુમાર સાથે કરાતા જ ભડકીને કહ્યું પૈસા માટે નથી પહેરતા પાઘડી

|

May 02, 2021 | 2:02 AM

પંજાબ કિંગ્સ (Punjab Kings) શુક્રવારે આઈપીએલ 2021ની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore)ને 34 રનથી હરાવી દીધુ હતુ. બેંગ્લોર સામે પંજાબ કિંગ્સને જીત અપાવવામાં લેફ્ટ આર્મ સ્પિનર હરપ્રિત બ્રાર (Harpreet Brar)નું મોટુ યોગદાન રહ્યુ હતુ.

IPL 2021: હરપ્રિત બ્રારની તુલના અક્ષય કુમાર સાથે કરાતા જ ભડકીને કહ્યું પૈસા માટે નથી પહેરતા પાઘડી
Harpreet Brar-Akshay Kumar

Follow us on

પંજાબ કિંગ્સ (Punjab Kings) શુક્રવારે આઈપીએલ 2021ની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore)ને 34 રનથી હરાવી દીધુ હતુ. બેંગ્લોર સામે પંજાબ કિંગ્સને જીત અપાવવામાં લેફ્ટ આર્મ સ્પિનર હરપ્રિત બ્રાર (Harpreet Brar)નું મોટુ યોગદાન રહ્યુ હતુ…

 

બ્રારે પહેલા બેટથી 25 રનનું મહત્વનું યોગદાન આપ્યુ હતુ. ત્યારબાદ તેણે ચાર ઓવરમાં 19 રન આપીને ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. તેણે કોહલી, ગ્લેન મેક્સવેલને એક જ ઓવરમાં બોલ્ડ કરી દીધા હતા. ત્યારબાદ તેણે ડિવિલીયર્સની પણ મહત્વની વિકેટ ઝડપી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

હરપ્રિત બ્રાર પંજાબના મોગોમાં રહેનારો છે. એક સપ્તાહ પહેલા જ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ 25 વર્ષીય બ્રારની તુલના બોલીવુડના અક્ષય કુમાર સાથે કરી હતી. હકિકતમાં અક્ષય કુમારની આ તુલના ફિલ્મ સિંઘ ઈઝ બ્લીંગમાં અક્ષર કુમારના સરદાર વાળા લુકને કારણે થઈ હતી.

 

હરપ્રિત બ્રારને તે વાત પસંદ આવી નહોતી. તેણે ટ્રોલર્સને જવાબ આપવા સાથે અક્ષય કુમાર પર પણ ટોણો લગાવ્યો હતો. તેણે કહ્યુ હતુ કે, પૈસા માટે પાગડી નથી પહેરતા અમે. બ્રારે ઈન્સ્ટાગ્રામ ટાઈમ લાઇન પર સવાલ સાથે સ્ક્રિન શોટ સાથે પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા જવાબ આપ્યો હતો.

 

https://twitter.com/thisisbrar/status/1386251865227100166?s=20

 

વર્ષ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ સિંઘ ઈઝ બ્લીંગમાં અક્ષય કુમારે એક શીખનો રોલ નિભાવ્યો હતો. અક્ષય કુમારે જે ફિલ્મમાં પાઘડી પહેરી હતી. આ ફિલ્મ પંજાબીઓમાં ખૂબ લોકપ્રિય પણ થઈ હતી.

 

દેશમાં આ સમયે અનેક સ્થળો પર કિસાન આંદોલન ચાલી રહ્યુ છે. બ્રારે જે પોસ્ટમાં કિસાનોના સમર્થનમાં હેશટેગ પણ લખ્યુ હતુ. બ્રાર માટે આ ત્રીજી આઈપીએલ સિઝન છે, જોકે તેના કેરિયરમાં ફક્ત ચાર મેચ રમી છે. શુક્વારે તેણે આઈપીએલ 2021ની પ્રથમ મેચ રમી હતી.

 

આ પણ વાંચો: IPL 2021 MIvsCSK: પોલાર્ડની ધમાકેદાર બેટીંગ વડે ચેન્નાઈને 4 વિકેટે મુંબઈએ હરાવ્યુ

Published On - 12:02 am, Sun, 2 May 21

Next Article