IPL 2021: ચતેશ્વર પુજારાએ બતાવ્યો પોતાનો ગમતો શોટ, સાથે જ કહ્યુ ઋષભ પંતનો આ શોટ પોતે નથી રમી શકતો

|

Apr 06, 2021 | 10:51 AM

ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) માટે IPL 2021 ની સિઝન ખાસ રહેનારી છે. ચેતેશ્વર પુજારા આમ તો ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે ગણના કરવાાં આવે છે. તેઓ IPL ની ટુર્નામેન્ટમાં 7 વર્ષના લાંબા અરસા બાદ ફરીથી રમી રહ્યા છે.

IPL 2021: ચતેશ્વર પુજારાએ બતાવ્યો પોતાનો ગમતો શોટ, સાથે જ કહ્યુ ઋષભ પંતનો આ શોટ પોતે નથી રમી શકતો
Cheteshwar Pujara-Rishabh Pant

Follow us on

ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) માટે IPL 2021 ની સિઝન ખાસ રહેનારી છે. ચેતેશ્વર પુજારા આમ તો ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે ગણના કરવાાં આવે છે. તેઓ IPL ની ટુર્નામેન્ટમાં 7 વર્ષના લાંબા અરસા બાદ ફરીથી રમી રહ્યા છે. પુજારાને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની ટીમ દ્રારા તેની બેઝ પ્રાઇઝ 50 લાખ પર ખરિદવામાં આવ્યો છે.

પુજારાએ છેલ્લે આઇપીએલની 2014 ની સિઝનમાં ભાગ લીધો હતો. પુજારાએ આ વખતે પોતાને સાબિત કરવા માટે કોઇ જ કસર છોડવા માંગતા નથી. આ માટે જ પુજારા પણ મનમૂકીને ગ્રાઉન્ડમાં પ્રેકટીશ કરતો હોવાનુ જોવા મળી રહ્યુ છે. આ દરમ્યાન તેણે પોતાા ફેવરીટ શોટને લઇને પણ ખુલાસો કર્યો હતો.

મિડીયા રિપોર્ટ અનુસાર 33 વર્ષીય પુજારાએ કહ્યુ હતુ કે, તેને ફાઇન લેગના ઉપરથી સ્કૂપ શોટ રમવો ખૂબ સારો લાગે છે. તેના થી તેને પહેલા પણ આઇપીએલમાં રન મળ્યા છે. પુજારા એ પોતાના પસંદીત શોટને પણ બતાવ્યો હતો. પુજારાએ કહ્યુ હતુ કે તે મારો નિડર શોટ રહ્યો છે. તેણે અહી એ વાતનો પણ એકરાર કર્યો હતો કે, ભારતીય વિકેટકીપર ઋષભ પંત (Rishabh Pant) ની જેમ રિવર્સ સ્કૂપ શોટ નથી રમી શકતો.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

પુજારાએ ઋષભ પંતના વખાણ કરતા કહ્યુ હતુ કે, પંત ખૂબ જ આક્રમક ખેલાડી છે. તેણે પોતાની રમતમાં બદલાવ નહી કરવો જોઇએ. ગુજરાતી ક્રિકેટર પૂજારાએ કહ્યુ હતુ કે, જો પંત આવા જ શોટ રમતો રહ્યો તો તેના માટે કંઇ પણ ખોટુ નથી. પંતે પરિસ્થીતીના હિસાબ થી બેટીંગ કરવાની છે. જો તે આ રીતે જ રમવા માંગે છે તો પરેશાની શુ છે. તે પોતાની તાકાત પર અને ભરોસો કરીને જ સફળ થયો છે. તે સ્થિતીને જોઇને રમે છે અને તેમાં તે સફળ પણ રહ્યો છે. ડ્રેસિંગ રુમમાં અમે બધા અનોખા શોટ જોઇને દંગ રહી ગયા હતા, પરંતુ આ તેને અલગ બનાવે છે.

Published On - 10:50 am, Tue, 6 April 21

Next Article