IPL 2021: માહિની કેપ્ટનશીપમાં રમવાને લઇને ચેતેશ્વર પુજારાએ કહ્યુ, તે મારા માટે ભાવનાત્મક ક્ષણ રહેશે

|

Mar 31, 2021 | 2:17 PM

ઇન્ડીયન પ્રિમીયર લિગ (IPL) માં ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ફરી એકવાર ધમાલ મચાવનારો છે. ચેતેશ્વર પુજારા ને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) એ 50 લાખ રુપિયામાં ખરિદ કર્યો હતો. જોકે તે તેની બેઝ પ્રાઇઝ હતી.

IPL 2021: માહિની કેપ્ટનશીપમાં રમવાને લઇને ચેતેશ્વર પુજારાએ કહ્યુ, તે મારા માટે ભાવનાત્મક ક્ષણ રહેશે
Cheteshwar Pujara

Follow us on

ઇન્ડીયન પ્રિમીયર લિગ (IPL) માં ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ફરી એકવાર ધમાલ મચાવનારો છે. ચેતેશ્વર પુજારાને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) એ 50 લાખ રુપિયામાં ખરીદ કર્યો હતો. જોકે તે તેની બેઝ પ્રાઇઝ હતી. પુજારા 7 વર્ષ બાદ IPL મા પરત ફરી રહ્યો છે. અને તે માટે તેણે જબરદસ્ત તૈયારીઓ પણ કરી છે તેણે કહ્યું હતું કે, મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ની કેપ્ટનશીપમાં રમવુ તેમના માટે ભાવુક ક્ષણ હશે. તેણે કહ્યુ હતુ કે, મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં જ તેમનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ થયું હતું.

ચેન્નાઇ સપુર કિંગ્સ (CSK)ના માલિક એન શ્રીનિવાસનએ કહ્યુ હતુ કે, તે પુજારાને ઓકશનથી બહાર ના રાખી શકે. કારણ કે ઓસ્ટ્ર્લીયામાં ઐતિહાસિક જીતનો હિરો હતો તે પુજારાએ CSK તરફ થી રમવા ને લઇને કહ્યુ હતુ કે, શ્રીનિવાસનની આવી ટીપ્પણી તેમના માટે ખાસ છે. હું પોતાને સૌભાગ્યશાળી માનુ છુ કે, હું આવી ટીમનો હિસ્સો છું. હું ખુશકિસ્મત છુ કે, હું માહિ ની કેપ્ટનશીપમાં રમાનારો છું. કારણ કે મારુ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ ના સમયે તે મારા કેપ્ટન હતા. તેમણે આગળ પણ કહ્યુ હતુ કે, શ્રીનિવાસન જે લાંબા સમયથી ક્રિકેટ સાથે જોડાયેલા છે. જ્યારે તે મારા માટે આવી વાત કહે છે તો, ખૂબ સારુ લાગે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ક્રિકબઝ સાથે ની વાતચીત દરમ્યાન તેમણે કહ્યુ હતુ કે, મારા માટે આ એક ભાવનાત્મક ક્ષણ છે. અનુભવી બેટ્સમેન પુજારા એ વધારે T20 ક્રિકેટ રમી નથી. પુજારાએ કહ્યું હતું કે, તે પોતાને T20 રુપના એક ખેલાડીને રીતે ઓવરરેટ નથી કરી શકતો. હું નથી કહી શકતો કે, T20 ક્રિકેટરના રુપમાં હું ક્યાં ઉભો છુ. જોકે એક ક્રિકેટરના રુપમાં હું એક યોગ્ય સ્થાન પર ઉભો છું. ઘણી વધારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા બાદ મને ભરોસો છે કે, હું નાના ફોર્મેટમાં પણ સારુ પ્રદર્શન કરી શકીશ. મને લાગે છે કે, આઇપીએલમાં યોગ્ય સેટઅપનો હિસ્સો છું. ફેન્ચાઇઝી, કેપ્ટન અને સપોર્ટીંગ સ્ટાફ આ તમામ સારી બાબતો મારી સાથે છે. અહીં એવા અનેક લોકો છે, જે મને સારા પ્રદર્શન માટે માર્ગદર્શન કરી શકે છે.

Next Article