IPL 2021: ચેન્નાઇ સુપર કિંગ્સે જીતની હેટ્રીક લગાવ્યા બાદ મનાવ્યો જબરદસ્ત જશ્ન, જુઓ વિડીયો

|

Apr 22, 2021 | 11:01 AM

ઇન્ડીયન પ્રિમીયર લિગ 2021ની 15 મી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે મુંબઇમાં રમાઇ હતી. જેમાં કલકત્તાને ચેન્નાઇએ 18 રન થી હરાવ્યુ હતુ.

IPL 2021: ચેન્નાઇ સુપર કિંગ્સે જીતની હેટ્રીક લગાવ્યા બાદ મનાવ્યો જબરદસ્ત જશ્ન, જુઓ વિડીયો
Team Dhoni

Follow us on

ઇન્ડીયન પ્રિમીયર લિગ 2021 ની 15 મી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે મુંબઇમાં રમાઇ હતી. જેમાં કલકત્તાને ચેન્નાઇએ 18 રન થી હરાવ્યુ હતુ. પ્રથમ બેટીંગ કરતા ચેન્નાઇએ 3 વિકેટ ગુમાવીને 220 રન બનાવ્યા હતા. 221 રનના વિશાળ લક્ષ્યનો પિછો કરતા કલકત્તાની પુરી ટીમ 202 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.ચેન્નાઇ તરફ થી દિપક ચાહરે (Deepak Chahar) 4 ઓવરમાં 29 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેમના ઉપરાંત લુંગી એનગીડી (Lungi Ngidi) એ 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

ચેન્નાઇ ની ટીમે ત્યાર બાદ જીતનો ખૂબ જશ્ન મનાવ્યો હતો. KKR ની સામે જીત સાથે જ મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં CSK પોઇન્ટ ટેબલ પર ટોપ પર પહોંચી ચુકી છે. ચેન્નાઇની સતત આ ત્રીજી જીત છે. ચેન્નાઇ એ આઇપીએલ 2021 માં પોતાની પ્રથમ મેચમાં દિલ્હી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ ચેન્નાઇ એ ટુર્નામેન્ટમાં શાનદાર વાપસી કરી હતી. KKR ની વાત કરવામાં આવે તો ચાર મેચોમાં આ તેની ત્રીજી હાર છે. જે પોઇન્ટ ટેબલમાં આ સમયે છઠ્ઠા નંબર પર છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બુધવારે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કલકત્તાના કેપ્ટન ઇયોન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. ચેન્નાઇએ ઓપનર ફાફ ડુ પ્લેસીસના અણનમ 95 રનની મદદ થી 3 વિકેટ પર 220 રનનો સ્કોર ખડક્યો હકો. 221 રનના લક્ષ્યનો પિછો કરવાની શરુઆત કરતા 31 રન ના સ્કોર પર જ કલકત્તાની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઇ હતી. ત્યાર બાદ આંદ્રે રસેલ અને કમિન્સે તોફાની રમત રમીને મેચને જીવંત કરી દીધી હતી. જોકે તેમની આ રમત જીતની નજીક આવી પહોંચી હતી પરંતુ જીત મેળવી શકી નહી.રસેલે 54 રન અને કમિન્સે 66 રનની ઇનીંગ રમી હતી.

Next Article