IPL 2021: બ્રાયન લારાને મુંબઇ ઇન્ડીયન્સના પ્રદર્શનને લઇને સતાવવા લાગી ચિંતા, કહ્યુ ડર લાગે છે

|

Apr 29, 2021 | 4:42 PM

આઇપીએલ 2021 માં પાંચ વખત ચેમ્પિયન બની ચુકેલી મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ની ટીમનુ પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યુ છે.

IPL 2021: બ્રાયન લારાને મુંબઇ ઇન્ડીયન્સના પ્રદર્શનને લઇને સતાવવા લાગી ચિંતા, કહ્યુ ડર લાગે છે
Brian Lara

Follow us on

આઇપીએલ 2021 માં પાંચ વખત ચેમ્પિયન બની ચુકેલી મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ની ટીમનુ પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યુ છે. રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટનશીપ ધરાવતી આ ટીમ એ અત્યાર સુધીમાં પાંચ મેચ રમી છે, જેમાં ત્રણ મેચ મુંબઇ હારી ચુક્યુ છે. આમ માત્ર બે મેચમાં જ જીત મેળવી છે. મુંબઇ ઇન્ડીયન્સ ને લઇને વેસ્ટઇન્ડીઝ ના પૂર્વ ક્રિકેટર અને દિગ્ગજ બેટ્સમેન રહેલા બ્રાયન લારા (Brian Lara) ને મનમાં ડર વ્યાપી રહ્યો છે. લારાનુ માનવુ છે કે, IPL ના આગળના તબક્કામાં મેચ હવે નવી દિલ્હી અને અમદાવાદમાં રમાઇ રહી છે. ટીમો ને આવામાં નવા વેન્યુ ના હિસાબ થી ઢળવામાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

લારાએ એક સ્પોર્ટ્સ શોમાં કહ્યુ હતુ કે, મારો મતલબ એ છે કે આ ટુર્નામેન્ટ એવી છે કે, જેમાં કંઇ પણ કહી શકવુ એ મુશ્કેલ છે. મને લાગે છે કે, જે ટીમો જેમ કે આરસીબી સતત જીતી રહી છે તે દરેક વેન્યુ પર પુરા આત્મવિશ્વાસ સાથે જશે. મને લાગે છે કે, જે ટીમ પાસે આત્મવિશ્વાસ નહી હોય તે નવા સ્થળ પર એક પરેશાનીના રુપમાં જોવા મળશે. તેમને પિચમાં પણ પરેશાની નજર આવશે. હું મુંબઇ ઇન્ડીયન્સને લઇને વધારે ચિંતીત છુ. તે એક નવા જ વેન્યુ પર ગયા છે, જ્યાં તેમનુ પ્રદર્શન કેવુ રહે છે. હું આ એક ટીમને લઇને ડરેલો છુ.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

મુંબઇ ઇન્ડીયન્સ એ આજે દિલ્હીમાં રાજસ્થાન રોયલ્સ થી ટકરાવવાનો છું. મુંબઇ ઇન્ડીયન્સ પાંચ મેચમાં બે જીત અને ચાર પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલ પર નેટ રન રેટને આધારે ચોથા સ્થાન પર છે. જ્યારે રાજસ્થાન પાંચ મેચમાં બે જીત અને ચાર પોઇન્ટ સાથએ સાતમાં સ્થાન પર છે. મુંબઇનો નેટ રન રેટ સારો છે, જેને લઇને ટીમને ટોપ 4 માં સ્થાન મળ્યુ છે. રાજસ્થાન સામે રમાઇ રહેલી મેચમાં ટોસ જીતીને મુંબઇ એ પહેલા બોલીંગ પસંદ કરી છે.

Next Article