IPL 2021: કોમેન્ટ્રી કરવા ભારતમાં રહેલા બ્રેટ લીએ સ્ટાયરિસના મસ્ત વાળ કાપ્યા, પૈસા પણ માંગ્યા

|

Apr 15, 2021 | 10:21 PM

એક સમય હતો, જ્યારે તેમના હાથમાંથી બોલ છુટતો હતો, તે વેળા તેમાં ઝડપ હતી. આજે તેમના હાથ ઝડપથી વાળ કાપી રહ્યા છે. આ બધુ કોરોનાકાળની અસર છે.

IPL 2021: કોમેન્ટ્રી કરવા ભારતમાં રહેલા બ્રેટ લીએ સ્ટાયરિસના મસ્ત વાળ કાપ્યા, પૈસા પણ માંગ્યા
Brett Lee-Styris

Follow us on

એક સમય હતો, જ્યારે તેમના હાથમાંથી બોલ છુટતો હતો, તે વેળા તેમાં ઝડપ હતી. આજે તેમના હાથ ઝડપથી વાળ કાપી રહ્યા છે. આ બધુ કોરોનાકાળની અસર છે. હાલમાં કોરોનાકાળમાં એ તો સંભવ નથી કે IPL 2021ના બાયોબબલથી નિકળીને હેયર કટીંગ કરવા માટે જઈ શકાય જોકે બ્રેટ લી (Brett Lee)એ પોતે જ વાળ કાપવા માટેની જહેમત ઉઠાવી લીધી છે અને શરુ કરી દીધુ વાળ પર ધારદાર કટીંગ કરવાના શસ્ત્ર ચલાવવાનું.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

IPLમાં કોમેન્ટ્રી કરવા માટે ભારત આવેલા પૂર્વ ઓસ્ટ્રેલીયાઈ ઝડપી બોલરના હાથમાં ક્રિકેટ સાથે જોડેયેલી ચીજો સિવાય ગિટાર પણ જોવા મળતુ હતુ. પરંતુ ક્યારેય જાતે વાળ કાપતા નથી જોયો. જોકે બાયોબબલમાં તે આ કામ ખૂબ જ આનંદથી કરતા નજર આવ્યા હતા. તે એક પરફેક્ટ હેયર સ્ટાઈલીસ્ટની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

 

સ્કોટ સ્ટાયરિસના બ્રેટ લીએ હેર કટ કર્યા

હવે જ્યારે વાળ કાપવાના શસ્ત્ર ઉઠાવી જ લીધા છે તો તેણે પોતાનો લુક પણ બદલી લીધો છે. બ્રેટ લીએ પહેલા હેયર કટ ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર સ્કોટ સ્ટાયરિસ (Scott Styris)નું કર્યુ હતુ. એ પણ જોઈ લો કે તે કેટલી સ્ફૂર્તીથી આ કામ કરી રહ્યા છે. એટલે કે મસ્ત રીતે તેના હાથ સ્ટાયરિસના બાલ પર ચાલી રહ્યા છે. જાણે કે એક અનુભવી હેયર ડ્રેસર ના હોય. જોકે બ્રેટ લીના હેયર સ્ટાઈલીસ્ટ બનેલો વીડિયો સ્કોટ સ્ટાયરીસએ ખુદ એ શેર કર્યો છે. તેમણે વીડિયો શેર કરવાનું કારણ પણ બતાવ્યુ હતુ કે બ્રેટ લીને કેમ આ કામ કરવા માટે ઉતરવુ પડ્યુ હતુ.

 

સ્ટાયરિસથી હેયર કટના બદલે માંગ્યા ડોલર
જોકે આ દરમ્યાન મજેદાર વાત તો એ થઈ હતી કે સ્કોટ સ્ટાયરિસને હેયરકટ કરી આપવા બાદ બ્રેટ લી એ તેમની પાસે મહેનતાણા પેટેની રકમ પણ માંગી હતી. તે પણ ભારતીય રુપિયામાં નહીં પરંતુ ડોલરમાં, બ્રેટ લીએ પુરો વીડિયો શેર કરતા લખ્યુ હતુ કે, ડોલરને ફ્રિઝ પર મૂકી દેજો.

https://twitter.com/BrettLee_58/status/1382636538064822274?s=20

 

આઈપીએલ કોમેન્ટેટર છે બંને ક્રિકેટર
લાગે છે કે આઈપીએલ 2021 દરમ્યાન બ્રેટ લી અને સ્કોટ સ્ટાયરીસ બંને એક જ રુમમાં રહી રહ્યા છે. ત્યારે તો બ્રેટ લી તેમને ડોલર ફ્રીઝ પર રાખવા માટે કહી રહ્યો છે. આ બંને પૂર્વ ક્રિકેટર IPL 2021ની ઈંગ્લીશ કોમેન્ટરી પેનલના હિસ્સો છે.

 

આ પણ વાંચો: IPL 2021 RR vs DC: જયદેવ ઉનડકટે દિલ્હીની કમર તોડી, દિલ્હીએ રાજસ્થાન સામે 147 રન કર્યા, પંતની ફીફટી

Next Article