IPL 2021: ચેન્નાઇ સુપર કિંગ્સને મોટો ઝટકો, જોશ હેઝલવુડ વ્યસ્તતાનું કારણ ધરી ટુર્નામેન્ટમાંથી હટી ગયો

|

Apr 01, 2021 | 8:39 AM

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL 2021) ની 14મી સિઝન શરુઆત પહેલા જ ચેન્નાઇ સુપર કિંગ્સને (Chennai Super Kings) મોટો ઝટકો લાગ્યો છે. ક્રિકબઝ ની ખબર મુજબ ટીમના ઝડપી બોલર જોશ હેઝલવુડ (Josh Hazlewood) એ IPL 2021 માંથી હટી જવાનો નિર્ણય કર્યો છે.

IPL 2021: ચેન્નાઇ સુપર કિંગ્સને મોટો ઝટકો, જોશ હેઝલવુડ વ્યસ્તતાનું કારણ ધરી ટુર્નામેન્ટમાંથી હટી ગયો
Josh Hazlewood

Follow us on

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL 2021) ની 14મી સિઝન શરુઆત પહેલા જ ચેન્નાઇ સુપર કિંગ્સને (Chennai Super Kings) મોટો ઝટકો લાગ્યો છે. ક્રિકબઝની ખબર મુજબ ટીમના ઝડપી બોલર જોશ હેઝલવુડ (Josh Hazlewood) એ IPL 2021 માંથી હટી જવાનો નિર્ણય કર્યો છે. આ માટે હેઝલવુડ એ કારણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત શીડ્યૂલને આગળ ધર્યુ છે. ગઇ સિઝન દરમ્યાન તે UAE માં રમાયેલી ટુર્નામેન્ટમાં તે ચેન્નાઇ સુપર કિંગ્સનો હિસ્સો હતો. હેઝલવુડનુ પ્રદર્શન ભારત સામે પણ સારુ રહ્યુ હતુ.

હેઝલવુડ એ ક્રિકેટ.કોમ.એયૂ સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે, પાછળના દશેક મહીના થી અલગ અલગ સમયે બાયોબબલ અને ક્વોરન્ટાઇન હેઠળ રહ્યો છુ. જેને લઇને હવે ક્રિકેટ થી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. કારણ કે ઘર અને ઓસ્ટ્રેલીયામાં આગળના બે મહિના કેટલોક સમય વિતાવી શકુ. આગળ ઘણી મોટી વિન્ટર સિઝન આવનાર છે. વેસ્ટઇન્ડીઝ નો પ્રવાસ પણ ઘણો લાંબો થનારો છે, બાંગ્લાદેશ સામે T20 સિરીઝ પણ આ વર્ષના અંતમાં રમાનારી છે. તેના બાદ T20 વિશ્વકપ અને ત્યાર બાદ એશીઝ સિરીઝ રમાનારી છે. આમ આગળના 12 મહિના ક્રિકેટ માટે ભરપૂર અને મોટા આવનાર છે. ઓસ્ટ્રેલીયાની સાથે રહેતા હું પોતાને માનસિક અને શારીરિક રીતે તૈયાર રાખવા માંગુ છુ. આ માટે મે નિર્ણય કર્યો છે તે, મારા માટે ઘણો સારો નિવડશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

હેઝલવુડ ના અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ની ટીમ તરફ થી મિશેલ માર્શ (Mitchell Marsh) એ પણ કોરોના પ્રોટોકોલમાં લાંબો સમય રહેવાને લઇને IPL 2021 થી હટી જવાનો નિર્ણય કર્યો હતો. જેના સ્થાને હૈદરાબાદની ટીમ એ જેસન રોય (Jason Roy) ને ટીમમાં સમાવેશ કર્યો હતો. જેસન રોય નુ પ્રદર્શન તાજેતરમાં જ ભારત સામે મર્યાદિત ઓવરો દરમ્યાન ખૂબ સારુ રહ્યુ હતુ. રોય આઇપીએલ માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વતી થી પણ રમી ચુક્યો છે.

Next Article