IPL 2021: ટુર્નામેન્ટની બાકીની મેચ ઇંગ્લેંડમાં રમાડવાને લઇને BCCIની કોઇ ઇચ્છા નહી, યુએઇ રહેશે પહેલી પસંદ

|

May 20, 2021 | 9:24 AM

આગામી 29 મે એ BCCI ની વાર્ષિક સાધારણ સભા (AGM) યોજાનાર છે. જેમાં આઇપીએલ ની ટૂર્નામેન્ટના આગળના આયોજન થી લઇને T20 વિશ્વકપ (World Cup) ના આયોજનને લઇને ચર્ચાઓ થશે. જોકે આ દરમ્યાન ઇંગ્લેંડમાં IPL 2021 ના આયોજનને લઇને પણ જાણકારી સામે આવવા લાગી છે.

IPL 2021: ટુર્નામેન્ટની બાકીની મેચ ઇંગ્લેંડમાં રમાડવાને લઇને BCCIની કોઇ ઇચ્છા નહી, યુએઇ રહેશે પહેલી પસંદ
IPL Cup

Follow us on

આગામી 29 મે એ BCCI ની વાર્ષિક સાધારણ સભા (AGM) યોજાનાર છે. જેમાં આઇપીએલ ની ટૂર્નામેન્ટના આગળના આયોજન થી લઇને T20 વિશ્વકપ (World Cup) ના આયોજનને લઇને ચર્ચાઓ થશે. જોકે આ દરમ્યાન ઇંગ્લેંડમાં IPL 2021 ના આયોજનને લઇને પણ જાણકારી સામે આવવા લાગી છે. ઇંગ્લેંડની કેટલીક કાઉન્ટી ક્રિકેટ દ્રારા આઇપીએલ ની બાકી રહેલી 31 મેચોનુ આયોજન તેમના મેદાનો પર યોજવાને લઇને પ્રસ્તાવ રાખ્યો હતો. જોકે તેને લઇને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ને તે પ્રકારે આયોજન કરવામાં કોઇ રસ નથી.

મીડિયા રિપોર્ટસનુસાર બીસીસીઆઇ ના એક પદાધીકારીએ કહ્યુ હતુ કે, હાલમાં કંઇજ નક્કિ નથી. બેઠકમાં ચર્ચા દરમ્યાન તેને ઉકેલવામાં આવશે. જ્યારે ઇંગ્લેંડમાં આઇપીએલ યોજવાને લઇને કોઇ આયોજન નથી. જો આઇપીએલ માટે બાકી રહેલી સિઝનની મેચોને વિદેશમાં યોજવાનુ આયોજન હશે તો, તે માટે યુએઇ જ વિકલ્પ હશે. ઉલ્લેખનીય છે કે, આઇપીએલ સ્થગીત કરવા સુધી 29 મેચ રમાઇ હતી, જ્યારે 31 મેચ રમાવાની બાકી છે.

ઓક્ટોબર-નવેમ્બરમાં આયોજીત ટી20 વિશ્વકપ ના આયોજને લઇને પણ કહેવાયુ હતુ કે, અમે ઇચ્છીએ છીએ કે, તે ભારતમાં જ આયોજીત કરવામાં આવે. જોકે ત્યાં સુધીમાં કોરોનાની સ્થિતી કેવી હશે તેને લઇને કંઇ કહી શકાય એમ નથી. અમે આઇસીસી ને કહીશુ કે, હાલમાં ભારતમાં જ યોજવા પર આગળ વધવામાં આવે. અંતિમ સમયમાં પરિસ્થિતીઓના હિસાબ થી પરિવર્તન કરવુ પડે તો તેમ કરીશુ. આઇસીસી એ પહેલા થી જ યુએઇ ને વૈકલ્પિક આયોજન સ્થળ બનાવી રાખ્યુ છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

આઇપીએલ બાયોબબલમાં કોરોના સંક્રમણ ફેલાવવાને લઇને ટુર્નામેન્ટને સ્થગીત કરી દેવાઇ હતી. કલકત્તા નાઇટ રાઇડર્સ, દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સના સપોર્ટ સ્ટાફ, બોલીંગ કોચને કોરોના સંક્રમણ જણાતા ટુર્નામેન્ટને તુરતજ અટકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે બાયોબબલમાં કેવી રીતે કોરોના સંક્રમણ ફેલાવવા લાગ્યુ તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યુ નથી. તો બીજી તરફ અધવચ્ચે ટુર્નામેન્ટ અટકવાને લઇને બીસીસીઆઇ એ પણ ખૂબ જ નુકશાન વેઠવાની સ્થિતી સર્જાઇ હતી. આ ઉપરાંત ફેન્ચાઇઝીઓએ પણ મુશ્કેલીઓ વેઠવી પડી હતી. તેમજ વિદેશી ખેલાડીઓ પણ સ્વદેશ પરત ફરવાને લઇને સમસ્યા ભોગવી હતી.

Next Article