IPL 2021 Auction : સૌથી મોંઘો ગુજરાતી ખેલાડી ચેતન સાકરિયા, 1.2 કરોડમાં રાજસ્થાન ટીમે ખરીદ્યો

|

Feb 18, 2021 | 6:55 PM

IPL 2021 Auction : અનકેપ્ડ ફાસ્ટ બોલર ચેતન સાકરીયા રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે બોલી લાગી હતી. સાકરીયાની બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા છે.

IPL 2021 Auction : સૌથી મોંઘો ગુજરાતી ખેલાડી ચેતન સાકરિયા, 1.2 કરોડમાં રાજસ્થાન ટીમે ખરીદ્યો

Follow us on

IPL 2021 Auction : ફાસ્ટ બોલર ચેતન સાકરિયા 1.2 કરોડ રૂપિયામાં ખરીદાયો

અનકેપ્ડ ફાસ્ટ બોલર ચેતન સાકરીયા રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે બોલી લાગી હતી. સાકરીયાની બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા છે. સૌથી પહેલા RCBએ 95 લાખની બોલી લગાવી. બાદમાં રાજસ્થાન ટીમે ૧.૨ કરોડની ચેતન સાકરિયા પર બોલી લગાવી હતી. આમ,રાજસ્થાન ટીમે ચેતન સાકરીયાને 1.2 કરોડમાં ખરીદ્યો છે. સાકરિયાએ 16 ટી 20 મેચોમાં 28 વિકેટ ઝડપી છે.

ચેન્નઈમાં આઈપીએલની આગામી સીઝન (IPL 2021) માટે ખેલાડીઓની હરાજી ચાલી રહી છે. આઈપીએલ યુવા ખેલાડીઓ માટેનું શાનદાર મંચ છે. અહીં ખેલાડી પોતાની પ્રતિભાનો પરિચય વિશ્વ સમક્ષ કરી શકે છે. ત્યારે આજે હરાજીમાં સૌરાષ્ટ્રના એક યુવા ખેલાડી ચેતન સાકરિયાને લોટરી લાગી છે. તેને રાજસ્થાન રોયલ્સે 1.20 કરોડ આપીને તેની ટીમમાં સામેલ કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

કોણ છે ચેતન સાકરિયા
ચેતન સાકરિયાની બેઝ પ્રાઇઝ માત્ર 20 લાખ રૂપિયા હતી. પરંતુ તેને 1.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. ચેતન સાકરિયા સૌરાષ્ટ્રની ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે. તે ડાબોડી ફાસ્ટ બોલર છે. તે નાના ફોર્મેટમાં દમદાર બોલિંગ કરવા માટે જાણીતો છે. હવે તે સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટ સાથે રાજસ્થાનની ટીમમાં રમશે.

 

ગુજરાતી ખેલાડી રિપલ પટેલને 20 લાખમાં દિલ્હીની ટીમે ખરીદ્યો

ગુજરાતના વડોદરાના ખેલાડી રિપલ પટેલની બોલી લાગી છે. ઓલરાઉન્ડર રિપલ પટેલને દિલ્હીની ટીમે ખરીદ્યો છે. ઓલરાઉન્ડર રિપલ પટેલને 20 લાખમાં ખરીદ્યો છે. રિપલ પટેલની બેઝ પ્રાઇઝ પણ 20 લાખ રૂપિયા છે.

વિષ્ણુ સોલંકી અને અતિત શેઠનો કોઇ ખરીદદાર નહી

જયારે વડોદરાના બેટસમેન વિષ્ણુ સોલંકીને કોઇએ ખરીદ્યો નથી. સૌથી વધારે આશાસ્પદ ખેલાડી વિષ્ણુ સોલંકીનો કોઇ ખરીદદાર ન થયો. આમ, વિષ્ણુ પટેલ અનસોલ્ડ જ રહ્યો છે.

જયારે ગુજરાતના જ અતિત શેઠનો પણ કોઇ ખરીદદાર ન રહ્યો, જેમની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા છે. આમ, અતિત શેઠ અનસોલ્ડ રહ્યાં છે.

શિલ્ડન જેક્શન અને લુકમાનની 20 લાખમાં ખરીદી, કેદાર દેવધર રહ્યો અનસોલ્ડ

જયારે ગુજરાતી ખેલાડી, વિકેટ કિપર શિલ્ડન જેકસન 20 લાખમાં કેકેઆરની ટીમે ખરીદ્યો છે.

જયારે અન્ય ગુજરાતી ખેલાડી, બોલર લુકમાન હુસૈન માલાવાલા 20 લાખમાં દિલ્હી કેપિટલ્સની ટીમે ખરીદ્યો છે

વડોદરા ટીમના કપ્તાન કેદાર દેવધરના કોઈ ખરીદદાર ન હતા. જેમની બેસ પ્રાઇસ 20 લાખ રૂપિયા છે.

Published On - 5:44 pm, Thu, 18 February 21

Next Article