IPL 2021: રાજસ્થાન રોયલ્સ પર દુઃખનો પહાડ તુટ્યો, બાયોબબલથી થાકી સ્ટાર ઓલરાઉન્ડરે છોડ્યો સાથ

|

Apr 21, 2021 | 12:10 PM

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની મુશ્કેલીઓ ઓછુ થવાનુ નામ નથી લઇ રહી. બેન સ્ટોક્સ (Ben Stokes) IPL 2021 ની બહાર થઇ જવાનો મોટો ઝટકો રાજસ્થાન વેઠી ચુક્યુ છે.

IPL 2021: રાજસ્થાન રોયલ્સ પર દુઃખનો પહાડ તુટ્યો, બાયોબબલથી થાકી સ્ટાર ઓલરાઉન્ડરે છોડ્યો સાથ
Rajasthan Royals

Follow us on

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની મુશ્કેલીઓ ઓછુ થવાનુ નામ નથી લઇ રહી. બેન સ્ટોક્સ (Ben Stokes) IPL 2021 ની બહાર થઇ જવાનો મોટો ઝટકો રાજસ્થાન વેઠી ચુક્યુ છે. આ પહેલા પણ જોફ્રા આર્ચર (Joffra Archer) ઇજાને લઇને બહાર છે. હવે વધુ એક ઝટકો લિયામ લિવિંગસ્ટોનને લઇને લાગ્યો છે. આ સ્ટાર ઓલ રાઉન્ડર લિયામ લિવિંગસ્ટોન (Liam Livingstone) બાયો-બબલ થી થાકી જવાને લઇને હવે તે પોતાના ઘરે પરત ફર્યો છે. જોફ્રા આર્ચર પણ હજુ સુધી ફીટ થઇને પરત ફરી શક્યો નથી. રાજસ્થાનની ટીમ હાલમાં પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર સ્થાન ધરાવે છે.

રાજસ્થાન રોયલ્સ એ પોતાના ટ્વીટર હેન્ડર દ્રારા લિયામ લિવિંગસ્ટોનને લઇને જાણકારી આપી હતી. લિયાન લિવિંગસ્ટોન પાછળના કેટલાક સમય થી સતત બબલ ના થાકને લઇને ગઇકાલ રાતે પોતાના ઘરે પરત ફર્યો છે. અમે તેમના નિર્ણયને સમજીએ છીએ અને તેનુ સન્માન કરી છીએ. અમે તેમને દરેક પ્રકારે સપોર્ટ કરતા રહીશુ. રાજસ્થાન ને પોતાની અંતિમ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે હરાવ્યુ હતુ. રવિન્દ્ર જાડેજા અને મોઇન અલીના પ્રદર્શન સામે રાજસ્થાનની બેટીંગ લાઇન વિખરાઇ ગઇ હતી. રાજસ્થાને સિઝનમાં 3 મેચ રમી છે. જેમાં એક જ મેચને રાજસ્થાનની ટીમ જીતવામાં સફળ રહી છે. જ્યારે બે મેચમાં ટીમે હારનો સામનો કર્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

હાલમાં કોરોનાને લઇને ક્રિકેટ મેચના આયોજન બાયોબબલમાં વચ્ચે થઇ રહ્યા છે. તમામ ટીમો અને ટીમના સપોર્ટ સ્ટાફને સતત બાયોબબલ માં રાખવામાં આવે છે. હાલમાં કોરોનાના વધતા પ્રમાણ વચ્ચે આઇપીએલ 2021 ચુસ્ત બાયોબબલ વચ્ચે રમાઇ રહી છે. તમામ ટીમો હાલમાં આકરા બાયોબબલમાં રહે છે. રાજસ્થાન રોયલ્સ સિઝનની તેની ચોથી મેચ ગુરુવારે વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ સામે રમશે. મુંબઇ ના વાનખેડેમાં રમાનારી આ મેચ ને જીતવા રાજસ્થાને કમર કસી દેવી પડશે.

Next Article