IPL 2021: ઋષભ પંત સાથે ચર્ચામાં રહેલી એકટ્રેસ ઉર્વશી રૌતેલા ફેંસના સવાલથી અકળાઇ ગઇ, આપ્યો આવો જવાબ

|

Apr 04, 2021 | 10:12 AM

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) નો યુવાન કેપ્ટન અને ચર્ચામા છવાયેલો ટીમ ઇન્ડીયા (Team India) નો ક્રિકેટર ઋષભ પંત (Rishabh Pant), આજકાલ તેની બેટીંગ અને કિપીંગ નહી પણ અન્ય રીતે ચર્ચાઓમાં છે.

IPL 2021: ઋષભ પંત સાથે ચર્ચામાં રહેલી એકટ્રેસ ઉર્વશી રૌતેલા ફેંસના સવાલથી અકળાઇ ગઇ, આપ્યો આવો જવાબ
Urvashi Rautela-Rishabh Pant

Follow us on

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) નો યુવાન કેપ્ટન અને ચર્ચામા છવાયેલો ટીમ ઇન્ડીયા (Team India) નો ક્રિકેટર ઋષભ પંત (Rishabh Pant), આજકાલ તેની બેટીંગ અને કિપીંગ નહી પણ અન્ય રીતે ચર્ચાઓમાં છે. ઋષભ પંત તેના જૂના અફેયરને લઇને પણ ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલો રહેવા લાગ્યો છે, પરંતુ અલગ પ્રકારે. વાત જાણે એમ છે કે, બોલીવુડ એકટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) પંત સાથે અફેયરમાં હોવાની ખૂબ ચર્ચાઓ ગરમ રહી ચુકી છે. જોકે ક્યારેય આ બંનેએ એકબીજાના સંબંધોને લઇને ખૂલીને ચર્ચા કરી નથી.

ઋષભ પંત અને ઉર્વશી રૌતેલાને 2019માં બંનેને એક સાથે જોવામાં આવ્યા હતા, તેના બાદ તેમના રિલેશનશિપને લઇને સમાચારો વહેતા થવા લાગ્યા હતા. સોશિયલ મિડીયા પણ તેમના બંને સંબંધોને લઇને ચર્ચાઓ જામવા લાગી હતી. આ દરમ્યાન સમાચાર એ પણ આવ્યા કે હવે બંને જુદા પડી ગયા છે અને બંને પોતાની અલગ દિશા તરફ મોં ફેરવી લીઘુ છે. તો વળી વાત તો એટલે સુધી બહાર આવવા લાગી કે ઋષભ પંતે ઉર્વશીનુ વ્હોટસેપ જ બ્લોક કરી દીધુ છે.

27 વર્ષીય ઉર્વશી રૌતેલા ફરી એકવાર ચર્ચાઓમાં આવવા લાગી છે. હાલમાં જ ઉર્વશીએ સોશિયલ મિડીયા પર સવાલ જવાબનુ એક સેશનનુ આયોજન કર્યુ હતુ, હવે ખુલ્લા સેશનમાં તો ફેંસ પણ તેમના વિશે સ્વાભાવિક જ સવાલ તો કંઇ પણ અને કોઇપણ પુછવાના, થયુ પણ એવુ જ. કોઇએ તેના પર્સનલ અને અને પ્રોફેશનલ લાઇફ વિશે પૂછી લીધુ. જેમાં એક ફેંસ એ પૂછ્યુ કે તમારો પસંદગીનો ક્રિકેટર કયો છે. ઉર્વશીએ સીધો તો જવાબ ના આપ્યો પરંતુ કહ્યુ કે, ક્રિકેટ નથી જોતી તે, તેમજ કોઇ ક્રિકેટરને ઓળખતી પણ નથી. સાથે જ તેણે એ પણ કહ્યુ કે, સચિન સર અને વિરાટ સર પ્રત્યે ખૂબ જ સન્માન છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ક્રિકેટ કેરિયરમાં ઋષભ પંત ખૂબ જ ખરાબ સમય થી 2019માં પસાર થઇ રહ્યો હતો. તે ખરાબ ફોર્મમાં હતો, તેને શ્રીલંકા સામે રમાયેલી ત્રીજી અને અંતિમ T20 મેચમાં પ્લેયીંગ ઇલેવનમાં મોકો પણ મળ્યો નહોતો. જેને લઇને તે ખૂબ જ ચિતામાં રહેતો હતો. આ દરમ્યાન એવી અટકળો ઉભી થઇ હતી કે, ચિંતાને લઇને જ તેણે ઉર્વશીને વ્હોટસેપ પર બ્લોક કરી દીધી હતી. જોકે પંત હવે સ્ટાર ખેલાડી બની ચુક્યો છે. તેણે ઓસ્ટ્રેલીયા અને ઇંગ્લેંડ સામે શાનદાર પ્રદર્શન કર્યુ છે. હવે તેને આઇપીએલમાં દિલ્હીની કેપ્ટનશીપ પણ સોંપવામાં આવી છે.

Next Article