IPL 2021: દિલ્હી કેપિટલ્સ સામે અર્ધશતક ફટકારવા સાથે એબી ડિવિલીયર્સે આ ખાસ ઉપલબ્ધી હાંસલ કરી

|

Apr 27, 2021 | 11:57 PM

આઈપીએલ 2021ની સિઝનની 22મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. ટોસ ગુમાવીને આરસીબીએ પ્રથમ બેટીંગ કરતા શરુઆત સારી રહી નહોતી.

IPL 2021: દિલ્હી કેપિટલ્સ સામે અર્ધશતક ફટકારવા સાથે એબી ડિવિલીયર્સે આ ખાસ ઉપલબ્ધી હાંસલ કરી
AB de Villiers

Follow us on

આઈપીએલ 2021ની સિઝનની 22મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. ટોસ ગુમાવીને આરસીબીએ પ્રથમ બેટીંગ કરતા શરુઆત સારી રહી નહોતી. કેપ્ટન વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલ બંને પાવરપ્લે દરમ્યાન જ વિકેટ ગુમાવી બેઠા હતા. તેના બાદ ગ્લેન મેક્સવેલે પણ સારા શોટ્સ રમ્યા હતા.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

પરંતુ 25 રન જ કરીને વિકેટ ગુમાવી હતી. એબી ડિવિલીયર્સે એક વાર ફરીથી આરસીબી માટે સંકટ મોચક ભૂમિકા અદા કરી હતી. તેણે ઈનીંગને સંભાળવાની સફળ કોશિષ કરી હતી. તેણ ફીફટી કરવા સાથે આઈપીએલમાં 5 હજાર રન પણ પૂરા કર્યા હતા.

 

ડિવિલીયર્સે ખાસ ઉપલબ્ધી અક્ષર પટેલના બોલ પર સિક્સર ફટકારીને મેળવી હતી. તેણે 5 હજાર રન જે સિક્સર સાથે પૂરા કર્યા હતા. આઈપીએલમાં આ પ્રકારની ઉપલબ્ધી હાંસલ કરનારો તે છઠ્ઠો બેટ્સમેન છે. આઈપીએલમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. જેણે હાલની સિઝનમાં જ T20 લીગમાં 6 હજાર રન પૂરા કર્યા હતા.

 

કોહલી બાદ આ યાદીમાં સુરેશ રૈના, શિખર ધવન, રોહિત શર્મા અને ડેવિડ વોર્નરના નામ સામેલ છે. મિસ્ટર 360ના નામથી જાણીતો ડિવિલીયર્સે આઈપીએલમાં અત્યાર સુધીમાં 3 શતક અને 39 અર્ધશતક પણ લગાવ્યા છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં ડિવિલિયર્સે 4 ઈનીંગમાં 129 રન બનાવ્યા છે. જેમાં તેણે કલકત્તા સામે 78 રનની તોફાની ઈનીંગ રમી હતી.

 

આ પણ વાંચો: IPL 2021 DCvsRCB: દિલ્હી સામે બેંગ્લોરનો 1 રને રોમાંચક વિજય, હેયટમેર અને પંતની ફિફટી એળે ગઈ

Next Article