IPL 2020: વોર્નરની સ્ટાર પાવર સનરાઈઝર્સ હૈદરાબાદ છે શક્તિશાળી, જાણો ટીમ સંબંધિત મોટી વાતો

|

Sep 18, 2020 | 4:18 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધી 6 ટીમો ખિતાબ જીતી ચૂકી છે. આમાંનું એક નામ સનરાઈઝર્સ હૈદરાબાદનું પણ છે. 2013માં અસ્તિત્વમાં આવેલી ટીમે બાકીની લીગની સરખામણીએ દરેક સિઝનમાં સારું પ્રદર્શન કર્યું છે અને ટીમ ઘણી વાર પ્લે ઓફમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે. આ સિઝનમાં પણ ટીમ ફરી એક વખત ટાઈટલ મેળવવા માટેની હરીફાઈ કરશે […]

IPL 2020: વોર્નરની સ્ટાર પાવર સનરાઈઝર્સ હૈદરાબાદ છે શક્તિશાળી, જાણો ટીમ સંબંધિત મોટી વાતો

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધી 6 ટીમો ખિતાબ જીતી ચૂકી છે. આમાંનું એક નામ સનરાઈઝર્સ હૈદરાબાદનું પણ છે. 2013માં અસ્તિત્વમાં આવેલી ટીમે બાકીની લીગની સરખામણીએ દરેક સિઝનમાં સારું પ્રદર્શન કર્યું છે અને ટીમ ઘણી વાર પ્લે ઓફમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે. આ સિઝનમાં પણ ટીમ ફરી એક વખત ટાઈટલ મેળવવા માટેની હરીફાઈ કરશે અને ટીમના રેકોર્ડને જોતા એમ કહી શકાય કે આઈપીએલ 2020માં આ ટીમને હરાવી દેવી કોઈપણ ટીમને માટે સરળ નહીં હોય. ડેવિડ વોર્નર, કેન વિલિયમસન, ભુવનેશ્વર કુમાર જેવા ખેલાડીઓના કારણે 2016ના ચેમ્પિયન હૈદરાબાદ ચાહકોમાં ખૂબ પસંદ છે. અહીં તમને સનરાઈઝર્સ (એસઆરએચ)નો અત્યાર સુધીનો દેખાવ, વર્તમાન ટીમ અને આઈપીએલના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓ વિશેની બધી જ માહિતી અહીં આપીશુ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

SRH ટીમનો રેકોર્ડ

સનરાઈઝર્સ હૈદરાબાદની ફ્રેન્ચાઈઝી આઈપીએલમાં ડેક્કન ચાર્જર્સના નામે રમી રહી હતી. 2013માં, ટીમને સન નેટવર્ક દ્વારા ખરીદવામાં આવી હતી અને તેની સાથે સનરાઈઝર્સ હૈદરાબાદ નવી ટીમ બની હતી. તેની પ્રથમ સિઝનમાં ટીમે પ્લે ઓફ સુધીની મુસાફરી કરી. જો કે તેને ત્યાં રાજસ્થાનની ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને ટીમને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવી હતી. જો કે, 2014 અને 2015માં સતત બે સિઝન માટે ટીમને નબળા પ્રદર્શનનો ભોગ બનવું પડ્યું હતું અને બંને વખત ટીમ છઠ્ઠા સ્થાને રહી હતી. 2016માં એસઆરએચએ વાપસી કરી. ડેવિડ વોર્નરની કપ્તાની હેઠળ એસઆરએચએ શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો. આ તે જ સિઝન હતી, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તમામ ટીમોને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ એસઆરએચએ કોહલીના જોરદાર પ્રદર્શનને હરાવીને પ્રથમ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો.

2017 માં ટીમ ફરી એકવાર પ્લે ઓફમાં પહોંચી, પરંતુ ચોથા સ્થાને રહેવા માટે એલિમિનેટરમાં હારી ગઈ. 2018માં કેપ્ટન વોર્નરની ગેરહાજરીમાં વિલિયમસનને કમાન સોંપવામાં આવી હતી અને 3 વર્ષમાં બીજી વખત ટીમે ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જો કે, સનરાઈઝર્સને શેન વોટસનની શાનદાર સદીથી પરાજય મળ્યો હતો અને ચેન્નાઈના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. 2019માં ટીમ ફરી એક વખત ચોથા સ્થાને રહી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વોર્નર ફરીથી કેપ્ટન બન્યો

ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર ટીમનો કરિશ્માઈ કેપ્ટન છે. વોર્નર ટીમનો સૌથી મોટો ખેલાડી છે, જે દર સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં સતત સામેલ રહે છે. આઈપીએલમાં વોર્નરના 4,700થી વધુ રન છે અને આ યાદીમાં તે વિરાટ કોહલી, સુરેશ રૈના અને રોહિત શર્મા પછી ચોથા ક્રમે છે.

સનરાઈઝર્સ પાસે અન્ય ટીમો કરતા વધુ સ્ટાર ખેલાડીઓ નથી. ટીમમાં મોટા વિદેશી ખેલાડીઓમાં વોર્નર સિવાય કેન વિલિયમસન, જોની બેરસ્ટો અને રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર અને મનીષ પાંડે ભારતીય ખેલાડીઓમાં વિશેષ નામ છે. આવી સ્થિતિમાં વોર્નરે ટીમને સફળતા તરફ દોરી જવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

SRHના આ છે સૌથી મોંઘા ખેલાડીઓ છે

વોર્નર આ ટીમનો કેપ્ટન અને સ્ટાર ખેલાડી જ નહીં પણ સૌથી વધુ વેતન મેળવનાર ખેલાડી છે. તેમના સિવાય રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર અને મનીષ પાંડેને પણ ઘણો પગાર મળે છે.

ડેવિડ વોર્નર- 12.5 કરોડ

મનીષ પાંડે- 11 કરોડ

રાશિદ ખાન- 9 કરોડ

આ ખેલાડીઓ પર રહેશે નજર

ડેવિડ વોર્નર: કેપ્ટન અને ઓપનર તરીકે વોર્નર ટીમનું સૌથી મોટું આકર્ષણ અને સૌથી મોટી આશા રહેશે. વોર્નરે અત્યાર સુધીમાં દરેક સિઝનમાં પોતાના પ્રદર્શનથી બધાને બતાવ્યું છે કે શા માટે તે આઈપીએલમાં સૌથી સફળ બેટ્સમેન છે. ફરી એકવાર વોર્નરની ટીમને શરૂઆત આપવાની જવાબદારી રહેશે.

જોની બેઅરસ્ટો: વોર્નરની જેમ ઈંગ્લેન્ડના આ તોફાની ઓપનરે પણ ગત સિઝનમાં શાનદાર બેટિંગ કરી હતી. સનરાઈઝર્સની બેટિંગ તેમના ઓપનરમાં સૌથી વધુ જવાબદારી ભરી રહી છે. બેઅરસ્ટોએ વોર્નરની સાથે મળીને આ જવાબદારી સારી રીતે નિભાવી છે.

રાશિદ ખાન: દુનિયાભરના અલગ અલગ ટી 20 લીગમાં પોતાનો જલવો બતાવનારા રાશિદ ખાને છેલ્લા કેટલાક વર્ષોમાં તેના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. જો કે ગત સિઝન રાશિદ માટે બહુ સારી નહોતી નિવડી. પરંતુ મિડલ ઓવરોમાં ટીમને જરૂરી વિકેટ મેળવવાની અને રન રોકવાની જવાબદારી આ વખતે પણ તેમના પર રહેશે.

 

Published On - 8:11 pm, Sun, 13 September 20

Next Article