IPL 2020: TOP-3ની ખુરશી માટે થઈ શકે છે ભારે રસાકસી, રોહિત શર્મા પર ભારે પડી શકે છે ડેવિડ વોર્નર

|

Sep 18, 2020 | 6:44 PM

ભારતીય ક્રિકેટ લીગમાં ભાગ લેતી 8 ટીમોની નજર ટાઈટલ પર મંડરાયેલી છે. દરેક ખેલાડીની નજર વિજેતા બનવા પર છે. કોઈ જીતવાના ઈરાદે મેદાનમાં આવશે તો કોઈ હરાવી દેવાની યોજનાઓનો મુકાબલો કરશે. પરંતુ આની વચ્ચે એવી પણ કેટલીક લડાઈઓ લડાશે કે જે ખેલાડીઓ વચ્ચે શરૂ થશે અને તેમની વચ્ચે જ સમાપ્ત થશે. રોહિત શર્મા અને ડેવિડ […]

IPL 2020: TOP-3ની ખુરશી માટે થઈ શકે છે ભારે રસાકસી, રોહિત શર્મા પર ભારે પડી શકે છે ડેવિડ વોર્નર

Follow us on

ભારતીય ક્રિકેટ લીગમાં ભાગ લેતી 8 ટીમોની નજર ટાઈટલ પર મંડરાયેલી છે. દરેક ખેલાડીની નજર વિજેતા બનવા પર છે. કોઈ જીતવાના ઈરાદે મેદાનમાં આવશે તો કોઈ હરાવી દેવાની યોજનાઓનો મુકાબલો કરશે. પરંતુ આની વચ્ચે એવી પણ કેટલીક લડાઈઓ લડાશે કે જે ખેલાડીઓ વચ્ચે શરૂ થશે અને તેમની વચ્ચે જ સમાપ્ત થશે. રોહિત શર્મા અને ડેવિડ વોર્નર આ બંને નામ મર્યાદિત ઓવરની ક્રિકેટમાં વિશ્વના સૌથી ઝડપી બેટ્સમેનો પૈકીના છે. પરંતુ એકબીજાની ટીમને હરાવવા સિવાય બંને વચ્ચેની લડાઈ પણ છે. અત્યારે રોહિત TOP-03 બેટ્સમેનોમાં સામેલ છે અને ચોથા ક્રમે વોર્નર છે. આવી સ્થિતિમાં રોહિતની ખુરશી વોર્નરના નિશાના પર હોય એમ જોવા મળી રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોહિત અને વોર્નર વચ્ચે છે યુદ્ધ!

વર્ષ 2019ના વર્લ્ડકપમાં રોહિત શર્માએ 5 સદી ફટકાર્યા બાદ સતત ફોર્મમાં છે. આઈપીએલની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમનો તે કેપ્ટન છે અને રન બનાવવા માટેનો માસ્ટર ખેલાડી છે. બીજી તરફ ડેવિડ વોર્નર પણ સહેજ પણ પાછળ નથી, પરંતુ બંને વચ્ચે ઈન્ડિયન ક્રિકેટ લીગમાં ટોપ-3 માટેનું યુદ્ધ ચાલી રહ્યું છે. રોહિત શર્માએ 130.82ના સ્ટ્રાઈક રેટથી રમીને 188 મેચોમાં 4,898 રન બનાવ્યા છે. આમાં એક સદી અને 36 અડધી સદીનો સમાવેશ છે. ચોથા નંબર પર રહેલા ડેવિડ વોર્નરે 126 મેચોમાં 142.39ના સ્ટ્રાઈક રેટથી 4,706 રન બનાવ્યા છે. તે દરમિયાન વોર્નરના બેટથી ચાર સદી અને 44 અડધી સદી પણ ફટકારી છે. રોહિત અને વોર્નર વચ્ચે ફક્ત 192 રનનો તફાવત છે. જો વોર્નર આ અંતરને પહોંચી વળે તો તે રોહિતને હરાવીને TOP-03માં જોડાશે અને રોહિત પાછળ સરકી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

2019માં વોર્નરે રોહિતને પાછળ છોડી દીધો હતો. હવે આપણે વોર્નરના ઈરાદા વિશે વાત કરીએ તો ડેવિડ વોર્નરે ગત વર્ષે જબરદસ્ત બેટિંગ કરીને આ ટી-20 સુપરહિટ લીગમાં ઘણી વખત મેદાન માર્યુ હતું. તે 12મી સીઝનમાં પણ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. ડેવિડ વોર્નરે 12 મેચમાં 143.86ના શાનદાર સ્ટ્રાઈક રેટથી 692 રન બનાવ્યા હતા. તેમાં એક સદી અને આઠ અડધી સદીનો પણ સમાવેશ છે. વર્ષ 2019માં વિજેતા બનનારી મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહિત શર્માએ સીઝન-12માં 15 મેચ રમ્યા બાદ તેના ખાતામાં 405 રન જોડ્યા હતા. એટલે કે 2019માં વોર્નર રોહિત કરતા 287 રન આગળ હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તમને એ પણ યાદ અપાવી દઈએ કે ડેવિડ વોર્નર દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં બોલ સાથે ચેડા કરવાના આરોપસર પ્રતિબંધમાં મૂકાયા બાદ આઈપીએલમાં પાછો ફર્યો હતો. જો ડેવિડ વોર્નર વર્ષ 2019ની જેમ ફરી એક વખત એ જ સ્ટાઈલમાં બેટિંગ કરતો જોવા મળે તો સંભવ છે કે રોહિત T20 લીગના ટોચના ત્રણ બેટ્સમેનની યાદીમાંથી બહાર થઈ શકે છે.

Published On - 12:08 am, Sat, 12 September 20

Next Article