IPL 2020: રાયડુએ પહેલી જ મેચમાં શાનદાર ઈનિંગ રમી ચોથા નંબરના સ્થાનનો પોતાનો દમ બતાવ્યો, 2019ના વર્લ્ડકપમાં બહાર રાખવાનો બેટથી જવાબ આપ્યો

|

Sep 20, 2020 | 8:07 AM

આઇપીએલની પ્રથમ મેચમાં જ અંબાતી રાયડુએ પોતાની ટીમ સીએસકે માટે જોરદાર પારી રમી હતી. ચેન્નાઇના પ્રથમ બંને ઓપનરો નજીવા રન બનાવીને જ પેવેલીયન પરત જતા રહ્યા હતા. તેના બાદ ત્રીજા નંબર પર ફોફ ડુપ્લેસિસ અને ચોથા નંબર પર રાયડુ પીચ પર ઉતર્યા હતા. બંને બેટ્સમેનોએ ત્રીજી વિકેટ માટે 119 રનની ભાગીદારી નોંધાવી હતી. જેને લઇને […]

IPL 2020: રાયડુએ પહેલી જ મેચમાં શાનદાર ઈનિંગ રમી ચોથા નંબરના સ્થાનનો પોતાનો દમ બતાવ્યો, 2019ના વર્લ્ડકપમાં બહાર રાખવાનો બેટથી જવાબ આપ્યો

Follow us on

આઇપીએલની પ્રથમ મેચમાં જ અંબાતી રાયડુએ પોતાની ટીમ સીએસકે માટે જોરદાર પારી રમી હતી. ચેન્નાઇના પ્રથમ બંને ઓપનરો નજીવા રન બનાવીને જ પેવેલીયન પરત જતા રહ્યા હતા. તેના બાદ ત્રીજા નંબર પર ફોફ ડુપ્લેસિસ અને ચોથા નંબર પર રાયડુ પીચ પર ઉતર્યા હતા. બંને બેટ્સમેનોએ ત્રીજી વિકેટ માટે 119 રનની ભાગીદારી નોંધાવી હતી. જેને લઇને ટીમ મજબુત સ્થિતીમાં આવી ચુકી હતી. રાયડુની રમત પ્રથમ મેચમાં જ જોરદાર રહી હતી, તેણે 48 બોલ પર 71 રન બનાવી લીધા હતા. રાયડુએ 6 ચોક્કા અને 3 છક્કા સાથે 147.92 ના સ્ટ્રાઇક રેટ થી 71 રન બનાવ્યા હતા. જે સીએસકે માટે મહત્વના સાબિત થયા હતા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અંબાતી રાયડુએ 71 રનની પારી એવા સમયે રમી હતી કે એ પારી સીએસકેની જીત માટે મહત્વની બની રહી હતી. સાથે જ  કેપ્ટન ધોની ને કેમ તેની પર ભરોસો છે તે વાત પણ તેણે સાબીત કરી દીધી હતી. ભારતીય ટીમના પસંદગીકારોને પણ એ વાતનો જવાબ આપી દીધો હતો કે ભલે તેને  2019 ના વન ડે વલ્ડ કપ માટે સ્થાન નહોતુ અપાયુ. અંબાતી રાયડુ ને વર્ષ 2019 ના વલ્ડ કપમાં કોઇ જ જગ્યા આપવામાં આવી નહોતી, અને તેમના સ્થાન પર વિજય શંકર ને મોકો આપવામાં આવ્યો હતો. જે પોતાને સાબિત કરી શક્વામાં નિષ્ફળ નિવડ્યો હતો. વિજય ઇજાગ્રસ્ત થઇ ને ટીમ ની બહાર પણ ટુર્નામેન્ટ દરમ્યાન નિકળી ગયો હતો. આ પછી રુષભ પંતને તેના સ્થાન પર મોકલવામાં આવ્યો હતો અને તે પછી અંબાતી રાયડુએ એ ક્રિકેટને બાય બાય કરી દીધુ હતુ.

જોકે બાદમાં રાયડુએ ક્રિકેટમાં વાપસી કરી હતી અને આઇપીએલમાં તેને મોકો મળતા જ તેનો જલવો દેખાડી દીધો છે, કે પોતાનામાં કેટલો દમ છે. પરંતુ હજુ ટુર્નામેન્ટ 53 દીવસ ચાલવાની છે, રાયડુને હજુ અનેક મોકા મેળવવાના છે. હાલ તો પહેલી જ મેચમાં તેણે દમદાર દેખાવ કરી ને ક્રિકેટના ચાહકોમાં આજે પહેલા જ દીવસે છવાઇ ગયો છે.  જે રીતે તેણે દમદાર બેટીંગ કરી છે તે જોઇને ક્રિકેટ ચાહકો પણ ખુશ થઇ ગયા હતા. અંબાતી ઉપરાંત ડુપ્લેસિસે પણ 44 બોલમાં 58 રનની રમત દાખવી હતી અને પાંચ વિકેટે ટીમને જીત અપાવવામાં યોગદાન આપ્યુ હતુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article