IPL 2020: રાજસ્થાન રોયલ્સ માટે સારા સમાચાર, ટીમનો ફિલ્ડિંગ કોચ દિશાંત યાજ્ઞિક કોરોનાની બીમારીમાંથી સ્વસ્થ, ફરીથી ટીમ સાથે જોડાઈ ગયો હોવાનું કર્યું ટ્વીટ

|

Sep 18, 2020 | 6:55 PM

IPL 2020 ઇન્ડીયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની શરૂઆત પહેલા જ રાજસ્થાન રોયલ્સ માટે એક સારા સમાચાર આવ્યા છે.  ટીમનો ફિલ્ડિંગ કોચ દિશાંત યાજ્ઞિક કોરોનાની બીમારીમાંથી સ્વસ્થ થયો છે અને તે ફરીથી ટીમનો ભાગ બની ગયો છે.  ટીમે ટ્વિટર દ્વારા દિશાંતના સામેલ થવા વિશેની માહિતી શેર કરી હતી. IPL ટુુર્નામેન્ટ રમવા યુએઈ જવા માટે નિર્ધારિત માર્ગદર્શિકા […]

IPL 2020: રાજસ્થાન રોયલ્સ માટે સારા સમાચાર, ટીમનો ફિલ્ડિંગ કોચ દિશાંત યાજ્ઞિક કોરોનાની બીમારીમાંથી સ્વસ્થ, ફરીથી ટીમ સાથે જોડાઈ ગયો હોવાનું કર્યું ટ્વીટ
http://tv9gujarati.com/ipl-2020-rajatsh…vanu-karyu-tweet/

Follow us on

IPL 2020 ઇન્ડીયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની શરૂઆત પહેલા જ રાજસ્થાન રોયલ્સ માટે એક સારા સમાચાર આવ્યા છે.  ટીમનો ફિલ્ડિંગ કોચ દિશાંત યાજ્ઞિક કોરોનાની બીમારીમાંથી સ્વસ્થ થયો છે અને તે ફરીથી ટીમનો ભાગ બની ગયો છે.  ટીમે ટ્વિટર દ્વારા દિશાંતના સામેલ થવા વિશેની માહિતી શેર કરી હતી. IPL ટુુર્નામેન્ટ રમવા યુએઈ જવા માટે નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ અનુસરવુ ફરજીયાત છે.  
તમામ ટીમો અને તેમના સપોર્ટ સ્ટાફને 2 વાર કોરોના ટેસ્ટ કરાવવો પડ્યો હતો.  આ ટેસ્ટ દરમિયાન રાજસ્થાન રોયલ્સના ફિલ્ડિંગ કોચ દિશાંત યાજ્ઞિકને કોરોનાથી ચેપ લાગ્યો હોવાનુ જણાયુ હતુ. દિશાંતને 12 ઓગસ્ટે કોરોના નો ચેપ લાગ્યો હોવાનુ જણાયુ હતુ, ત્યારબાદ તેની રાજસ્થાનની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

 

આ વર્ષની આઇપીએલ કોરોના રોગચાળાને કારણે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં રમાનારી છે. આ માટે લીગની તમામ 8 ટીમો ગયા મહિને જ અબુધાબી અને દુબઇ પહોંચી ગઇ હતી.  જોકે, તે સમયે રાજસ્થાનનો ફિલ્ડિંગ કોચ દિશાંત ટીમનો ભાગ ન હતો. રાજસ્થાન રોયલ્સ ની ટીમે મંગળવારે એક વીડિયો ટ્વીટ કર્યો હતો, જેમાં દિશાંત પહેલીવાર મેદાનમાં ઉતરતો જોવા મળ્યો હતો.  વીડિયોમાં દિશાંત યાજ્ઞિક મેદાનમાં પ્રવેશવા દરમ્યાન દંડવંત નમન કરી રહ્યો હતો. ટ્વિટમાં રાજસ્થાને લખ્યું – “તેનો અર્થ એટલો જ છે કે પાછા ફરવું.”  અમે તમને ખૂબ યાદ કરી રહ્યા હતા. “
દિશાંત ટીમમાં સામેલ થવા માટે 2 કોરોના ટેસ્ટ દરમિયાન કોવિડ નેગેટીવ આવ્યો હતો, અને આ સમય દરમિયાન તેણે તેના 14 દિવસીય ક્વોરેન્ટાઇન પણ પૂર્ણ કર્યા હતા. આ પછી જ તે ગયા અઠવાડિયે જ યુએઈમાં ટીમ સાથે સંકળાયો હતો.  આઈપીએલની બાયો સિક્યોર ગાઇડલાઇન્સ હેઠળ, દરેક સભ્યને એક અઠવાડિયા માટે આઇશોલેશનમાં રાખવાનો હતો અને યુએઈ પહોંચ્યા પછી પણ 3 પરીક્ષણો લેવાના હતા.
 
દિશાંત એક અઠવાડિયા સુધી એકલતામાં રહ્યો અને આ સમય દરમિયાન તેની ત્રણેય પરીક્ષણો પણ નકારાત્મક આવ્યા હતા., જેના પછી તેને ટીમના બાયો-બબલમાં સામેલ કરવામાં આવ્યો છે, અને હવે તે ટીમના પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈ રહ્યો છે.
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:01 pm, Fri, 11 September 20

Next Article