IPL 2020ની કોમેન્ટ્રી ટીમમાંથી કેમ સંજય માંજરેકર થયા બહાર,કોના પર કરેલી ટીપ્પણી પડી ભારે

|

Sep 18, 2020 | 3:29 PM

IPL 2020ની નવી સીઝનમાં કોમેન્ટરી પેનલ બોક્ષમાં સંજય માંજરેકર જોવા નહી મળે. આ સિઝન માટે અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ અને બંગાળ ભાષાઓમાં કૉમેન્ટરી પેનલની જાહેરાત કરી છે તેમાં તેમનો સમાવેશ નથી. શું કારણ છે કે તેમને નથી લેવામાં આવ્યા તો વાંચો અમારો આ લેખ. ઇન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝન માટે તમામ ટીમો તૈયાર છે અને […]

IPL 2020ની કોમેન્ટ્રી ટીમમાંથી કેમ સંજય માંજરેકર થયા બહાર,કોના પર કરેલી ટીપ્પણી પડી ભારે
https://tv9gujarati.com/latest-news/ipl-2020-ni-come…i-padi-gai-bhare-160058.html

Follow us on

IPL 2020ની નવી સીઝનમાં કોમેન્ટરી પેનલ બોક્ષમાં સંજય માંજરેકર જોવા નહી મળે. આ સિઝન માટે અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ અને બંગાળ ભાષાઓમાં કૉમેન્ટરી પેનલની જાહેરાત કરી છે તેમાં તેમનો સમાવેશ નથી. શું કારણ છે કે તેમને નથી લેવામાં આવ્યા તો વાંચો અમારો આ લેખ.

ઇન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝન માટે તમામ ટીમો તૈયાર છે અને 19 સપ્ટેમ્બરે પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ માટે સ્ટાર સ્પોર્ટ્સને યુએઈમાં લીગની 13 મી સીઝન પ્રસારણ કરવાનો અધિકાર મળ્યો છે, સ્ટાર સ્પોર્ટ્સે આ સિઝન માટે અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ અને બંગાળ ભાષાઓમાં કૉમેન્ટરી પેનલની જાહેરાત કરી છે. જોકે જાણીતા અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરને આ પેનલમાં સ્થાન મળ્યું નથી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

લીગના મુખ્ય પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સે સોમવાર 14 સપ્ટેમ્બરના રોજ આઈપીએલ 2020 માટે તેમની કોમેન્ટરી ટીમ (આઈપીએલ 2020 કોમેન્ટેટર્સ) ના નામ જાહેર કર્યા હતા. અંગ્રેજી કૉમેન્ટરી પેનલમાં હર્ષ ભોગલે, સુનીલ ગાવસ્કર, ઇયાન બિશપ, માર્ક નિકોલસ અને ડેની મોરિસન જેવા દિગ્ગજ કૉમેન્ટેટર્સ નો સમાવેશ કરાયો છે જોકે, આ વખતે માંજરેકરને આઈપીએલ કૉમેન્ટરી ટીમનો ભાગ બનાવવામાં આવ્યો નથી.

જાડેજા અને હર્ષા પર ટિપ્પણી કરી હતી.

આ વર્ષે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા માંજરેકરને કોમેન્ટરી ટીમમાંથી હટાવ્યા હતા. હકીકતમાં, ગયા વર્ષે વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા વિશે માંજરેકરની ટીકાઓ અને જાડેજાએ તેમને જવાબ આપ્યો હોવાથી, બીસીસીઆઈ માંજરેકરથી નારાજ છે અને તેમની આ ટિપ્પણી ને લઇને પેનલમાંથી તેમને હટાવ્યા છે. એટલું જ નહીં, પ્રખ્યાત કોમેંટેટર્સ હર્ષા ભોગલે વિશેની કોમેન્ટ્રી દરમિયાન માંજરેકરની ટિપ્પણી પસંદ નહોતી.

તાજેતરમાં માંજરેકરે બીસીસીઆઈને એક ઇમેઇલ લખ્યો હતો કે તેઓ આઈપીએલ માટે કોમેંટ્રી પેનલનો ભાગ બનવા માંગશે અને બીસીસીઆઈ દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરશે. માંજરેકરે એમ પણ કહ્યું હતું કે તેઓ માફી માંગવા પણ તૈયાર છે. આમ કરવા છતાં માંજરેકરને યુએઈમાં યોજાનારી આ વર્ષની આઇપીએલ માટે કોમેન્ટરી ટીમમાં સ્થાન મળ્યું નથી. આ પહેલા પણ લગભગ દરેક સીઝનમાં માંજરેકર આઈપીએલની ઇંગ્લિશ કોમેન્ટરી ટીમનો ભાગ રહ્યો છે.

આઈપીએલની ઇંગ્લિશ કોમેન્ટરી ટીમ: સુનિલ ગાવસ્કર, હર્ષા ભોગલે, રોહન ગાવસ્કર, દીપ દાસગુપ્તા, લક્ષ્મણ શિવરામકૃષ્ણન, અંજુમ ચોપડા, મુરલી કાર્તિક, માર્ક નિકોલસ, કેવીન પીટરસન, કુમાર સંગાકારા, જેપી ડુમિની, સાયમન ડૂલ, લિઝા સ્થેલેકર,ઇયાન બિશપ, પોમી મ્બાગ્વા,ડૈરેન ગંગા, ડૈની મોરીસન અને માઇકલ સ્લેટર.

આઈપીએલ હિન્દી કોમેન્ટરી ટીમ: આકાશ ચોપડા, ઇરફાન પઠાણ, આશિષ નેહરા, જતીન સપ્રુ, નિખિલ ચોપરા, કિરણ મોરે, અજિત અગરકર અને સંજય બાંગરનો સમાવેશ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:53 pm, Tue, 15 September 20

Next Article