IPL 2020: MIએ 9 વિકેટ ગુમાવી 162 રન બનાવ્યા, કેપ્ટન રોહિત શર્મા માટે ચાહકોની આશા નિષ્ફળ નીવડી

|

Sep 19, 2020 | 10:16 PM

આઇપીએલ ની પહેલી ટક્કર મુંબઈ ઈન્ડીયન્સ અને સીએસકે (MI V/S CSK) વચ્ચે યોજાઈ હતી. ડિફેન્ડીંગ ચેમ્પીયન મુંબઇ ઇન્ડીયને જીત માટે 163 રનનું લક્ષ્ય ચેન્નાઈને આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોંલીંગનો નિર્ણય કર્યો હતો. ધોની 10, જુલાઈ 2019 બાદ આજે પહેલી વાર મેદાનમાં મેચ રમતો દર્શકોને જોવા મળ્યો હતો. […]

IPL 2020: MIએ 9 વિકેટ ગુમાવી 162 રન બનાવ્યા, કેપ્ટન રોહિત શર્મા માટે ચાહકોની આશા નિષ્ફળ નીવડી

Follow us on

આઇપીએલ ની પહેલી ટક્કર મુંબઈ ઈન્ડીયન્સ અને સીએસકે (MI V/S CSK) વચ્ચે યોજાઈ હતી. ડિફેન્ડીંગ ચેમ્પીયન મુંબઇ ઇન્ડીયને જીત માટે 163 રનનું લક્ષ્ય ચેન્નાઈને આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોંલીંગનો નિર્ણય કર્યો હતો. ધોની 10, જુલાઈ 2019 બાદ આજે પહેલી વાર મેદાનમાં મેચ રમતો દર્શકોને જોવા મળ્યો હતો. મુંબઇ ઈન્ડીયન્સના કેપ્ટન રોહિત શર્મા અને ડી કોકે સારી રમતની શરુઆત કરી હતી. બંને ખેલાડીએ પહેલી ઓવરથી જ રન નિકાળવાની શરુઆત કરી હતી.  ડી કોક આજે આક્રમક મુડમાં રમત દાખવી હતી અને તેણે સતત બાઉન્ડ્રી પોતાના બેટથી ફટકારી હતી. પહેલી ચાર ઓવરમાં જ 40થી વધુ રન મેળવી લીધા હતા. પણ અહીંથી સીએસકેએ મેચ પર પોતાનો હાથ લગાવ્યો હતો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ચેન્નાઇ સુપર કિંગ્સ  માટે પહેલી વાર રમી રહેલા લેગ સ્પીનર પિયુષ ચાવલાએ ઈનીગ્સની પાંચમી ઓવરમાં જ ટીમ મુંબઇના કેપ્ટન રોહિત શર્માની વિકેટ ઝડપી લીધી હતી. રોહિત પાસેથી ટીમ મુંબઈના ચાહકોને ખુબ આશા હતી પરંતુ તે માત્ર 12 રનના વ્યક્તિગત સ્કોર પર જ આઉટ થઈ ચુક્યો હતો. રોહિત શર્માને ઝટકો લાગ્યો હતો ત્યા જ બીજી વિકેટના સ્વરુપમાં આગળની ઓવરમાં જ ઓલ આરાઉન્ડર સૈમ કુરૈને આઉટ થયા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મુંબઈ તરફથી સૌથી વધુ સ્કોર સૌરભ તિવારીએ 42 રનનો નોંધાવ્યો હતો.  એક બાદ એક અડધી ટીમ 130 રનના સ્કોર પર જ પેવેલીયન પર પહોંચી ચુકી હતી. પરંતુ ત્યારબાદ હાર્દિક પંડ્યા પણ ઓછા સ્કોર પર જ પેવેલીયન પહોંચ્યા હતા. અંતમાં પોલાર્ડ અને પીટરસને બાજીને સંભાળવા પ્રયત્ન કર્યો, પરંતુ પોલાર્ડ 18 રને આઉટ થયા હતા. આમ આખરે નવ વિકેટના અંતે 163 રનનું લક્ષ્ય સીએસકે સામે રાખી શકાયુ હતુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:13 pm, Sat, 19 September 20

Next Article