IPL 2020 Auction: આજે 332 ખેલાડીઓની હરાજી થશે, આ 5 ખેલાડી પર રહેશે લોકોની નજર

|

Dec 19, 2019 | 5:19 AM

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) 2020 ટુંક સમયમાં આવવાની છે પણ તે પહેલા આજે દુનિયાના 332 ખેલાડીઓની હરાજી થશે. ખેલાડીઓની હરાજી કોલકતામાં થશે. ત્યારે જાણો કયા 5 ખેલાડીઓ પર તમામ લોકોની નજર રહેશે. 1. ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) Web Stories View more Burning Camphor : દરવાજા પર કપૂર સળગાવવાથી શું થાય ? જાણી લો અર્જુન તેંડુલકરને દરેક […]

IPL 2020 Auction: આજે 332 ખેલાડીઓની હરાજી થશે, આ 5 ખેલાડી પર રહેશે લોકોની નજર

Follow us on

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) 2020 ટુંક સમયમાં આવવાની છે પણ તે પહેલા આજે દુનિયાના 332 ખેલાડીઓની હરાજી થશે. ખેલાડીઓની હરાજી કોલકતામાં થશે. ત્યારે જાણો કયા 5 ખેલાડીઓ પર તમામ લોકોની નજર રહેશે.

1. ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા)

Burning Camphor : દરવાજા પર કપૂર સળગાવવાથી શું થાય ? જાણી લો
અર્જુન તેંડુલકરને દરેક મેચમાં 50 હજાર રૂપિયા મળશે
હોસ્પિટલ મસમોટા બિલ પકડાવે છે ? તો જાણી લો દર્દીના આ 3 અધિકાર વિશે, જુઓ Video
Video : સવારે મૂળા ખાવાથી છૂમંતર થશે શરીરની આ ગંભીર બીમારી
Airtel એ મુકેશ અંબાણીના Jio ને છોડ્યું પાછળ, આ છે કારણ
રશિયા મફતમાં આપશે કેન્સરની વેક્સિન, પણ ક્યારે આવશે?

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટસમેન મેક્સવેલે ક્રિકેટની દુનિયાને હાલમાં જ તે સમયે આશ્ચર્યચકિત કરી દીધી હતી, જ્યારે તેમને માનિસક સ્વાસ્થ્યના મુદ્દાના કારણે બ્રેક લીધો. તે ગયા મહિને ક્લબ ક્રિકેટમાં પરત ફર્યા અને IPLની હરાજી માટે પોતાનું નામ આપ્યું. આ પહેલા તે કિંગ્સ ઈલેવન પંજાબ, મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી ડેયરડેવિલ્સ માટે રમી ચૂક્યા છે. તે 5 ઓસ્ટ્રેલિયન ખેલાડીઓમાંથી એક છે કે જેમની બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

2. ઈયોન મૉર્ગન (ઈંગ્લેન્ડ)

જુલાઈમાં થયેલા વિશ્વ કપમાં ઈંગ્લેન્ડનું નેતૃત્વ કરનારા ઈયોન મૉર્ગન પર પણ હરાજીમાં લોકોની નજર રહેશે. તેમને હરાજીમાં પોતાની કિંમત 1.5 કરોડ રૂપિયા રાખી છે. મૉર્ગન છેલ્લી વખત 2017માં કિંગ્સ ઈલેવન પંજાબ માટે રમ્યા હતા અને ગયા વર્ષે અનસોલ્ડ રહ્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

3. જેસન રોય (ઈંગ્લેન્ડ)

દક્ષિણ આફ્રિકામાં જન્મેલા બેટસમેન જેસન રોય 104 સદી ફટકારી ચૂક્યા છે અને ઈંગ્લેન્ડ માટે વિશ્વ કપની સફળતામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જેસન રોય ક્રિકેટના નાના ફોર્મેટમાં સૌથી ખતરનાક બેટસમેનમાંથી એક છે. જેસન રોયની પણ બેસ પ્રાઈસ 1.5 કરોડ રૂપિયા છે. તે પહેલા ગુજરાત લાયન્સ અને દિલ્હી કેપિટલ માટે રમ્યા છે.

4. તબરેજ શમ્સી (દક્ષિણ આફ્રિકા)

ઈમરાન તાહિરે વન-ડેમાંથી સંન્યાસ લીધા પછી શમ્સી દક્ષિણ આફ્રિકાની સીમિત ઓવરોના સ્પીનરમાં પ્રથમ પસંદ બનીને ઉભર્યા છે. તબરેજ શમ્સીની બેસ પ્રાઈસ 50 લાખ રૂપિયા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

5. શિમરોન હેટમેયર (વેસ્ટ ઈન્ડીઝ)

શિમરોન હેટમેયર ઝડપથી ક્રિકેટની દુનિયામાં એક વિસ્ફોટક બેટસમેન તરીકે ઓળખાવવામાં લાગ્યા છે. ક્રિસ ગેઈલના ઉત્તરાધિકારી તરીકે તેમને જોવામાં આવે છે. 22 વર્ષીય આ ખેલાડીની બેસ પ્રાઈસ 50 લાખ રૂપિયા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article