IPL 2019 FINAL: કોણ જીતશે આ વખતે IPLનું ટાઈટલ?

|

May 12, 2019 | 1:48 PM

આખરે એ દિવસ આવી ગયો કે જેનો ક્રિકેટ રસીકો લાંબાથી રાહ જોઈ રહ્યાં હતા. IPLમાં આજે એવી 2 ટીમો વચ્ચે જંગ થવા જઈ રહ્યો છે. જે લીગ મેચો પછી પોઈન્ટ ટેબલમાં પણ પહેલા અને બીજા નંબરે હતી. બંને ટીમોએ અત્યાર સુધી IPLમાં 3-3 વખત ફાઈનલ મેચ જીતી ચૂકી છે. TV9 Gujarati Web Stories View more […]

IPL 2019 FINAL: કોણ જીતશે આ વખતે IPLનું ટાઈટલ?

Follow us on

આખરે એ દિવસ આવી ગયો કે જેનો ક્રિકેટ રસીકો લાંબાથી રાહ જોઈ રહ્યાં હતા. IPLમાં આજે એવી 2 ટીમો વચ્ચે જંગ થવા જઈ રહ્યો છે. જે લીગ મેચો પછી પોઈન્ટ ટેબલમાં પણ પહેલા અને બીજા નંબરે હતી. બંને ટીમોએ અત્યાર સુધી IPLમાં 3-3 વખત ફાઈનલ મેચ જીતી ચૂકી છે.

TV9 Gujarati

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

બંને ટીમોની પાસે ભારતીય અને વિદેશી સ્ટાર ખેલાડીઓની ભરમાર છે. બંને જ ટીમોમાં એવા ખેલાડી છે, જે મેચને કોઈ પણ સ્તરે પલટી શકે છે. એક તરફ ધોની કેપ્ટન છે તો બીજી તરફ રોહીત શર્મા કેપ્ટન છે. રોહીત શર્માની કેપ્ટનશીપમાં ઘણી એવી બાબતો ધોની જેવી જ છે. જે તેમને ધોની પાસેથી જ શીખી છે.

IPLની આ સિઝનમાં અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સની વચ્ચે 3 મેચ રમાઈ છે. આ 3 મેચ મુંબઈ ઈન્ડિયન્સ જીત્યું છે. આ સિઝન સિવાય પણ IPLની ફાઈનલ મેચમાં પણ બંને ટીમો 3 વાર સામ-સામે ટકરાઈ છે. જેમાં 2 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને 1 મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સનો વિજય થયો છે.

IPL 2019ની ફાઈનલ મેચ અલગ છે. ધોનીની ટીમ ગયા વર્ષે ચેમ્પિયન રહી હતી અને લગભગ ધોનીની આ છેલ્લી IPL મેચ હોય શકે છે. તેથી ‘કેપ્ટન કુલ’ની છબી તે જાળવી રાખવા ઈચ્છશે.

આ પણ વાંચો: બોલીવુડ અભિનેતાએ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને કર્યો સવાલ, રિષભ પંતને વિશ્વ કપ માટેની ટીમમાં સ્થાન કેમ નહીં જ્યારે તમે ત્યાં છો તો?

અત્યાર સુધીન IPLની ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 4 વખત અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 7 વખત પહોંચી ચૂકી છે. તેમાંથી બંને ટીમો 3-3 વખત ફાઈનલ મેચ જીતી ચૂકી છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ વર્ષ 2013, 2015, 2017 માં ફાઈનલ મેચમાં જીત્યું હતું અને ચેન્નાઈ સુપર કિંગ્સ વર્ષ 2010, 2011, 2018માં ફાઈનલ મેચ જીતી ચૂક્યુ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article