mental health : IOCએ ખેલાડીઓ માટે માનસિક આરોગ્ય હેલ્પલાઇન શરૂ કરી

TV9 GUJARATI

|

Updated on: Aug 16, 2021 | 12:37 PM

રમતગમતની દુનિયામાં છેલ્લા કેટલાક વર્ષોથી માનસિક સ્વાસ્થ્યનો મુદ્દો ગરમાયો છે અને આ કારણથી ઘણા ખેલાડીઓ રમતમાંથી વિરામ લેતા જોવા મળ્યા છે, સિમોના બાઇલ્સે ટોક્યો ઓલિમ્પિકમાં માનસિક સ્વાસ્થ્યનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

mental health : IOCએ ખેલાડીઓ માટે માનસિક આરોગ્ય હેલ્પલાઇન શરૂ કરી
IOCએ રમતવીરો માટે માનસિક આરોગ્ય હેલ્પલાઇન શરૂ કરી

Follow us on

mental health :છેલ્લા કેટલાક વર્ષોમાં, માનસિક સ્વાસ્થ્યનો મુદ્દો રમત જગતમાં ખૂબ ચર્ચામાં રહ્યો છે. ઘણા ખેલાડી (Player)ઓ આ કારણે રમતોમાંથી વિરામ લઈ ચૂક્યા છે અને ટુર્નામેન્ટમાંથી પણ ખસી ગયા છે. આ ટોક્યો ઓલિમ્પિક -2020 (Tokyo Olympics) માં પણ જોવા મળ્યું હતું.

વિશ્વની સુપ્રસિદ્ધ જિમ્નાસ્ટ (Gymnastic) અમેરિકાની સિમોના બાઇલ્સે (Simone Biles)પણ આ મુદ્દે વાત કરી અને કેટલીક ઈવેન્ટમાંથી પોતાનું નામ પરત ખેચ્યું હતુ,જાપાનની રાજધાનીથી ભારત પરત ફરેલા વિનેશ ફોગાટે (Vinesh Fogate)પણ આ મુદ્દે કોલમ લખી છે અને મેડલ જીતવાની આશાઓ પૂરી ન કર્યા બાદ તેમને કેવી લાગણી અનુભવી રહી છે અને તેની માનસિક સ્થિતિ જણાવે છે.

તેની ગંભીરતાને જોતા, ઘણી રમત સંસ્થાઓ તેના વિશે સભાન બની છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) એ માનસિક સ્વાસ્થ્યથી પીડાતા ખેલાડીઓની મદદ માટે વ્યવસ્થા પણ કરી છે.

તેણે ટોક્યો 2020 ઓલિમ્પિયન્સ અને પેરાલિમ્પિયન્સ (Paralympians) માટે મફત કાઉન્સેલિંગ સેવા શરૂ કરી છે, જેની મદદથી ખેલાડીઓ તેમની માનસિક સ્થિતિ સુધારી શકે છે. એક સારી વાત એ છે કે, અહીં ખેલાડીની તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવશે.

ટોક્યો ઓલિમ્પિક -2020 સમાપ્ત થઈ ગયું છે, પરંતુ પેરાલિમ્પિક ગેમ્સ આ મહિનાની 24 મી તારીખથી જાપાનની રાજધાનીમાં શરૂ થવાની છે અને આ રમતોમાં ભાગ લેનાર ખેલાડીઓ પણ આ સુવિધાનો લાભ લઈ શકે છે. ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતવીરો માટે, આ સુવિધા સમગ્ર વિશ્વમાં 24 કલાક ઉપલબ્ધ છે.

ખેલાડીઓ ફોન, ઇમેઇલ દ્વારા પોતાનો મુદ્દો ઉઠાવી શકે છે અને પછી તેમને મદદ પૂરી પાડવામાં આવે છે. બીજી સારી બાબત એ છે કે, જો વ્યાવસાયિક સમસ્યાઓ સાથે વ્યક્તિગત જીવનમાં કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ પણ આપવામાં આવે છે.

દરેક દેશ માટે અલગ અલગ હેલ્પલાઇન નંબર

આઇઓસીએ દરેક દેશ માટે એક અલગ હેલ્પલાઇન નંબર જારી કર્યો છે, જેના પર ખેલાડીઓ ફોન કરીને તેમની સમસ્યાઓ નોંધાવી શકે છે અને તેમને તેમની ભાષામાં મદદ મળે છે. ખેલાડીઓને વ્યાવસાયિકો દ્વારા મદદ કરવામાં આવે છે .

જે તેમના કોચ, ટીમ અને IOC થી સંપૂર્ણપણે સ્વતંત્ર હોય છે. ખેલાડીઓ માનસિક દબાણ, અંગત જીવન અને કારકિર્દી જાળવવામાં મુશ્કેલી, તણાવ, ઈજા, ચિંતા, તણાવ વગેરે જેવી બાબતોમાં મદદ માંગી શકે છે. જોકે આ મુદ્દો આ બાબતો પૂરતો મર્યાદિત નથી.

ઘણા ખેલાડીઓએ ફરિયાદ કરી છે

સિમોના બાઇલ્સ (Simone Biles)માનસિક સ્વાસ્થ્યને કારણે ટોક્યો ઓલિમ્પિક -2020 માં કેટલીક ઇવેન્ટ્સમાંથી નામ પરત ખેંચી લીધું હતુ. પરંતુ આ પ્રથમ વખત નથી જ્યારે કોઈ ખેલાડીએ આવી ફરિયાદ કરી હોય. અગાઉ, ટેનિસ સ્ટાર નાઓમી ઓસાકા, સેરેના વિલિયમ્સ, ક્રિકેટર ગ્લેન મેક્સવેલે પણ માનસિક તણાવની ફરિયાદ કરી હતી અને બ્રેક લીધો હતો.

તાજેતરમાં જ ઈંગ્લેન્ડના મહાન ક્રિકેટર બેન સ્ટોક્સે પણ માનસિક સ્વાસ્થ્યને કારણે ક્રિકેટમાંથી બ્રેક લીધો છે અને તે ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં ભાગ લીધો નથી.

આ પણ વાંચો : virat kohli જે ખેલાડીને ટીમમાંથી દુર કર્યો, તે ખેલાડીએ 20 બોલમાં 11 છગ્ગા, 9 ચોગ્ગાની મદદથી102 રન ફટકાર્યા

Latest News Updates

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati