ટોક્યો ઓલિમ્પિક આવતા વર્ષે નિયત સમયે યોજવા માટે IOC મક્કમ, ગેમ્સ તેના નિયત સમયે યોજવા કાર્યવાહી શરૂ

|

Sep 09, 2020 | 2:04 AM

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી ( IOC ) અને જાપાની આયોજકો લોકોને ખાતરી આપવા માટે પ્રયાસ કરી રહ્યા છે કે, કોવિડ -19 રોગચાળો હોવાને લઇને એક વર્ષ માટે મુલતવી રાખેલ હતો પરંતુ હવે ટોક્યો ઓલિમ્પિક આવતા વર્ષે જરુર યોજાશે. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને આ વર્ષે જુલાઈથી ઓગસ્ટની વચ્ચે યોજાનારા ટોક્યો ઓલિમ્પિક 2020ને એક વર્ષ માટે મુલતવી રાખવાનો […]

ટોક્યો ઓલિમ્પિક આવતા વર્ષે નિયત સમયે યોજવા માટે IOC મક્કમ, ગેમ્સ તેના નિયત સમયે યોજવા કાર્યવાહી શરૂ

Follow us on

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી ( IOC ) અને જાપાની આયોજકો લોકોને ખાતરી આપવા માટે પ્રયાસ કરી રહ્યા છે કે, કોવિડ -19 રોગચાળો હોવાને લઇને એક વર્ષ માટે મુલતવી રાખેલ હતો પરંતુ હવે ટોક્યો ઓલિમ્પિક આવતા વર્ષે જરુર યોજાશે. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને આ વર્ષે જુલાઈથી ઓગસ્ટની વચ્ચે યોજાનારા ટોક્યો ઓલિમ્પિક 2020ને એક વર્ષ માટે મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ટોક્યો આયોજક સમિતિના સીઈઓ તોશીરો મુટોએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે રસી વિના પણ રમતનું આયોજન થઈ શકે છે. તે જ સમયે, ટોક્યો ઓલિમ્પિક માટે જવાબદારી નિભાવી રહેલા IOC સભ્ય જ્હોન કોટ્સે પણ આ અઠવાડિયે કહ્યું હતું કે, રોગચાળો હોવા છતાંય રમતો નુ આયોજન યોજવામાં આવશે. આમ હવે તે બાબત હવે સ્પષ્ટ થઇ ચુકી છે કે જાપાન કોઈપણ સંજોગોમાં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે તૈયાર છે.

કોટ્સ બુધવારે IOC  એક્ઝિક્યુટિવ બોર્ડની વર્ચુઅલ મીટિંગમાં ભાગ લેશે. તેઓ ટોક્યો ઓલિમ્પિક યોજવા માટેની સંભાવનાઓનું હકારાત્મક મૂલ્યાંકન પણ જેમાં રજૂ કરે તેવી અપેક્ષાઓ સેવાઇ રહી છે. કેટલાક હાલમાં જાહેર સર્વેક્ષણો માં જાપાનીઝ લોકો અને વેપારી સમુદાયોએ રમતોનું આયોજન કરવા અંગે આશંકા પણ વ્યક્ત કરી હતી. આયોજન સમિતિના પ્રવક્તા માસા તાકાયાએ કહ્યુ હતુ કે અમે તમને કહી શકીએ કે IOC ટોક્યોમાં 32 મી ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. તેમજ અમે આ દીશામાં મજબુતાઇથી પગલા ભરી રહ્યા છીએ. ઉલ્લેખનિય છે કે ટોક્યો સિટી, જાપાનની સરકાર અને ટોક્યો ઓલિમ્પિક અધિકારીઓએ ગયા અઠવાડિયે કોવિડ -19 ને રોકવા અને પગલાં લેવા માટે બેઠક યોજી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:03 am, Wed, 9 September 20

Next Article