જોકે ક્રિસ ગેલની તોફાની બૅટિંગ છતાં ઇંગ્લૅંડ સામે વેસ્ટ ઇંડીઝની ટીમે હારનો સામનો કરવો પડ્યો, પણ દર્શકોને ક્રિસ ગેલની ઝંઝાવાતી બૅટિંગ જોવાનો લ્હાવો જરૂર મળ્યો. એટલું જ નહીં, ક્રિસ ગેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકૉર્ડ પોતાના નામે કરી લીધો.
ઇંગ્લૅંડ વિરુદ્ધ વનડે મૅચ દરમિયાન ક્રિસ ગેલે 129 બૉલમાં 135 રન ઠોકી દીધા. તેણે આ દરમિાયન 12 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા. ક્રિસ ગેલની આ 24મી સદી હતી. આ સાથે જ ઇંટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફૉર્મેટ, ટેસ્ટ, વન ડે અને ટી-20માં સૌથી વધુ 488 છગ્ગા મારવાનો રેકૉર્ડ ક્રિસ ગેલના નામે નોંધાઈ ગયો. આ અગાઉ આ રેકૉર્ડ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીના નામે હતો કે જેણે ત્રણેય ફૉર્મેટમાં 476 છગ્ગા ફટકાર્યા હતા.
1. ક્રિસ ગેલ (વેસ્ટ ઇંડીઝ) : 514 ઇનિંગ, 488 છગ્ગા
2. શાહિદ આફ્રિદી (પાકિસ્તાન) : 508 ઇનિંગ, 476 છગ્ગા
3. બ્રેંડન મૅક્કુલમ (ન્યુઝીલૅંડ) : 474 ઇનિંગ, 398 છગ્ગા
4. સનથ જયસૂર્યા (શ્રીલંકા) : 651 ઇનિંગ, 352 છગ્ગા
5. રોહિત શર્મા (ભારત) : 327 ઇનિંગ, 349 છગ્ગા
Chris Gayle went berserk this morning 💥
🔊It's even better when you mash every six with an epic orchestral track 🎼 pic.twitter.com/KVb1lM0oOI
— Fox Cricket (@FoxCricket) February 21, 2019
ક
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]