INDvsENG: સૂર્યકુમારની શાનદાર ફિફટીની મદદથી ઈંગ્લેન્ડ સામે ભારતનો સ્કોર 8 વિકેટે 185 રન

|

Mar 18, 2021 | 9:15 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England ) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં ચોથી T20 મેચ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડ પાંચ મેચોની T20 શ્રેણીમાં 2-1થી આગળ છે, જેને લઈને ભારત માટે આજની મેચ ખૂબ જ મહત્વની છે.

INDvsENG: સૂર્યકુમારની શાનદાર ફિફટીની મદદથી ઈંગ્લેન્ડ સામે ભારતનો સ્કોર 8 વિકેટે 185 રન
Rishabh Pant-Suryakumar Yadav

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England ) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં ચોથી T20 મેચ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડ પાંચ મેચોની T20 શ્રેણીમાં 2-1થી આગળ છે, જેને લઈને ભારત માટે આજની મેચ ખૂબ જ મહત્વની છે. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને કેપ્ટન ઇયોન મોર્ગન (Eoin Morgan)એ પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ભારતીય ટીમની શરુઆત નબળી રહી હતી. રોહિત શર્મા (Rohit Sharma) 12 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. ભારતે ઈશાન કિશન (Ishan Kishan)ના બદલે સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)નો સમાવેશ કર્યો હતો. સુર્યાએ શાનદાર રમત રમી અર્ધશતક લગાવ્યુ હતુ. ભારતે ઈંગ્લેન્ડ સામે 185 રનનું લક્ષ્ય 8 વિકેટ ગુમાવીને રાખ્યુ હતુ.

 

ભારતીય બેટીંગ
સૂર્યાકુમારે આજે સુંદર રમતનું પ્રદર્શન કર્યુ હતુ. તેણે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઈનીગની શરુઆત જ સિક્સર લગાવીને કરી હતી. સૂર્યાએ શાનદાર અર્ધશતક ફટકાર્યુ હતુ. તેણે 31 બોલમાં 57 રનની ઈનીંગ રમી હતી. સૂર્યાએ 6 ચોગ્ગા અને 3 સિક્સર લગાવી હતી. શ્રેયસ ઐયરે 18 બોલમાં 37 રનની ઈનીંગ રમી હતી. છગ્ગો લગાવવાના પ્રયાસમાં તે અંતિમ ઓવરમાં કેચ આઉટ થયો હતો. ટીમ ઈન્ડીયાએ શરુઆતમાં જ રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્માને જોફ્રા આર્ચરે પોતાના જ બોલ પર કેચ આઉટ કર્યો હતો. કેએલ રાહુલે 14 રન કર્યા હતા. તે બેન સ્ટોક્સના બોલ પર જોફ્રા આર્ચરે કેચ ઝડપી આઉટ કર્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

કેપ્ટન વિરાટ કોહલી આજે રન બનાવવામાં નિષ્ફળ નિવડ્યો હતો. અગાઉની બે મેચમાં અર્ધ શતક ફટકાર્યા હતા. કોહલીએ 5 બોલમાં 1 રન કરીને આદિલ રાશીદની ઓવરમાં સ્ટંપિંગ આઉટ થયો હતો. ઋષભ પંતે 23 બોલમાં 30 રન કર્યા હતા. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યા 8 બોલમાં 11 રન કરીને બેન સ્ટોક્સના હાથમાં એક જબરદસ્ત કેચ દ્વારા આઉટ થયો હતો.

 

ઈંગ્લેન્ડ બોલીંગ

જ્યારે જોફ્રા આર્ચરે 4 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવર કરીને 39 રન આપ્યા હતા. તેણે અંતિમ ઓવર દરમ્યાન 2 વિકેટ ઝડપી હતી. સેમ કુરન, આદિલ રાશિદ અને ક્રિસ જોર્ડન ખર્ચાળ બોલર સાબિત થયા હતા. ઈંગ્લેન્ડ આમ તો સમયાંતરે વિકેટ ઝડપવામાં સફળ રહ્યુ હતુ, પરંતુ રનને અટકાવી શક્યા નહોતા. ક્રિસ જોર્ડનનની ચોથી ઓવરમાં 18 રન લુટાવ્યા હતા, જ્યારે સેમ કુરનની એક જ ઓવરમાં 16 રન ખર્ચાયા હતા. આદિલે એક વિકેટ ઝડપી હતી. માર્ક વુડ વિકેટની બાબતમાં આજે ખાસ સફળ રહ્યો નહોતો, તેને એક જ વિકેટ નસીબ થઈ હતી. પરંતુ તેણે બોલીંગ રનની બાબતમાં કસીને નાંખી હતી. તેણે એક ઓવર મેઈડન કરી 4 ઓવરમાં 25 રન આપ્યા હતા.

 

Next Article