INDvsENG: ઇંગ્લેંડના દિગ્ગજે કહ્યુ, જો આમ જ રમતો રહ્યો તો જાડેજાને રિપ્લેશ કરશે વોશિંગ્ટન

|

Feb 09, 2021 | 11:26 AM

ઇંગ્લેંડના પૂર્વ દિગ્ગજ ખેલાડી માર્ક બુચરે (Mark Butcher) ભારતીય સ્પિનર વોશિંગ્ટન સુંદર (Washington Sundar) ની બેટીંગના વખાણ કર્યા હતા. માર્ક બુચરે વોશિંગ્ટન સુંદરની તુલના રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) સાથે કરતા કહ્યુ હતુ કે, તે એક એવો ખેલાડી છે કે જે રવિન્દ્ર જાડેજાને રિપ્લેસ કરી શકે છે.

INDvsENG: ઇંગ્લેંડના દિગ્ગજે કહ્યુ, જો આમ જ રમતો રહ્યો તો જાડેજાને રિપ્લેશ કરશે વોશિંગ્ટન
બુચરના મતે, વોશિંગ્ટન સુંદર ઓલરાઉન્ડ ખેલાડીની પસંદગી માટે એક મજબુત હરીફાઇ ઉભી કરશે.

Follow us on

ઇંગ્લેંડના પૂર્વ દિગ્ગજ ખેલાડી માર્ક બુચરે (Mark Butcher) ભારતીય સ્પિનર વોશિંગ્ટન સુંદર (Washington Sundar) ની બેટીંગના વખાણ કર્યા હતા. માર્ક બુચરે વોશિંગ્ટન સુંદરની તુલના રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) સાથે કરતા કહ્યુ હતુ કે, તે એક એવો ખેલાડી છે કે જે રવિન્દ્ર જાડેજાને રિપ્લેસ કરી શકે છે.

સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક સાથે ની વાતચીત દરમ્યાન માર્ક બુચર એ વોશિંગ્ટન સુંદરના વખાણ કર્યા હતા. તેમણે કહ્યુ કે, વોશિંગ્ટન એક જબરદસ્ત ખેલાડી છે. જો આપણને એ વાતની ખબર ના હોત કે બેટીંગ ઓર્ડરમાં નિચે આવશે અને બોલર ના રુપે પદંસ કરવામાં આવ્યો છે, તો આપણને એમ જ લાગતુ કે તે એક ટોપ ઓર્ડર બેટ્સમેન છે. જેક લીચ સામે તેણે જે રીતે શોટ લગાવ્યો હતો, જે એક ટ્રે઼ડમાર્ક શોટ બની ગયો હતો. તે એક ખૂબ ટેલેન્ટેડ ખેલાડી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

માર્ક બુચરના મતે જો વોશિંગ્ટન સુંદર આ રીતે જ રમતો રહ્યો, તો પછી તે હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાને ઓલરાઉન્ડ ડિપાર્ટમેન્ટમાં પસંદગીની એક હરીફાઇ ઉભી કરશે. તેમણે કહ્યુ વોશિંગ્ટન વિકેટ પણ ઝડપવા લાગ્યો તો તે ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાને રિપ્લેશ કરી શકે છે. સુંદરે એ ડોમ બેઝના એકપણ નબળા બોલને છોડ્યો નથી. ડોમ બેઝ થોડો થાકેલો પણ જણાતો હતો. જોફ્રા આર્ચર સામે પણ જે રીતે તે ઓન ડ્રાઇવ લગાવી હતી તે પણ શાનદાર હતી. તેનુ બેલેન્સ પરફેક્ટ હતુ, માથુ સ્થિર હતુ અને બોલની ઉપર હતુ. લોકો બસ આજ ઇચ્છશે કે બોલીંગમાં વિકેટ નિકાળે. જો તેમ કરવામાં આવશે તો જાડેજાને તે ચેલેન્જ કે રિપ્લેશ કરશે. વોશિંગ્ટન સુંદરે બ્રિસબેન ટેસ્ટની જેમ જ બેટીંગ કરી હતી. તેણે 138 બોલમાં અણનમ 85 રન બનાવ્યા હતા.

Next Article