INDvsENG: અમદાવાદ ટેસ્ટને ઈંગ્લેન્ડ જીતે તો પણ ઓસ્ટ્રેલીયા વિશ્વ ટેસ્ટ ચેમ્પીયનશીપની બહાર જ રહેશે

|

Mar 03, 2021 | 7:20 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે આવતીકાલે ગુરુવારથી ચોથી ટેસ્ટ મેચનો પ્રારંભ થનાર છે. અંતિમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ અંતિમ ટેસ્ટ મેચમાં ભારતને હરાવી દે પરંતુ, ઓસ્ટ્રેલીયા વિશ્વ ટેસ્ટ ચેમ્પીયનશીપ (WTC)ની ફાઈનલ માટે ક્વોલીફાઈ કરી શકશે નહીં.

INDvsENG: અમદાવાદ ટેસ્ટને ઈંગ્લેન્ડ જીતે તો પણ ઓસ્ટ્રેલીયા વિશ્વ ટેસ્ટ ચેમ્પીયનશીપની બહાર જ રહેશે

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે આવતીકાલે ગુરુવારથી ચોથી ટેસ્ટ મેચનો પ્રારંભ થનાર છે. અંતિમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ અંતિમ ટેસ્ટ મેચમાં ભારતને હરાવી દે પરંતુ, ઓસ્ટ્રેલીયા વિશ્વ ટેસ્ટ ચેમ્પીયનશીપ (WTC)ની ફાઈનલ માટે ક્વોલીફાઈ કરી શકશે નહીં. હાલના સમયના આંકડા કહે છે કે, જો ઈંગ્લેન્ડની ટીમ અંતિમ ટેસ્ટ જીતી લેશે તો ઓસ્ટ્રેલીયાની ટીમ WTC ફાઈનલ ક્વોલીફાઈ કરશે. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (ICC) એમ થવા દેશે નહી.

 

આઈસીસીએ ક્રિકેટ ઓસ્ટ્રેલીયા (CA)ની સામે ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA)ની ઔપચારિક ફરિયાદને આગળ લાવવા માંગે છે. જેને લઈને WTCની ફાઈનલ બાદ યોગ્ય થવુ જોઈએ. કારણ કે, ભારત સામે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ 1-2થી હારવાવાળી ઓસ્ટ્રેલીયા ટીમે સાઉથ આફ્રિકાનો પ્રવાસ કરવાનો હતો. જ્યાં 3 મેચોની ટેસ્ટ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપના રુપે રમાનારી હતી. પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ કોરોના વાઈરસનું કારણ ધરીને શ્રેણી સ્થગીત કરી દીધી હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

અંતિમ સમય પર જ ટેસ્ટ સિરીઝ રોકી દેવાને લઈને ક્રિકેટ સાઉથ આફ્રિકાએ આઈસીસીને ફરિયાદ કરી હતી. સાથે જ માંગ કરી હતી કે ક્રિકેટ ઓસ્ટ્રેલીયા તેમને તેનું વળતર ચુકવી આપે. તેમજ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપના તેના પોઈન્ટ કાપીને આફ્રિકાના ખાતામાં ઉમેરવામા આવે. સિડની મોર્નીંગ હેરાલ્ડના રીપોર્ટનુસાર હવે સામે આવ્યુ છે કે જો ઈંગ્લેન્ડની ટીમ ભારતની સામે જીત હાંસલ કરે છે તો ઓસ્ટ્રેલીયા નહીં, પરંતુ સાઉથ આફ્રિકાની ટીમ ફાઈનલમાં પ્રવેશ કરશે. કારણ કે ઓસ્ટ્રેલીયાના WTC પોઈન્ટ કાપવામાં આવશે.

 

ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ આઈસીસીને આ મુદ્દાને ઉકેલવા માટે આ સપ્તાહના અંત સુધીનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ તે મુદ્દો ઉકેલાઈ શક્યો નહોતો. એવામાં આઈસીસીની વિવાદ સમિતી અને એક સ્વતંત્ર પેનલે નિર્ણય કર્યો છે. જે મુજબ ઓસ્ટ્રેલીયાને કોઈ અધિકાર નહોતો કે, તે સિરીઝને સ્થગીત કરી શકે છે. આ સ્થિતીમાં 120 અંક દક્ષિણ આફ્રિકાના ખાતામાં જોડવામાં આવશે. આવામાં જો ભારત સામે ઈંગ્લેન્ડ અમદાવાદ ટેસ્ટને જીતી લેશે તો આફ્રિકાની ટીમ 18 જૂનથી લંડનના લોર્ડઝમાં રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઈનલમાં ન્યુઝીલેન્ડથી ટકરાઈ શકે છે.

 

આ પણ વાંચો: PM MODI આવશે ગુજરાત, સાબરમતી આશ્રમની મુલાકાત લેશે

Next Article