PM MODI આવશે ગુજરાત, સાબરમતી આશ્રમની મુલાકાત લેશે

PM MODI 12 માર્ચના દિવસે ગુજરાત આવશે. આ દિવસે તેઓ અમદવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લેશે.

  • Tv9 webdesk42
  • Published On - 19:05 PM, 3 Mar 2021
PM MODI આવશે ગુજરાત, સાબરમતી આશ્રમની મુલાકાત લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) ફરી એક વાર ગુજરાત પધારશે. પ્રાપ્ત થતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી 12 માર્ચ દાંડીયાત્રાના  દિવસે  ગુજરાત આવશે. આ દિવસે તેઓ અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. જ્યાં હાલ સાબરમતી આશ્રમનું રી-ડેવલોપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. આ કાર્યક્રમ એક દિવસનો હોવાના સમાચાર મળી રહ્યા છે. વડાપ્રધાન મોદી માતા હીરાબાને મળવા તેમના ગાંધીનગરના નિવાસસ્થાને જાય તેવી પણ શક્યતાઓ છે.