INDvsAUS ત્રીજી T20 મેચ માટે આઇસીસીએ ભારતીય ટીમને દંડ ફટકાર્યો

|

Dec 10, 2020 | 11:06 AM

ભારતીય ટીમએ ઓસ્ટ્રેલીયાની સામે ત્રીજી અને આખરી ટી20 મેચમાં ધીમી ગતિ થી બોલીંગ કરી હતી. જેને લઇને આઇસીસીએ બુધવારે તેમની પર મેચ ફી ના 20 ટકા દંડ ફટકાર્યો હતો. મંગળવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં ટોસ જીતીને ભારતે પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. જે મેચમાં ભારત 12 રન થી હારી જતા ઓસ્ટ્રેલીયા ક્લીન […]

INDvsAUS ત્રીજી T20 મેચ માટે આઇસીસીએ ભારતીય ટીમને દંડ ફટકાર્યો

Follow us on

ભારતીય ટીમએ ઓસ્ટ્રેલીયાની સામે ત્રીજી અને આખરી ટી20 મેચમાં ધીમી ગતિ થી બોલીંગ કરી હતી. જેને લઇને આઇસીસીએ બુધવારે તેમની પર મેચ ફી ના 20 ટકા દંડ ફટકાર્યો હતો. મંગળવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં ટોસ જીતીને ભારતે પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. જે મેચમાં ભારત 12 રન થી હારી જતા ઓસ્ટ્રેલીયા ક્લીન સ્વીપ થી બચી ગયુ હતુ.

આઇસીસી દ્રારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ માં આં અંગે જાણકારી આપવામાં આવી હતી કે, વિરાટ કોહલીએ પોતાની ભુલને સ્વિકારી લીધી છે. જેને લઇને હવે આ મામલે કોઇ ઔપચારિક સુનાવણીની જરુરીયાત નથી. મેચ રેફરી ડેવિડ બૂનએ ભારતીય ટીમ પર આ દંડ લગાવ્યો હતો. ડેવિડ બૂન મુજબ ટીમ ઇન્ડિયાએ નિર્ધારીત સમયમાં તેમની ઓવર પુરી કરવામાં એક ઓવર ઓછી ફેંકી હતી. ડેવિડ બૂન એમિરાટ આઇસીસી એલીટ પેનલ ના મેચ રેફરી છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

આઇસીસીના કોડ ઓફ કંડક્ટ 2.22 મુજબ આઇસીસીએ આ દંડ ફટકાર્યો છે. જ્યારે કોઇ ટીમ નિર્ધારીત સમયમાં બોલીંગ કરી શકતી નથી ત્યારે તેની પર મેચ ફીના 20 ટકા દંડ લગાવાય છે. મેદાનના અંપાયર રોડ ટકર, ગેરાર્ડ અબુડ અને ટીવી અમ્પાયર પોલ વિલ્સન તેમજ ચોથા અમ્પાયર સેમ નોગાસ્કીએ પણ ફરીયાદ કરી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article