INDvsAUS: ટીમ ઇન્ડિયામાં કેચ છોડવાની બિમારી ઘર કરી ગઇ, વિશ્વકપથી અત્યાર સુધી 70 કેચ ડ્રોપ

|

Dec 24, 2020 | 12:54 PM

ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) પર ત્રણ વન ડે, ત્રણ ટી20 અને એક ટેસ્ટ મેચ રમી ચુક્યુ છે. આ સાત મેચ દરમ્યાન ભારતીય ટીમ (Team India) એક સમસ્યાથી વધારે સંઘર્ષ કરી રહી છે. હાર મળવાના મુખ્ય કારણમાં આ જ એક સમસ્યા સૌથી ઉપર રહી છે. જે કારણ કેચ છોડવાનુ છે. ટીમ ઇન્ડીયાની ગણતરી આમ […]

INDvsAUS: ટીમ ઇન્ડિયામાં કેચ છોડવાની બિમારી ઘર કરી ગઇ, વિશ્વકપથી અત્યાર સુધી 70 કેચ ડ્રોપ

Follow us on

ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) પર ત્રણ વન ડે, ત્રણ ટી20 અને એક ટેસ્ટ મેચ રમી ચુક્યુ છે. આ સાત મેચ દરમ્યાન ભારતીય ટીમ (Team India) એક સમસ્યાથી વધારે સંઘર્ષ કરી રહી છે. હાર મળવાના મુખ્ય કારણમાં આ જ એક સમસ્યા સૌથી ઉપર રહી છે. જે કારણ કેચ છોડવાનુ છે. ટીમ ઇન્ડીયાની ગણતરી આમ તો વિશ્વની શ્રેષ્ઠ ફીલ્ડીંગ સાઇડમાં કરવામાં આવે છે. પરંતુ કેચ પકડવાની બાબતમાં ટીમ પાછળ રહે છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન તો ટીમના મહત્વના ફિલ્ડર્સે પણ કેચ છોડ્યા. જેમાં રવિન્દ્ર જાડેજા, (Ravindra Jadeja) વિરાટ કોહલી (Virat Kohli) અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) પણ આ યાદીમાં સામેલ છે. ટેસ્ટ મેચમાં પણ આ બીમારી હજુ પીછો છોડતી નથી.

એડિલેડની પ્રથમ ટેસ્ટમાં ભારતે પાંચ કેચ ડ્રોપ કરી દીધા. જેના થી પ્રથમ પારીમાં ભારતીય ટીમે મજબૂત ગાળીયો કસવા થી ચુકી ગઇ. ભારતીય ખેલાડીઓમાં જસપ્રિત બુમરાહ, પૃથ્વી શોએ કેચ છોડ્યા. જો ભારતીય ફીલ્ડરોએ પ્રથમ ઇનીંગમાં જ આ કેચ ઝડપ્યા હોત તો ઓસ્ટ્રેલીયા 100 રને માંડ પહોચ્યુ હોત. પરંતુ આમ ના થઇ શક્યુ. પરીણામ એ આવ્યુકે પ્રથમ ઇનીંગમાં લીડ ઓછી મળી શકી. તો બીજી ઇનીંગમાં ભારતીય ટીમ 36 રન જ માં ઓલઆઉટ થઇ ગયુ. આમ આઠ વિકેટે હારી ગઇ.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સીરીઝ પહેલા ભારતે ત્રણ ટી20 અને ત્રણ વન ડેમાં 19 કેચ છોડ્યા હતા. જોકે આ પહેલી એવી સીરીઝ નહોતી જેમાં ભારતીય ફિલ્ડરોના હાથ માખણ સાબિત થયા હોય. વર્ષ 2020 ની શરુઆતમાં જ્યારે ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ પ્રવાસ ખેડ્યો ત્યારે 12 કેચ છોડ્યા હતા. આ કેચ ત્રણ વન ડે અને બે ટેસ્ટ મેચમાં ડ્રોપ કર્યા હતા. વર્ષ 2018માં ઇંગ્લેંડ પ્રવાસ પર પાંચ ટેસ્ટમાં 10 કેચ છોડ્યા હતા. વર્ષ 2017-18માં દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ત્રણ ટેસ્ટમાં છ કેચ ડ્રોપ કર્યા હતા. આમ આ ચારેય દેશ સામે ભારતીય ખેલાડીઓએ 52 કેચ છોડ્યા છે. 2019 ના વિશ્વકપ થી જોઇએ તો ભારતે 43 મેચમાં 70 જીવતદાન આપ્યા છે. ભારતે આ કેચ 15 વન ડે, 19 ટી20 અને 9 ટેસ્ટમાં છોડ્યા છે.

જો ખેલાડીઓની વાત કરવામા આવે તો ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધુ 14 કેચ છોડ્યા છે. કોહલી આમ તો ટીમના સૌથી સારા ફિલ્ડર માનવામાં આવે છે. ટીમના બાકીના ખેલાડીઓની કોહલી થી તુલના કરવામાં આવે તો અન્ય ખેલાડીઓ કેપ્ટન થી પાછળ છે. કોહલી પછી ઋષભ પંત અને શ્રેયસ ઐયરનુ નામ આવે છે. આ બંને એ 5-5 કેચ છોડ્યા છે. તો રોહિત શર્મા, અજીંક્ય રહાણે, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા અને મહંમદ શામીએ 4-4- કેચ છોડ્યા છે.

ભારત પાસે આર શ્રીધરના રુપમાં સ્પેશિયાલીસ્ટ ફીલ્ડીંગ કોચ છે. પરંતુ આમ છતાં પણ ભારતીય ટીમ કેચ પકડવામાં પાછળ પડતી જઇ રહી છે. જો આ ક્ષતીને ઝડપથી સુધારવામાં નહી આવે તો પરેશાની વધી શકે છે.

 

 

Next Article