INDvsAUS: ઓસ્ટ્રેલિયાની હાર બાદ હવે શેન વોર્ન પણ ભડક્યો, કહ્યુ થશે ટીમમાં મોટા ફેરફાર

|

Jan 21, 2021 | 10:20 AM

મહાન ક્રિકેટર શેન વોર્ન (Shane Warne) નુ માનવુ છે કે, ભારત (India) ની અપેક્ષાજનક રીતે મજબૂત ટીમ ટીમ નહોતી. તેમ છતાં પણ ઓસ્ટ્રેલીયા (Australia) નો સિરીઝમાં હાર કારમો પરાજય થતા ટીમમાં મોટા ફેરફારો થઇ શકે છે. ભારતે મંગળવારે ઓસ્ટ્રેલીયાને ત્રણ વિકેટે હરાવીને યાદગાર જીત મેળવી હતી.

INDvsAUS: ઓસ્ટ્રેલિયાની હાર બાદ હવે શેન વોર્ન પણ ભડક્યો, કહ્યુ થશે ટીમમાં મોટા ફેરફાર
Shane Warne

Follow us on

મહાન ક્રિકેટર શેન વોર્ન (Shane Warne) નુ માનવુ છે કે, ભારત (India) ની અપેક્ષાજનક રીતે મજબૂત ટીમ ટીમ નહોતી. તેમ છતાં પણ ઓસ્ટ્રેલીયા (Australia) નો સિરીઝમાં હાર કારમો પરાજય થતા ટીમમાં મોટા ફેરફારો થઇ શકે છે. ભારતે મંગળવારે ઓસ્ટ્રેલીયાને ત્રણ વિકેટે હરાવીને યાદગાર જીત મેળવી હતી. તે સાથે ભારતે સિરીઝ પર પણ કબજો મેળવી લીધો હતો. આમ 2-1 થી સિરીઝ જીતીને બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) લગાતાર બીજીવાર પોતાની પાસે રાખી હતી. આ દરમ્યાન ફોક્સ ક્રિકેટ સાથે વાતચીત કરતા શેન વોર્ને વાતચિત કરતા કહ્યુ હતુ કેસ મને લાગે છે. કે હારની ખૂબ મોટી અસર પડશે. વૈકલ્પિક ટીમથી હારી જાઓ તેમ થઇ શકે નહી.

વોર્ને કહ્યુ હતુ કે, તેમની (ઓસ્ટ્રેલીયાની) રણનિતી પર સવાલ ઉઠ્યા અને સવાલ ઉઠાવવા જોઇએ. બોલરો પર પણ સવાલો ઉઠશે, ખેલાડીઓના ટીમમાં સ્થાન અંગે પણ સવાલો ઉઠશે. આવુ થવુ જ જોઇએ. તમે તેનાથી બચી શકશો નહી. કે ના તો તેમને હટાવીને કહી શકશો કે, ભારતની ટીમ અમારાથી વધારે સારી ટીમ હતી. વોર્ન એ જોકે ભારતીય ટીમની ખૂબ તારીફ કરી હતી. ટીમના ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવા છતાં પણ અને નિયમીત કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે કહ્યુ કે ભારતીય ખેલાડીઓ જે રમ્યા છે, તેનો શ્રેય તેમના થી છીનવી ના શકાય. કારણ કે પ્રથમ પસંદ કરવામાં આવેલ ટીમના ત્રણેક ખેલાડીઓ જ તે ટીમમાં રમી રહ્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મહાન સ્પિનરે આગળ કહ્યુ હતુ કે, ઓસ્ટ્રેલીયા સિરીઝમાં મોકાનો ફાયદો ઉઠાવી શક્યુ નહોતુ. ઓસ્ટ્રેલીયાના આ સિરીઝ જીતવા માટે અનેક મોકા મળ્યા હતા, પરંતુ તેનો ફાયદો ઉઠાવી શક્યા નહોતા. ટિમ પેનની કેપ્ટનશીપની પણ તેણે ખૂબ આલોચના કરી હતી અને કહ્યુ કે તેણે પોતાની રણનિતીની નિષ્ફળતાની જવાબદારી નથી લીધી. મને લાગે છે કે તેની રણનિતી એટલી સારી રહી નહોતી. મને લાગે છે કે કેપ્ટનના રુપમાં આ જવાબદારી તેની પર જ આવશે.

Next Article