INDvsAUS: ઓસ્ટ્રેલિયાના બોલરોને હંફાવી દીધા બાદ સિરીઝના હીરો ઋષભ પંતે કહી મોટી વાત

|

Jan 19, 2021 | 4:52 PM

ભારતીય ટીમ (Team India)ને બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test)માં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે (Rishabh Pant) જીત માટેની મહત્વની ભૂમિકા અદા કરી હતી.

INDvsAUS: ઓસ્ટ્રેલિયાના બોલરોને હંફાવી દીધા બાદ સિરીઝના હીરો ઋષભ પંતે કહી મોટી વાત
Rishabh Pant

Follow us on

ભારતીય ટીમ (Team India)ને બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test)માં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે (Rishabh Pant) જીત માટેની મહત્વની ભૂમિકા અદા કરી હતી. તેણે ભારતને જીતની મંઝીલ સુધી પહોંચાડતી રમત દાખવી હતી. તેણે ઐતિહાસિક જીતની ઈનીંગ રમી હતી અને તેણે પોતાની આજની રમતને પોતાના કેરિયરની સર્વશ્રેષ્ઠ રમત ગણાવી હતી. પંતે બ્રિસબેન ટેસ્ટમાં રમાયેલી ભારત અને ઓેસ્ટ્રેલિયા (Australia) વચ્ચેની ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઈનીંગમાં 23 રન બનાવ્યા હતા તો બીજા દાવમાં બેટીંગ કરવા માટે ઉતરતા તેણે શાનદાર અર્ધશતક લગાવ્યુ હતુ. પંતે 138 બોલમાં 89 રનની શાનદાર અણનમ પારી રમી હતી.

 

પંતે શાનદાર રમત દરમ્યાન 9 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અણનમ રમત રમી હતી. એટલુ જ નહી પંત આ સિરીઝમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો. પંતે ચારમાંથી ત્રણ ટેસ્ટ મેચ રમી છે. જેમાં પાંચ ઈનીંગમાં તેણે 274 રન બનાવ્યા હતા. આ દરમ્યાન તેની સરેરાશ 68.50 રહી હતી. જ્યારે સ્ટ્રાઈક રેટ 69.89નો રહ્યો હતો. મેચના બાદમાં ઋષભ પંતે કહ્યું હતુ કે, આ મેચને જીતવી એ મારા જીવનની સૌથી મોટી બાબત છે. હું આ મોકા પર ટીમ મેનેજમેન્ટનો પણ આભાર માનવા માંગીશ. એટલે સુધી કે હું જ્યારે સારુ નહોતો રમી રહ્યો, ત્યારે પણ મને આ બધાએ જ સાથ આપ્યો હતો અને સમર્થન કર્યુ હતુ. ઓસ્ટ્રેલિયામાં મળેલી આ જીત કોઈ સપનુ સાચુ થવા જેવો અહેસાસ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

ઋષભ પંતનું યોગદાન આ સિરીઝ વિજયી થવામાં મહત્વનું રહ્યુ હતુ. કારણ કે તે સિડની ટેસ્ટમાં ખૂબ જ મહત્વની 97 રનની ઈનીંગ ના રમ્યો હોત તો ભારત સિડનીમાં જ સિરીઝને ગુમાવી ચુક્યુ હોત. સિડનીમાં એક સમયે લાગી રહ્યુ હતુ કે, ઓસ્ટ્રેલિયા મેચ અને સિરીઝ બંને પર કબ્જો કરી લેશે. ત્યારે જ પંતે જબરદસ્ત કાઉન્ટર કરતી રમત દાખવી હતી અને 97 રનની રમત રમી હતી. તેણે તે પારી રમતા 183 બોલનો સામનો કરીને 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. સિડની ટેસ્ટ દરમ્યાન પંતે પ્રથમ ઈનીંગમાં 36 રન બનાવ્યા હતા. આમ તેણે પુરી સિરીઝ દરમ્યાન ઓસ્ટ્રેલિયાની ટીમના મજબૂત બોલીંગ આક્રમણને હંફાવી દીધુ હતુ.

 

આ પણ વાંચો: ભારતીય ટીમે મેદાનમાં અને Memersએ ટ્વિટર પર ઓસ્ટ્રેલીયાને ધોયું, જુઓ થોડા Memes

Published On - 4:47 pm, Tue, 19 January 21

Next Article