INDvsAUS:લિયોનના બોલ પર ખરાબ શોટ રમવા બદલ થઈ રહેલ ટીકાને લઈ રોહિત શર્મા બોલ્યો, જાણો શુ કહ્યુ

|

Jan 18, 2021 | 11:31 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઇ રહેલી બોર્ડર ગાવાસ્કર ટેસ્ટ ટ્રોફી (Border Gavaskar Trophy) ની આખરી મેચના બીજા દિવસે બંને ટીમોનો દેખાવ જાણે સરખો રહ્યો છે. જ્યાં પ્રથમ બંને સત્રમાં ભારતનો દબદબો રહ્યો હતો, ત્યાં રોહિત શર્મા (Rohit Sharma) ની વિકેટ લીધા બાદ ઓસ્ટ્રેલીયાની મેચમાં વાપસી થઇ ચુકી છે.

INDvsAUS:લિયોનના બોલ પર ખરાબ શોટ રમવા બદલ થઈ રહેલ ટીકાને લઈ રોહિત શર્મા બોલ્યો, જાણો શુ કહ્યુ
Rohit Sharma.

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઇ રહેલી બોર્ડર ગાવાસ્કર ટેસ્ટ ટ્રોફી (Border Gavaskar Trophy) ની આખરી મેચના બીજા દિવસે બંને ટીમોનો દેખાવ જાણે સરખો રહ્યો છે. જ્યાં પ્રથમ બંને સત્રમાં ભારતનો દબદબો રહ્યો હતો, ત્યાં રોહિત શર્મા (Rohit Sharma) ની વિકેટ લીધા બાદ ઓસ્ટ્રેલીયાની મેચમાં વાપસી થઇ ચુકી છે. બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) ના બીજા દિવસની રમતના અંતે ભારતે 2 વિકેટના નુકશાન પર 62 રન બનાવ્યા હતા. રોહિત શર્મા સારા ફોર્મમાં લાગી રહ્યો હતો, પરંતુ નાથય લિયોન (Nathan Lyon) ના એક મોટા શોટને રમવાના ચક્કરમાં વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે આસાન કેચ લોંગઓન પર સ્ટાર્કને આપી દીધો હતો. ત્યાર બાદ તેના આ શોટને લઇને ખૂબ જ આલોચના થવા લાગી હતી. જોકે રોહિત શર્માએ પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન તેણે કહ્યુ કે તેને એ શોટ પર કોઇ અફસોસ નથી.

બીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ કહ્યુ હતુ કે, હું જ્યા પહોંચવા ઇચ્છતો હતો ત્યાં જ પહોંચ્યો. બસ બોલને યોગ્ય રીતે કનેક્ટ કરી શક્યો નહોતો. હું લોંગ ઓન અને સ્કેવર લેગ વચ્ચે રમવા માંગતો હતો, કામિયાબ ના નિવડ્યો. હું જે રીતે શોટ રમ્યો હતો, એવી રમત હું પસંદ કરુ છે. બેટીંગ કરવા માટે આ એક સારી પીચ છે. હાં એ વાત પણ સાચી છે કે, અહીં પીચમાં ખૂબ ઉછાળ છે જોકે તે મને પસંદ છે. તેણે કહ્યુ હતુ કે એક વાર જ્યારે શરુઆતની કેટલીક ઓવર રમી લીધી, બાદમાં મને સમજ આવી ચુકી હતી કે પિચ પર વધારે સ્વીંગ નથી. હું આઉટ દુર્ભાગ્યપૂર્ણ રીતે જરુર થયો છુ, પરંતુ મને તેનો અફસોસ નથી. ટીમમાં મારી ભૂમિકા છે કે બોલર પર એટેક કરવાનો.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

રોહિત શર્માએ કહ્યુ હતુ કે, રન બનાવવા બંને ટીમો માટે આસાન નથી. આવામાં એ વિચારવાનુ હશે કે બોલર પર દબાણ બનાવી શકાય. તેમ કરવામાં તમે ભૂલ પણ કરશો તેવી પણ સંભાવના રહેલી છે. પરંતુ તેનો સ્વિકાર કરવા માટે તમારે તૈયાર રહેવુ પડશે. લિયોન એક સમજદાર બોલર છે, તેણે સારો બોલ કર્યો હતો જેના પરીણામે હું મોટો શોટ કરી ના શક્યો. રોહિત શર્મા 44 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. રમતના અંતે ચેતેશ્વર પુજારા અને કેપ્ટન અજીંક્ય રહાણે ક્રિઝ પર છે. આ પહેલા ઓસ્ટ્રેલીયાએ પ્રથમ ઇનીંગમાં 369 રન બનાવ્યા છે.

Next Article