INDvsAUS: મેલબોર્ન ટેસ્ટથી રવિન્દ્ર જાડેજા કરી શકે છે વાપસી, BCCIએ શેર કર્યો વીડિયો

|

Dec 23, 2020 | 9:17 PM

ઓસ્ટ્રેલિયાની સામે એડિલેડ ટેસ્ટમાં ભારતીય ટીમે શરમજનક હારને સહન કરી છે. જો કે હવે ભારતીય ટીમ સીરીઝમાં વાપસી કરવા માટે બદલાની તૈયારીઓ કરી રહી છે.

INDvsAUS: મેલબોર્ન ટેસ્ટથી રવિન્દ્ર જાડેજા કરી શકે છે વાપસી, BCCIએ શેર કર્યો વીડિયો
Ravindra Jadeja

Follow us on

ઓસ્ટ્રેલિયાની સામે એડિલેડ ટેસ્ટમાં ભારતીય ટીમે શરમજનક હારને સહન કરી છે. જો કે હવે ભારતીય ટીમ સીરીઝમાં વાપસી કરવા માટે બદલાની તૈયારીઓ કરી રહી છે. કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે ટી20 સીરીઝની પ્રથમ મેચમાં કન્કશનનો શિકાર થયેલ ઓલરાઉન્ડર જાડેજા પરત ફરી શકે છે. રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) આગામી મેચનો ભાગ બની શકે છે. મેચ પહેલા જ હવે બીસીસીઆઈએ (BCCI) આ માટેનો સંકેત પણ આપી દીધો છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

બીસીસીઆઈએ ટ્વીટર પર નેટ સેશનનો એક વીડિયો શેર કર્યો છે. જે વીડિયોમાં રવિન્દ્ર જાડેજા બોલીંગ અને બાદમાં બેટીંગ કરતા નજરે પડી રહ્યો છે. બીસીસીઆઈ એ આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે કે, જુઓ કોણ નેટ પર પરત ફર્યુ છે. રવિન્દ્ર જાડેજા બોક્સિંગ ડે ટેસ્ટ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. વીડિયોમાં જાડેજાએ બેટીંગ અને બોલીંગ કરતા ખૂબ જ સહજ જોવા મળી રહ્યો છે. ટી20 સીરીઝના પહેલા મુકાબલામાં જ બેટીંગ કરતા મિશેલ સ્ટાર્કનો બોલ માથા પર વાગ્યો હતો. જે ઈજાને લઈને જાડેજા મેદાનની બહાર થયો હતો.

 

BCCI’s Tweet 

જાડેજાના ટીમમાં આવવાને લઈને એ વાત ચોક્કસ નથી કે તેની કોના સ્થાન પર આવશે. ઓસ્ટ્રેલિયાના પાછલા પ્રવાસ દરમ્યાન જાડેજાએ મેલબોર્ન ટેસ્ટમાં શાનદાર બોલીંગ કરી હતી. બેટથી ભલે તેણે તે વખતે નવ રન બનાવ્યા હતા. પરંતુ પાંચ મહત્વની વિકેટ ઝડપી હતી. જાડેજાના ટીમમાં આવવાથી ફાયદો એ રહેશે કે અશ્વિન પહેલાથી ફોર્મમાં છે. હવે બંનેની જોડી વિરોધીઓ સામે ફરી એક વાર ખતરનાક સાબિત થઈ શકે છે. સાથે જ તે વન ડે અને ટી20માં પણ સારી બેટીંગ કરી ચુક્યો છે.

 

Next Article