INDvsAUS: નાથન લિયોનને સાથી ખેલાડીઓ દ્રારા અપાયુ ગાર્ડ ઓફ ઓનર, કરી પૂર્ણ 100 ટેસ્ટ

|

Jan 15, 2021 | 10:34 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા (India Australia Test) વચ્ચે રમાઇ રહેલી ચાર મેચોની ટેસ્ટ સીરીઝની ચોથી ટેસ્ટ બ્રિસબેન (Brisbane Test) માં રમાઇ રહી છે. ઓસ્ટ્રેલીયાના કેપ્ટન ટીમ પેને (Tim Penn) ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત આ મેચમાં ચાર ફેરફારો સાથે મેદાનમાં ઉતર્યુ છે. જ્યારે ઓસ્ટ્રેલીયાની ટીમે એક ફેરફાર કર્યો હતો.

INDvsAUS: નાથન લિયોનને સાથી ખેલાડીઓ દ્રારા અપાયુ ગાર્ડ ઓફ ઓનર, કરી પૂર્ણ 100 ટેસ્ટ
Nathan Lyon completed 100 Tests

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા (India Australia Test) વચ્ચે રમાઇ રહેલી ચાર મેચોની ટેસ્ટ સીરીઝની ચોથી ટેસ્ટ બ્રિસબેન (Brisbane Test) માં રમાઇ રહી છે. ઓસ્ટ્રેલીયાના કેપ્ટન ટીમ પેને (Tim Penn) ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત આ મેચમાં ચાર ફેરફારો સાથે મેદાનમાં ઉતર્યુ છે. જ્યારે ઓસ્ટ્રેલીયાની ટીમે એક ફેરફાર કર્યો હતો. ઓસ્ટ્રેલીયાની શરુઆત સારી રહી નહોતી, ટીમે પોતાના બંને ઓપનરોને ઝડપ થી ગુમાવી દીધા હતા. ભારત તરફ થી મહંમદ સિરાજ (Mohammad Siraj) અને શાર્દુલ ઠાકુર (Shardul Thakur) એક એક વિકેટ પોતાના નામે કરી ચુક્યા છે. ઓસ્ટ્રેલીયાના સ્પિનર નાથન લિયોન (Nathan Lyon) બ્રિસબેનમાં પોતાની 100મી ટેસ્ટ મેચ રમવા માટે આજે મેદાને ઉતર્યા હતા. ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓએ તેમને ગાર્ડ ઓફ ઓનર (Guard of Honor) આપ્યુ હતુ.

https://twitter.com/FoxCricket/status/1349866854106374144?s=20

નાથ લિયોન ઓસ્ટ્રેલીયા તરફ થી 100 ટેસ્ટ મેચ રમનારો 13 મો ખેલાડી છે. તેમને આ ખાસ મોકા પર ટીમ ના સાથી ખેલાડીઓ દ્રારા ગાર્ડ ઓફ ઓનરનુ સન્માન આપવામાં આવ્યુ હતુ. લિયોન ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 400 વિકેટ પુરી કરવાની પણ ખૂબ જ નજીક છે. તે અત્યાર સુધી 99 ટેસ્ટ મેચમાં 396 વિકેટ પોતાના નામે કરી ચુક્યો છે. બ્રિસબેન ટેસ્ટમાં જો તે ચાર વિકેટ પોતાના નામે કરી શકવામાં સફળ થઇ શકે છે તો નવી ઉપલબ્ધી હાંસલ કરી શકે છે. તે શેનવોર્ન ની 708 અને ગ્લેન મેકગ્રાની 563 વિકેટ બાદ સૌથી વધુ વિકેટ લેનારો ત્રીજો ઓસ્ટ્રેલીયન ખેલાડી બનશે. નાથન લિયોનનો રેકોર્ડ ગાબા સ્ટેડીયમ પર ખૂબ સારો રહ્યો છે. તેને અહીની પીચ પણ બોલીંગ માટે ખૂબ માફક આવી રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

https://twitter.com/ICC/status/1349850407955173378?s=20

ઓસ્ટ્રેલીયાની ટીમ આ મેચમાં એક બદલાવ સાથે મેદાનમાં ઉતરી છે. ટીમ એ ઇજાગ્રસ્ત વિલ પુકોવસ્કીના સ્થાન પર માર્કસ હેરિસને સ્થાન આપ્યુ છે. ઇજાઓને લઇને સંઘર્ષ કરી રહેલી ભારતીય ટીમે પણ પ્લેયીંગ ઇલેવનમાં ચાર ફેરફારો કર્યા હતા. જેમાં ટીમે મુખ્ય બોલરો જસપ્રિત બુમરાહ અને આર અશ્વિનને મેદાન થી બહાર રાખવા માટે મજબુર બનવુ પડ્યુ હતુ. ટી નટરાજન અને વોશિંગ્ટન સુંદરે ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. જ્યારે રવિન્દ્ર જાડેજાના સ્થાને શાર્દુલ ઠાકુર અને હનુમા વિહારીના સ્થાને મયંક અગ્રવાલ ટીમમાં સામેલ થયા છે.

Next Article