INDvsAUS: ભારતના ટેસ્ટ ઇતિહાસનો 88 વર્ષનો રેકોર્ડ, જળવાશે કે તૂટશે?

|

Dec 26, 2020 | 9:14 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા (Australia) વચ્ચે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચની સીરીઝની બીજી ટેસ્ટ હાલ મેલબોર્ન (Melbourne) માં રમાઇ રહી છે. એડિલે઼ડ ટેસ્ટ (Adelaide Test) મેચને જીતીને ઓસ્ટ્રેલિયાની ટીમ સીરીઝમાં 1-0 થી આગળ ચાલી રહી છે. ટીમ ઇન્ડિયાએ બોક્સિંગ ડે-ટેસ્ટ (Boxing Day Test) મેચ માં શુભમન ગીલ (Shubhaman Gill), રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja), મહંમદ સિરાજ (Mohammad […]

INDvsAUS: ભારતના ટેસ્ટ ઇતિહાસનો 88 વર્ષનો રેકોર્ડ, જળવાશે કે તૂટશે?

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા (Australia) વચ્ચે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચની સીરીઝની બીજી ટેસ્ટ હાલ મેલબોર્ન (Melbourne) માં રમાઇ રહી છે. એડિલે઼ડ ટેસ્ટ (Adelaide Test) મેચને જીતીને ઓસ્ટ્રેલિયાની ટીમ સીરીઝમાં 1-0 થી આગળ ચાલી રહી છે. ટીમ ઇન્ડિયાએ બોક્સિંગ ડે-ટેસ્ટ (Boxing Day Test) મેચ માં શુભમન ગીલ (Shubhaman Gill), રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja), મહંમદ સિરાજ (Mohammad Siraj )અને ઋષભ પંત (Rishabh Pant) ને ટીમમાં સામેલ કર્યા છે. મેલબોર્નના મેદાન પર જ્યારે ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં પોતાના 88 રેકોર્ડ (Record) ને કાયમ રાખવાનો મોટો પડકાર છે.

ભારતીય ટીમે વર્ષ 2020માં અત્યાર સુધી રમેલી તમામ મેચોને ગુમાવી છે. એટલે કે ભારતીય ટીમ ના તો એક પણ ટેસ્ટ મેચમાં જીત મેળવી છે કે ના તો એક પણ મેચને ડ્રોમા ખેંચી છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આવુ ક્યારેય થયુ નથી, કે એક વર્ષ દરમ્યાન તમામ મેચ હારી ચુક્યા હોય. આવામાં હવે અજીંક્ય રહાણે અને તેની ટીમની સામે 88 વર્ષના રેકોર્ડને પણ બચાવવાનો પડકાર હશે. ભારતે આ રેકોર્ડ ને જાળવી રાખવા માટે મેલબોર્નમાં રમાઇ રહેલી ટેસ્ટને કમસે કમ ડ્રો પણ કરવી પડશે.

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

બાંગ્લાદેશની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે પાંચ વર્ષ એક પણ મેચને ડ્રો કરવામાં સફળ રહી શકી નથી. આ યાદીમા સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલીયા અને ઝીમ્બાબ્વે ના નામ પણ શામેલ છે. જેમણે ત્રણ વર્ષ સુધી ક્રિકેટના લાંબા ફોર્મેટમાં એક પણ મેચમાં જીત હાંસલ કરી કરી નહોતી. કે ના તો મેચને ડ્રો પણ કરાવી શક્યા હતા. ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા પણ આ શર્મજનક રેકોર્ડને પોતાને નામે કરી ચુક્યા છે. ભારત એડિલેડ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલીયા સામે 8 વિકેટે હાર્યુ હતુ. ટીમ ઇન્ડીયાએ 36 રન કરીને ટેસ્ટ ક્રિકેટનો તેનો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો.

Published On - 9:14 am, Sat, 26 December 20

Next Article