INDvsAUS: મેલબોર્ન ટેસ્ટની જીત હાથ વેંત, ભારતને 70 રનનુ લક્ષ્ય, બીજી ઇનીંગમાં ઓસ્ટ્રેલીયા 200માં સમેટાયુ

|

Dec 29, 2020 | 8:59 AM

ટીમ ઈન્ડિયાએ હવે જીત મેળવવા માટે બીજી બેટીંગ ઇનીંગ રમવા માટે મેદાને ઉતરવુ પડશે. ચોથા દિવસની રમતમાં ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ 200 રનમાં સમેટાઇ ગઈ હતી. આમ ભારતને જીતવા માટે મેલબોર્ન ટેસ્ટમાં 70 રનનો લક્ષ્યાંક મળ્યો છે. કેમરુન ગ્રીન (Cameron Green) અને પેટ કમિન્સે (Pat Cummins) ચોથા દિવસની શરૂઆત સારી કરી. જોકે આ જોડીને તોડવા માટે […]

INDvsAUS: મેલબોર્ન ટેસ્ટની જીત હાથ વેંત, ભારતને 70 રનનુ લક્ષ્ય, બીજી ઇનીંગમાં ઓસ્ટ્રેલીયા 200માં સમેટાયુ

Follow us on

ટીમ ઈન્ડિયાએ હવે જીત મેળવવા માટે બીજી બેટીંગ ઇનીંગ રમવા માટે મેદાને ઉતરવુ પડશે. ચોથા દિવસની રમતમાં ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ 200 રનમાં સમેટાઇ ગઈ હતી. આમ ભારતને જીતવા માટે મેલબોર્ન ટેસ્ટમાં 70 રનનો લક્ષ્યાંક મળ્યો છે. કેમરુન ગ્રીન (Cameron Green) અને પેટ કમિન્સે (Pat Cummins) ચોથા દિવસની શરૂઆત સારી કરી. જોકે આ જોડીને તોડવા માટે ટીમ ઈન્ડિયાએ બીજા નવા બોલની રાહ જોવી પડી. 80 ઓવર પછી, જ્યારે બીજો નવો બોલ મળ્યો, ત્યારે બુમરાહ (Jaspreet Bumrah) ગ્રીન અને કમિસની જોડીને તોડવામાં સફળ રહ્યા.

બુમરાહે શોર્ટ બોલ પર કમિન્સનો શિકાર કર્યો. ગ્રીન અને કમિન્સે મળીને 35.3 ઓવર બેટિંગ કરી હતી અને ટીમના સ્કોરમાં 57 રન જોડ્યા હતા. કમિન્સ 22 રને આઉટ થયા બાદ ગ્રીન એ સ્ટાર્ક સાથે રમત શરુ આગળ વધારી હતી. તે બંને એ 8 મી વિકેટ માટે 21 રનની ભાગીદારી કરી હતી. જ્યારે ગ્રીન તેની અડધી સદીની નજીક હતો ત્યારે જ નવોદિત સિરાજે બાઉન્સર નાંખી શિકાર બનાવ્યો હતો. કેમરુન ગ્રીન 45 રન બનાવીને આઉટ થયો હતો. ગ્રીન બાદ સ્ટાર્ક અને લિયોન બંનેએ ઓસ્ટ્રેલિયન સ્કોર બોર્ડ માં 8 રન ઉમેર્યા હતા.

લિયોન લંચ સમયના 5 મિનિટ પહેલા જ આઉટ થયો, ત્યારે ક્રિકેટના નવા નિયમો અનુસાર પ્રથમ સત્રમાં અડધો કલાકનો વધારો કરવામાં આવ્યો હતો. સ્ટાર્ક અને હેઝલવુડે મળીને ઓસ્ટ્રેલિયાની છેલ્લી વિકેટ તરીકે 15 રન જોડ્યા. અશ્વિને આ ભાગીદારી તોડતા જ ઓસ્ટ્રેલીયા 200 રન પર ઓલઆઉટ થયુ હતુ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભારતની બોલિંગ દમદાર રહી હતી. બીજી ઇનિંગમાં સિરાજે સૌથી વધુ 3 વિકેટ લીધી જ્યારે બુમરાહ, અશ્વિન અને જાડેજાને 2-2 વિકેટ મળી હતી. જ્યારે ઉમેશ યાદવે એક વિકેટ ઝડપી હતી.

Next Article