INDvsAUS: રહાણેના શતક સાથ ભારત મજબુત સ્થિતીમાં, 82 રનની લીડ સાથે રમતમાં, ભારત 277/5*

|

Dec 27, 2020 | 6:36 PM

મેલબોર્ન (Melbourne) માં રમાઇ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ (Boxing Day Test) માં બીજા દિવસનો અંત ટીમ ઇન્ડિયા (India)એ શાનદાર રીતે કર્યો હતો. ભારતીય ટીમે બીજા દિવસની રમતના અંત સુધીમાં 5 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. આમ ભારતીય ટીમે પ્રથમ ઇનીંગમાં અત્યાર સુધી 82 રનની લીડ મેળવી છે. દિવસની રમતમાં સૌથી મુખ્ય આકર્ષણ કેપ્ટન રહાણે […]

INDvsAUS: રહાણેના શતક સાથ ભારત મજબુત સ્થિતીમાં, 82 રનની લીડ સાથે રમતમાં, ભારત 277/5*
Rahane's century

Follow us on

મેલબોર્ન (Melbourne) માં રમાઇ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ (Boxing Day Test) માં બીજા દિવસનો અંત ટીમ ઇન્ડિયા (India)એ શાનદાર રીતે કર્યો હતો. ભારતીય ટીમે બીજા દિવસની રમતના અંત સુધીમાં 5 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. આમ ભારતીય ટીમે પ્રથમ ઇનીંગમાં અત્યાર સુધી 82 રનની લીડ મેળવી છે. દિવસની રમતમાં સૌથી મુખ્ય આકર્ષણ કેપ્ટન રહાણે (Ajinkya Rahane) નુ શતક રહ્યુ હતુ. રહાણેએ શાનદાર કેપ્ટન ઇનીંગ રમી હતી. દીવસના અંત સુધી તે 104 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) 40 રન પર અણનમ રહ્યો હતો.

મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે ટી બ્રેક પહેલા વરસાદને લઇને રમતને અસર પહોંચી હતી. જેને લઇને રમતના સમયને એક કલાક વધારી દેવામાં આવ્યો હતો. જોકે વધારાનો સમય પણ ઓસ્ટ્રેલીયાની ટીમને ફાયદકારક નિવડી શક્યો નહોતો. કારણ કે રહાણે અને જાડેજાની જોડીને તોડી શકાઇ નહોતી. રહાણે અને જાડેજાએ મળીને છઠ્ઠી વિકેટ માટે ભાગીદારીય શતક લગાવ્યુ હતુ. મેચમાં 15 મીનીટ ની રમત બાકી રહી હતી ત્યારે ફરી વરસાદ વરસ્યો હતો. જેને લઇને રમતને અટકાવાઇ હતી અને બીજા દિવસની રમતને પૂર્ણ જાહેર કરી દેવાઇ હતી.

રહાણેની કેપ્ટન ઇનીંગ અને તેના બેટ થી ઝડેલી સદી આજે રમતનો મુખ્ય મુદ્દો રહ્યો હતો. રહાણે 200 બોલનો સામનો કરતા 104 રન બનાવ્યા હતા. તે નોટઆઉટ રહ્યો હતો. આ તેનુ ટેસ્ટ કેરીયરનુ 12 મુ શતક હતુ. વર્તમાન ટેસ્ટ સીરીઝમાં સદી ફટકારનાર રહાણે પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેનુ શતક એટલા માટે પણ ખાસ છે કે, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર શતક લગાવનાર સચિન તેંદુલકર બાદ તે બીજો ભારતીય કેપ્ટન છે. રહાણેને પોતાની શતકીય પારી દરમ્યાન બે જીવત દાન મળ્યા હતા. તે 74 રન પર હતો ત્યારે સ્ટીવ સ્મિથે તેનો કેચ છોડ્યો હતો. જ્યારે બીજીવાર 104 રન પર હતો ત્યારે ટ્રેવિસ હેડ એ કેચ છોડ્યો હતો. બંને વખતે બોલર સ્ટાર્ક હતો.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

રહાણેની સાથે બીજા છેડે થી જાડેજાએ ભરપુર સાથ આપ્યો હતો. રવિન્દ્ર જાડેજા અને રહાણેએ છઠ્ઠી વિકેટ માટે 100 રન થી વધુ ની ભાગીદારી નોંધાવી હતી. તેમની આ ભાગીદારી રમતે ભારતીય ટીમને 82 રનની લીડ પણ અપાવી છે. બંને ક્રિકેટરોએ 104 રનની ભાગીદારી કરી હતી.

ટીમ ઇન્ડિયાની બીજા દિવસની રમતનો અંત તો શાનદાર કર્યો હતો. પરંતુ હવે તેમનો પ્રયાસ ત્રીજા દિવસની રમતમાં 82 રનની લીડને વધારવાનો હશે. રહાણે અને જાડેજા બંને નોટઆઉટ છે. બંને બેટ્સમેનો થી ત્રીજા દિવસની રમતમાં ખૂબ આશાઓ છે. જો ભારત પ્રથમ પારીમાં એક મોટી લીડ મેળવી શકે છે તો, મેલબોર્ન ટેસ્ટ જીતવાનો મોકો મળી શકે છે.

ભારતની બીજા દિવસની રમત શરુ કરતા શુભમવન ગીલ 45 રન કરી આઉટ થયો હતો. જ્યારે ચેતેશ્વર પુજારા 70 બોલમાં 17 રન કરીને આઉટ થયો હતો. હનુમા વિહારી 21 રન અને ઋષભ પંત 29 રન કરીને પેવેલિયન પરત ફર્યા હતા. 173 રને ભારતે 5 વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ જાડેજા અને રહાણેએ રમતને મક્કમતા થી આગળ વધારી હતી.

ઓસ્ટ્રલિયાના બોલર મિશેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે 2-2 વિકેટ ઝડપી હતી. સ્ટાર્કના બે વારના પ્રયાસો કેચ છુટવાને લઇને રહાણેની વિકેટ ઝડપવામાં નિષ્ફળ રહ્યા હતા. નાથન લિયોને એક વિકેટ ઝડપી હતી.

Published On - 3:23 pm, Sun, 27 December 20

Next Article