INDvsAUS: સિડની ગ્રાઉન્ડ ઉપર અજિંક્ય રહાણેનો નથી રહ્યો સારો ઈતિહાસ, આંકડા જાણીને દિલ થઈ જશે નિરાશ

|

Jan 05, 2021 | 8:15 AM

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG )પર ત્રીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ તૈયાર છે. આ મેચ પણ મહત્વપૂર્ણ છે કારણ કે જે ટીમ તેને જીતે છે તે શ્રેણીમાં અજેય બની જશે. કારણ કે બંને ટીમો 1-1 થી શ્રેણીની બરાબરી પર છે. યજમાન ઓસ્ટ્રેલિયન ટીમે એડિલેડ (Adelaide Test) માં પ્રથમ મેચ આઠ વિકેટથી જીતી હતી. જ્યારે મેલબોર્ન (Melbourne […]

INDvsAUS: સિડની ગ્રાઉન્ડ ઉપર અજિંક્ય રહાણેનો નથી રહ્યો સારો ઈતિહાસ, આંકડા જાણીને દિલ થઈ જશે નિરાશ

Follow us on

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG )પર ત્રીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ તૈયાર છે. આ મેચ પણ મહત્વપૂર્ણ છે કારણ કે જે ટીમ તેને જીતે છે તે શ્રેણીમાં અજેય બની જશે. કારણ કે બંને ટીમો 1-1 થી શ્રેણીની બરાબરી પર છે. યજમાન ઓસ્ટ્રેલિયન ટીમે એડિલેડ (Adelaide Test) માં પ્રથમ મેચ આઠ વિકેટથી જીતી હતી. જ્યારે મેલબોર્ન (Melbourne Test )માં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે જોરદાર વાપસી કરી આઠ વિકેટથી જીત મેળવી હતી.

સિડનીમાં ભારતીય ટીમના રેકોર્ડની વાત કરીએ તો ભારત આ મેદાન પર 12 મેચ રમ્યુ છે. જેમાંથી તે ફક્ત એક જ મેચ જીતી શકાઇ છે. છ મેચ ડ્રો રહી છે જ્યારે ઓસ્ટ્રેલિયા પાંચ મેચ જીત્યુ છે. જોકે આ મેદાન પર ભારતના વર્તમાન કેપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane) નો રેકોર્ડ ખૂબ જ ડરામણો છે. આ જ કારણ છે કે સિડની ટેસ્ટ રહાણે માટે સારી રહી નથી. રહાણે અહીં બે ટેસ્ટ રમ્યો છે, જેમાંથી તે એક ઇનિંગ્સમાં 40 રનના આંકડાને પાર કરવામાં પણ નિષ્ફળ ગયો છે.

અજિંક્ય રહાણેએ 2014 માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી 2 ટેસ્ટ મેચોમાં પ્રથમ એક મેચ રમી હતી. 6 થી 10 જાન્યુઆરી વચ્ચે રમાયેલી આ મેચમાં રહાણે એ પ્રથમ દાવમાં 13 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં તેણે અણનમ 38 રન બનાવ્યા હતા. જોકે, તે મેચ ડ્રો રહી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ રમતમાં 7 વિકેટ ગુમાવીને 572 રન પર ઇનિંગ્સ જાહેર કરી હતી. આ સાથે જ ભારતે પ્રથમ દાવમાં 475 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવી 251 રનની બીજી ઇનિંગ જાહેર કરી હતી. જ્યારે ચોથી ઇનિંગમાં 7 વિકેટે 252 રન બનાવ્યા હતા.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અજિંક્ય રહાણેએ બે વર્ષ પહેલા ટીમ ઇન્ડિયાના છેલ્લા પ્રવાસ પર સિડનીમાં બીજી મેચ રમી હતી. આ મેચમાં રહાણે ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો અને પ્રથમ દાવમાં 13 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગ્સમાં તેને બેટિંગ કરવાની તક મળી ન હતી. ટીમ ઈન્ડિયા માટે આ મેચ ઐતિહાસિક હતી અને તેને ડ્રો કરવાથી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી હતી. ભારતીય ટીમે પ્રથમ મેચમાં 7 વિકેટ ગુમાવ્યા બાદ 622 રને પારીની ઘોષણા કરી હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ દાવમાં 300 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં યજમાન ટીમે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 6 રન બનાવ્યા હતા.

Next Article