INDvsAUS: બહારના વિવાદોને લઇને ઓસ્ટ્રેલીયામાં ભારતીય ટીમને ફાયદો, દાસગુપ્તાનુ અનુમાન

|

Jan 05, 2021 | 9:04 PM

ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર દીપ દાસગુપ્તા (Deep Dasgupta) એ કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયા (Australia) નથી ચાહતુ હોતુ કે ભારત તેમની ટીમની ભૂલો ધ્યાનમાં લે. તેથી આગામી ટેસ્ટ સુધી બહારના વિવાદો જોઇ શકાય છે. દીપ દાસગુપ્તાએ એમ પણ કહ્યું હતું કે, ભારતીય ટીમ ઓફ ફીલ્ડ બાબતોના મામલે ભારતીય ટીમને મદદ મેળનારી છે. સ્પોર્ટસ ટુડે સાથે વાત ચીત […]

INDvsAUS: બહારના વિવાદોને લઇને ઓસ્ટ્રેલીયામાં ભારતીય ટીમને ફાયદો, દાસગુપ્તાનુ અનુમાન

Follow us on

ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર દીપ દાસગુપ્તા (Deep Dasgupta) એ કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયા (Australia) નથી ચાહતુ હોતુ કે ભારત તેમની ટીમની ભૂલો ધ્યાનમાં લે. તેથી આગામી ટેસ્ટ સુધી બહારના વિવાદો જોઇ શકાય છે. દીપ દાસગુપ્તાએ એમ પણ કહ્યું હતું કે, ભારતીય ટીમ ઓફ ફીલ્ડ બાબતોના મામલે ભારતીય ટીમને મદદ મેળનારી છે.

સ્પોર્ટસ ટુડે સાથે વાત ચીત દરમ્યાન દાસ ગુપ્તાએ કહ્યુ હતુ કે, રોહિત શર્મા (Rohit Sharma)અને ઋષભ પંત (Rishabh Pant) સહિતનાઓ પર બાયોબબલ તોડવાનો આરોપ લગાવાયો છે. આ ઉપરાંત ક્વિસલેન્ડના કેટલાક પ્રધાનો અને ક્રિકેટરો દ્રારા પણ અપૃષ્ટ રિપોર્ટ પર પણ પ્રતિક્રીયા આપી છે. જેમાં બ્રિસબેનમાં રમાનારી ચોથી ટેસ્ટને કોરોનાના આકરા નિયમોને લઇને ભારતે અન્ય સ્થળે ટેસ્ટ યોજવા માટે માંગ કરી હતી.

ટીમ ઇન્ડીયાએ કોરોના પ્રોટકોલના સંભવિત ઉલ્લંઘન ના આરોપો થી ઇન્કાર કર્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલીયાના કાર્યકારી સીઇઓ નિક હોકલેએ સોમવારે બ્રિસબેનથી ચોથી ટેસ્ટને સ્થળાંતરીત કરવાને લઇને અટકાળોને ખારિજ કરી દીધી હતી. જોકે ભારતીય ટીમે પણ કહ્યુ હતુ કે, ત્યાના સ્થાનિકો અને અને અમારે માટે અલગ અલગ નિયમોને લઇને અમે ત્યાં જઇ શકતા નથી. સમાન નિયમોનુ પાલન અમે કરીશુ. ભારતીય ટીમ ને ક્વિસલેન્ડ સરકારના સ્વાસ્થ્ય પ્રધાને કહ્યુ હતુ કે રમત માટે આવવુ હોય તો, કોરોના નિયમોનુ પાલન કરવુ પડશે. નહિતર અહી ના આવશો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ભારતીય ટીમ અને બીસીસીઆઇએ તેને ગંભીરતા થી લઇને ત્યાં જવાથી મનાઇ કરી દીધી છે. ટીમ ઇન્ડીયાનુ કહેવુ છે કે, ખેલાડીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે, તો ક્વોરન્ટાઇન શાના માટે રહીએ. પ્રવાસની શરુઆતમાં ક્વોરન્ટાઇન રહ્યા બાદ હવે ફરી થી આમ ના કરી શકાય. ટીમને એમ પણ કહેવુ છે કે, પ્રવાસ પુરો કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. જેના માટે ચોથી ટેસ્ટ ક્યાંય પણ આયોજીત કરી શકાય છે.

Next Article