INDvsAUS: કોરોનાએ વધારી સીરીઝની ચિંતા, સિડનીને બદલે અન્ય સ્થળે રમાઇ શકે છે ત્રીજી ટેસ્ટ

|

Dec 25, 2020 | 7:43 AM

સિડની (Sydney) માં હાલમાં કોરોનાના નવા કેસોનુ પ્રમાણ વધવાને લઇને ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટના આયોજન પર પ્રશ્નાર્થ લાગી ગયો છે. જોકે આ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલીયા (Cricket Australia) એ અન્ય વિકલ્પ પણ તૈયાર કરી લીધો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ ગુરુવારે કહ્યુ હતુ કે, સિડનીમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા કેસો સામે આવવા છતાં, […]

INDvsAUS: કોરોનાએ વધારી સીરીઝની ચિંતા, સિડનીને બદલે અન્ય સ્થળે રમાઇ શકે છે ત્રીજી ટેસ્ટ

Follow us on

સિડની (Sydney) માં હાલમાં કોરોનાના નવા કેસોનુ પ્રમાણ વધવાને લઇને ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટના આયોજન પર પ્રશ્નાર્થ લાગી ગયો છે. જોકે આ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલીયા (Cricket Australia) એ અન્ય વિકલ્પ પણ તૈયાર કરી લીધો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ ગુરુવારે કહ્યુ હતુ કે, સિડનીમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા કેસો સામે આવવા છતાં, પણ ત્રીજી ટેસ્ટ (Third Test) મુળ કાર્યક્રમનુસાર યોજવા પ્રયાસ જારી છે. જોકે સ્થિતી નહી સુધરે તો ત્રીજી ટેસ્ટ મેલબોર્ન (Melbourne) માં યોજવા માટે વિકલ્પ રાખવામાં આવ્યો છે.

સિડનીના ઉત્તરીય તટ પર કોરોના સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે. જેને લઇને ને જ આગામી ત્રીજી ટેસ્ટ પર ખતરો તોળાયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ એક નિવેદનમા કહ્યુ હતુ કે, અમે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (Sydney Cricket Ground) ને ત્રીજા અને ગાબાને ચોથી ટેસ્ટ માટે પુરો મોકો આપીશુ. સિડનીમાં કોરોનાની હાલતમાં સુધારો નહી થાય તો, વૈકલ્પિક યોજના મુજબ વિકટોરીયા સરકાર સાથે મળીને ત્રીજી ટેસ્ટ પણ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર જ યોજવામાં આવશે.

ચોથી ટેસ્ટ બ્રિસબેનમાં રમાશે. જોકે આ અંગેનો અંતિમ નિર્ણય બોક્સિંગ ડે ટેસ્ટ દરમ્યાન લેવામાં આવશે. જોકે સ્થિતીમાં આમ તો સુધાર જોવા મળી રહ્યો છે, પરંતુ આશંકા છે કે ક્વિસલેન્ડ રાહત નહી આપે. એટલે કે ખેલાડી અને પ્રસારણ દળને સિડનીની યાત્રા કરવી મુશ્કેલ બની શકે છે. જ્યાં ચોથી ટેસ્ટ રમાનારી છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

ક્રિકેટ ઓસ્ટ્રેલીયાના અંતરિમ મુખ્ય કાર્યકારી અધિકારી નિક હોકલેએ કહ્યુ કે, બોર્ડ ક્વીસલેન્ડ સરકારના સંપર્કમાં છે. આ પહેલા મેલબોર્ન ક્રિકેટ ક્લબના સીઇઓ સ્ટુઅર્ટ ફોક્સએ ગુરુવારે કહ્યુ કે ક્લબ ભારત અને ઓસ્ટ્રેલીયાની વચ્ચે લગાતાર બે ટેસ્ટ મેચ યોજવા માટે તૈયાર છે. પરંતુ તે ઇચ્છશે કે પારંપરીક રીતે સિડનીમાં નવા વર્ષમાં રમાનારી ટેસ્ટ તે જ મેદાનમાં યોજાય. સિડની ટેસ્ટ સિડનીમાં જ યોજાય, તેને અન્ય ક્યાંય યોજવામાં મજા નથી તેમ તેમણે કહ્યુ હતુ. જરુરીયાતના સમયે જોકે અમે આયોજન માટે તૈયાર છીએ.

 

Next Article