INDvsAUS: BCCIના આકરા વલણથી આખરે ટીમ ઇન્ડીયાને બ્રિસબેનમા થઇ રહેલી પરેશાન દૂર કરાઇ

|

Jan 13, 2021 | 1:12 PM

ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા સામે બ્રિસબેન (Brisbane) માં ચોથી ટેસ્ટ મેચ રમનારી છે. આ મેચને લઇને ખૂબ વિવાદ મચી ચુક્યા છે. પહેલા ભારતીય ટીમ () નો અહી આવવા ને લઇને વિવાદ થયો હતો, કારણ કે કેટલાક આકરા નિયમો હોટલ માટે પણ મુશ્કેલ હતા. તો ટીમ બ્રિસબેન પહોંચતા જ ત્યાં હોટલમાં રોકાણ કવા દરમ્યાન વ્યવસ્થાને લઇને વિવાદ સર્જાયો હતો.

INDvsAUS: BCCIના આકરા વલણથી આખરે ટીમ ઇન્ડીયાને બ્રિસબેનમા થઇ રહેલી પરેશાન દૂર કરાઇ
BCC

Follow us on

ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા સામે બ્રિસબેન (Brisbane) માં ચોથી ટેસ્ટ મેચ રમનારી છે. આ મેચને લઇને ખૂબ વિવાદ મચી ચુક્યા છે. પહેલા ભારતીય ટીમ () નો અહી આવવા ને લઇને વિવાદ થયો હતો, કારણ કે કેટલાક આકરા નિયમો હોટલ માટે પણ મુશ્કેલ હતા. તો ટીમ બ્રિસબેન પહોંચતા જ ત્યાં હોટલમાં રોકાણ કવા દરમ્યાન વ્યવસ્થાને લઇને વિવાદ સર્જાયો હતો. રોકાણ માટે પહોંચતા અનુભવ થયો કે હોટલમાં કોઇ જ નહી હોય ખેલાડીઓએ બાથરુપ પણ જાતે જ સાફ કરવાની નોબત આવી હતી. જોકે હવે BCCI હરકતમાં આવતા જ આખરે હવે વ્યવસ્થા ઉપલબ્ધ કરવાની શરુ કરવામાં આવી છે. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને સેક્રેટરી જય શાહે (Jay Shah) પણ આ માટે આકરુ વલણ અપનાવી વાત કરી હતી.

ભારતીય ટીમ તરફ થી એક વાત સામે આવી હતી કે, સ્વાગત તો દુરની વાત છે, પરંતુ તેમની દેખભાળ માટે પણ હોટલમાં કોઇ નહોતુ. પીટીઆઇએ આ અંગેની પુષ્ટી કરી હતી કે, હોટલમાં બેડ પણ જાતે જ ખેલાડીઓએ વ્યવસ્થિત કરવા થી લઇને બાથરુમની સાફ સફાઇ પણ જાતે જ કરવાની સ્થિતી હતી. ખેલાડીઓએ પોતાના બધા જ કામ જાતે કરવા ઉપરાંત રુમને સાફ રાખવાનુ કામ પણ ખેલાડીઓએ કરવાનુ હતુ. આ માટે કોઇ જ હોટલ કર્મી ઉપલબ્ધ રખાયો નહોતો.

જોકે આ અંગેની ફરિયાદો બીસીસીઆઇને મળતા જ તુરત જ ક્રિકેટ ઓસ્ટ્રેલીયાને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. સખ્તાઇ સાથે જ ટીમ ઇન્ડીયાના ખેલાડીઓની ફરીયાદને ઓસ્ટ્રેલીયા ના બોર્ડ સામે રાખવામાં આવી હતી. સાથે જ તુરંત જ એકશન લેવા માટે કહેવામાં આવ્યુ હતુ. જોકે હવે જાણકારી સામે આવી છે તે, ટીમ સાથે હોટલમાં કર્મચારીઓને ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. સાથએ જ હવે ખેલાડીઓને જીમ જવા માટે પણ પરવાનગી આપી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બોર્ડે એ વાતને પાકી કરી લીધી છે કે, ટીમને હોટલમા તમામ લિફ્ટ નો ઉપયોગ કરવાની છુટછાટ અપાઇ છે. તમામ લોકો હવે જીમનો ઉપયોગ પણ કરી શકશે. એ વાતને પણ પાકી કરી લેવામાં આવી છે કે, હોટલમાં રુમ સર્વિસ પણ થશે. સાથએ જ સાફ સફાઇ અને હાઉસ કિપીંગના લોકો પણ રહેશે. આ ઉપરાંત હોટલમાં એક ટીમ રુમ પણ આપવામાં આવ્યો છે, જ્યા ખેલાડીઓ એકઠા થઇને મીટીંગ પણ કરી શકશે. ફક્ત સ્વિમીંગ પુલના ઉપયોગ પર પ્રતિબંધ છે.

Next Article