INDvsAUS: ઓસ્ટ્રેલીયાએ પ્રથમ ઇનીંગમાં 338 રન કર્યા, સ્મિથનુ શતક, જાડેજાની 4 વિકેટ

|

Jan 08, 2021 | 11:39 AM

સિડની ટેસ્ટ (Sydney Test) માં ઓસ્ટ્રેલીયાની પ્રથમ પારી 338 રન પર જ સમેટાઇ ગઇ હતી. ઓસ્ટ્રેલીયા તરફ થી સૌથી વધુ રન સ્ટીવ સ્મિથે (Steve Smith) બનાવ્યા હતા. જેણે 130 રન બનાવ્યા હતા. સ્મિથ ઉપરાંત લાબુશેન (Marnus Labuschagne) એ 91 રન બનાવ્યા હતા.

INDvsAUS: ઓસ્ટ્રેલીયાએ પ્રથમ ઇનીંગમાં 338 રન કર્યા, સ્મિથનુ શતક, જાડેજાની 4 વિકેટ
Ravindra Jadeja with Team India

Follow us on

સિડની ટેસ્ટ (Sydney Test) માં ઓસ્ટ્રેલીયાની પ્રથમ પારી 338 રન પર જ સમેટાઇ ગઇ હતી. ઓસ્ટ્રેલીયા તરફ થી સૌથી વધુ રન સ્ટીવ સ્મિથે (Steve Smith) બનાવ્યા હતા. જેણે 130 રન બનાવ્યા હતા. સ્મિથ ઉપરાંત લાબુશેન (Marnus Labuschagne) એ 91 રન બનાવ્યા હતા. જ્યારે ડેબ્યુટંટ વિલ પુલોવસ્કિ (Will Pucovski) એ 62 રન ની રમત રમી હતી. રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ પ્રથમ ઇનીંગ દરમ્યાન 4 વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલીયાની ટીમ બીજા સેશન દરમ્યાન જ્યારે રમતમાં ઉતરી હતી હતી ત્યારે, સ્ટીવ સ્મિથ એ શતક થી દુર હતો. ઓસ્ટ્રેલીયાની ટીમની 5 વિકેટ આઉટ થઇ ચુકી હતી. પરંતુ બીજા સેશનમાં બાકીની પાંચ વિકેટ આઉટ કરીને ભારતે ઓસ્ટ્રેલીયાની પ્રથમ ઇનીંગને સમેટી લીધી હતી. ઓસ્ટ્રેલીયાએ આજે બીજા દિવસે, પ્રથમ દિવસના 2 વિકેટે 166 રનના સ્કોરને આગળ વધારતા રમત શરુ કરી હતી. સ્મિથ અને લાબુશેન એ દિવસના પ્રથણ સેશનની શરુઆત શાનદાર અંદાજમાં કરી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે શતકીય ભાગીદારી નોંધાઇ હતી. આ સાથે જ ઓસ્ટ્રેલીયાએ સીરીઝમાં પ્રથમ વાર 200 ના સ્કોરને પાર કર્યો હતો. ત્યાર બાદ લાબુશેન જાડેજાના સ્પિન બોલની જાળમાં ફસાઇ જતા રન આઉટ થયો હતો. લાબુશેન 9 રન થી પોતાનુ શતક ચુક્યો હતો.

લાબુશેનના આઉટ થવા બાદ ઓસ્ટ્રેલીયાની વિકેટોનુ પતન એક બાદ એક સિલસિલો શરુ થઇ ગયો હતો. જાડેજાએ વેડે ને પણ પેવેલિયન મોકલી દીધો હતો. ત્યાર બાદ નવા બોલ થી ભારતીય પેસર બોલરોએ ઓસ્ટ્રેલીયા પર હાવી થઇ જતુ આક્રમણ કર્યુ હતુ. કેમરુન ગ્રીન અને ટીમ પેન ને બુમરાહે પોતાના નિશાન બનાવ્યા હતા.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

જોકે આ દરમ્યાન બીજા છેડે થી સ્મિથે બેટીંગ જારી રાખીને પોતાનુ શતક પુરુ કરી લીધુ હતુ. તેણે 201 બોલનો સામનો કરીને આ સીરીઝમાં ઓસ્ટ્રેલીયા તરફ થી સદી કરનારો પહેલો બેટ્સમેન બન્યો હતો. સ્મિથના શતક બાદ જાડેજાએ ફરી એકવાર બોલીંગની ધાર દેખાડી હતી. તેણે ફરી થી બે વિકેટ ઝડપી હતી. સ્મિથને તેણે 130 રન પર આઉટ કરી લીધો હતો. આમ સ્મિથના આઉટ થતા જ ઓસ્ટ્રેલીની પ્રથમ ઇનીંગ રોકાઇ ગઇ હતી. બુમરાહ અને નવદિપ સૈનીએ બે બે વિકેટ ઝડપી હતી.

Next Article