INDvAUS: નારાજ સ્પોર્ટ્સ ચેનલ સેવને કહ્યુ, બીસીસીઆઇની સામે ‘ડરે’ છે ક્રિકેટ ઓસ્ટ્રેલીયા

|

Dec 01, 2020 | 8:39 AM

ક્રિકેટ ઓસ્ટ્રેલીયા અને ચેનલ સેવન વચ્ચે વિવાદ વધવા જ લાગ્યો છે. હવે પ્રસારકે બંને બોર્ડના વચ્ચે સંવાદની જાણકારી માંગવા સાથે કોર્ટનો આશરો લીધો છે. એણે એમ પણ કહ્યુ કે ક્રિકેટ ઓસ્ટ્રેલીયા ભારતીય ક્રિકેટ બોર્ડથી ડરેલુ છે. સિડની મોર્નીંગ હેરાલ્ડના અનુસાર ચેનલએ અદાલતમાં એફીડેવીટ રજૂ કરવાની પુષ્ટી કરી છે. ચેનલે કહ્યુ છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ બીસીસીઆઇના […]

INDvAUS: નારાજ સ્પોર્ટ્સ ચેનલ સેવને કહ્યુ, બીસીસીઆઇની સામે ‘ડરે’ છે ક્રિકેટ ઓસ્ટ્રેલીયા

Follow us on

ક્રિકેટ ઓસ્ટ્રેલીયા અને ચેનલ સેવન વચ્ચે વિવાદ વધવા જ લાગ્યો છે. હવે પ્રસારકે બંને બોર્ડના વચ્ચે સંવાદની જાણકારી માંગવા સાથે કોર્ટનો આશરો લીધો છે. એણે એમ પણ કહ્યુ કે ક્રિકેટ ઓસ્ટ્રેલીયા ભારતીય ક્રિકેટ બોર્ડથી ડરેલુ છે. સિડની મોર્નીંગ હેરાલ્ડના અનુસાર ચેનલએ અદાલતમાં એફીડેવીટ રજૂ કરવાની પુષ્ટી કરી છે.

ચેનલે કહ્યુ છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ બીસીસીઆઇના હિતોને અનુરુપ સીરીઝના કાર્યક્રમોમાં બદલાવ કરીને પ્રસારણ કોન્ટ્રાક્ટનુ ઉલંઘન કર્યુ છે. સેવન વેસ્ટ મિડીયાના મુખ્ય કાર્યકારી જેમ્સ વારબર્ટને પણ કહ્યુ છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલાએ ભારત સામે વન ડે અને ટી-20 મેચોને બદલે ડે નાઇટ ટેસ્ટ સાથેની સીરીઝ યોજવાની હતી. જે હવે એડીલેડમાં 17 ડિસેમ્બર થી રમાનારી છે. આ એક શરમજનક છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલીયા પ્રસારકના અમારા હકનુ સન્માન નથી કરતુ. બીસીસીઆઇ સામે ભીગી બિલ્લી બનેલુ છે. તે બીસીસીઆઇ થી ડરે છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

ચેનલનુ કહેવુ છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલીયાના મુખ્ય અધિકારીઓ બીસીસીઆઇ અને બીજા ઘરેલુ પ્રસારણ ભાગીદાર ફોક્સટેલ ની મર્જી થી ચાલી રહ્યા છે. ચેનલે કહ્યુ કે તે પ્રવાસ કાર્યક્રમને અંતિમ સ્વરુપ આપવાના સંદર્ભમાં ક્રિકેટ ઓસ્ટ્રેલીયા, બીસીસીઆઇ અને ફોક્સટેલ અને પ્રદેશ સરકારના અધિકારીઓ વચ્ચે થયેલા ઇમેઇલ જોવા માંગે છે. આમ પ્રસારણ ને લઇને વિવાદ શરુઆત થી જ વર્તાઇ રહ્યા છે. વિરાટ કોહલીની રજાને લઇને પણ પ્રસારણ કર્તા એ પણ નિવેદનો કર્યા હતા.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article